ઈન્સ્ટાગ્રામનું નવું ફીચર: વીડિયોમાં કપડાં, બેકગ્રાઉન્ડ અને જ્વેલરી બદલવાનું ઓપ્શન, જુઓ તેની ઝલક
Instagram New Feature: સોશિયલ મીડિયા પ્લેટફોર્મમાં સતત નવા અપડેટ આવતા રહે છે. અને તેમાં હાલમાં જ મેટા-માલિકીનું Instagramમાં કંટેન્ટ ક્રિએટર્સ માટે નવુ ફિચર લઈને આવ્યું છે. આ કડીમાં કંપનીએ એક નવા AI વિડિયો એડિટિંગ ટૂલની ઝલક બતાવી છે. આ ફીચર આવ્યા પછી ક્રિએટર્સ એક જ ટેપમાં મોટા ફેરફારો કરી શકશે અને આ બધું AIની મદદથી કરવામાં આવશે.
Instagram માં આ નવું ફીચર આવતા વર્ષ સુધીમાં તમામ યુઝર્સ માટે રોલઆઉટ થવાની આશા છે. જો કે કેટલાક યુઝર્સ આના પર સવાલ પણ ઉઠાવી રહ્યા છે. ચાલો પહેલા જાણીએ કે આ ફીચરમાં શું શું નવું મળશે.
Movie Gen AI આધારિત છે નવી સુવિધા
ઇન્સ્ટાગ્રામના પ્રમુખ એડમ મોસેરીએ આ નવા ફીચરની ઝલક બતાવી છે. આ ફીચરમાં યુઝર્સ ટેક્સ્ટ પ્રોમ્પ્ટ આપીને વીડિયોમાં તેમના કપડાં અને બેકગ્રાઉન્ડ બદલી શકશે. એટલું જ નહીં, તેઓ પોતાની મનપસંદ જ્વેલરી પણ પહેરી શકશે. તેનો અર્થ એ કે તેઓએ ફક્ત ટેક્સ્ટ લખીને કમાન્ડ આપવા પડશે. આ પછી આ ફીચર તેમના વીડિયોને ઓટોમેટીક એડિટ કરશે અને તેમના કપડા અને બેકગ્રાઉન્ડ બદલાઈ જશે.
આ પ્રકારનું આ પહેલું સાધન નહીં હોય.
આ પહેલા Adobe's Firefly અને OpenAI's Sora માં પહેલાથી જ ટેક્સ્ટ કમાન્ડ પર આધારિત વિડિયો એડિટ કરી શકાતો હતો. એટલે આ પ્રકારનું ટુલ પહેલુ નથી. પરંતુ Metaએ કહ્યું છે કે તેનું મોડલ તેમના કરતાં વધુ એડવાન્સ છે.
યુઝર્સ ફીચર પર સવાલ ઉઠાવી રહ્યા છે
ઈન્સ્ટાગ્રામના આ ફીચરને લઈને કેટલાક યુઝર્સ ઉત્સાહિત છે, તો કેટલાક તેના પર સવાલો પણ ઉઠાવી રહ્યા છે. મોસેરીના વીડિયોની કોમેન્ટમાં એક યુઝરે કહ્યું કે, આ સુવિધા લોકોને નકલી બનવા અને નકલી વાસ્તવિકતા બનાવવા માટે સક્ષમ બનાવશે. આ બહુ ખરાબ છે. તો અન્ય એક યુઝરે લખ્યું કે પેરિસના AI બેકડ્રોપ પર કોઈને જોવાની કેટલી મજા આવશે. આ બ્લુસ્ક્રીન જેવો ભ્રમ છે.