ઇન્સ્ટાગ્રામ પર તમને પણ હિંસક રીલ્સ જોવા મળી રહી છે? જાણો કેમ દુનિયાભરના યુઝર્સ સાથે આવું થઈ રહ્યું છે...
Instagram Sensitive Content: ઇન્સ્ટાગ્રામ પર હાલમાં ખૂબ જ સેન્સિટિવ અને હિંસા ભરેલી રીલ્સ જોવા મળી રહી છે. જો તમને પણ આવી રીલ્સ જોવા મળી રહી હોય તો તમે એકલા નથી. દુનિયાભરના યુઝર્સને અચાનક આ પ્રકારની રીલ્સ જોવા મળી રહી છે. અચાનક હિંસાથી ભરેલી અને નોટ સેફ ફોર વર્ક કેટેગરીમાં આવતી પોસ્ટ લોકોના ફીડ પર જોવા મળી રહી છે. ઇન્સ્ટાગ્રામની પેરન્ટ કંપની મેટા દ્વારા આ ઇશ્યુને એડ્રેસ કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર ઘણાં યુઝર્સ આ વિશે સવાલ કરી રહ્યા છે કે ખૂબ જ હચમચાવી કાઢનારી રીલ્સ તેમના ફીડ પર આવી રહી છે.
શું થયું ઇન્સ્ટાગ્રામની રીલ્સ સાથે?
દુનિયાભરના ઇન્સ્ટાગ્રામ યુઝર્સ સોશિયલ મીડિયા X અને રેડિટ પર પોસ્ટ કરી રહ્યા છે કે તેમના ફીડમાં ખૂબ જ હિંસા ભરેલી રીલ્સ આવી રહી છે. ઘણાં યુઝર્સના ફીડમાં લોકોને ઈજા થઈ હોવાથી લઈને મૃત્યુ પામેલા લોકોના શરીર અને લોકો પર અટેક કરવામાં આવી રહ્યા હોય એવી રીલ્સ આવી રહી છે. મોટાભાગની રીલ્સ સેન્સિટીવ કોન્ટેન્ટની કેટેગરીમાં આવે છે. આમ છતાં રીલ્સ આવી રહી હોવાથી ઇન્સ્ટાગ્રામની કન્ટેન્ટ મોડરેશન પોલીસીને લઈને સવાલો ઊઠી રહ્યા છે.
ઇન્સ્ટાગ્રામની રીલ્સમાં આ પ્રકારના કન્ટેન્ટ કેમ આવી રહ્યા છે? મેટાએ શું કહ્યું?
ગુરુવારે મેટા દ્વારા આ વિશે માફી માગવામાં આવી હતી અને તેમણે એ પણ કહ્યું હતું કે આ એરરને સુધારી દેવામાં આવી છે. આ વિશે મેટાના પ્રવક્તાએ કહ્યું હતું કે ‘કેટલાક યુઝર્સના ઇન્સ્ટાગ્રામ રીલ્સના ફીડમાં હિંસાત્મક કન્ટેન્ટ આવી રહ્યા હતા જેને કંપની દ્વારા રીકમેન્ડ નહોતા કરવામાં આવ્યા અને એ એરરને હવે સુધારી દેવામાં આવી છે. આ ભૂલ માટે અમે માફી માગીએ છીએ.’
મેટાની પોલિસી શું છે?
મેટા કંપનીની પોલિસી છે કે યુઝર્સને આ પ્રકારના વીડિયો અને ફોટોથી દૂર રાખવા. ખાસ કરીને હિંસાથી ભરેલા કન્ટેન્ટથી દૂર રાખવા કારણ કે તે માનસિક સ્થિતી પર અસર કરે છે અને કેટલાક કન્ટેન્ટ દ્વારા લોકોને ઉશ્કેરવાનું પણ કામ કરે છે. મનુષ્ય જ નહીં, પરંતુ પ્રાણીઓ સાથે થતી હિંસાને પણ દેખાડવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જોકે આ પોલિસી હોવા છતાં લોકોના ફીડ પર આ પ્રકારના રીલ્સ જોવા મળી રહી હતી. જો કે કેટલાક કેસમાં મેટા કંપની દ્વારા આ વીડિયોને દેખાડવામાં આવે છે, પરંતુ એ વીડિયો હ્યુમન રાઇટ્સનો ભંગ કરનાર વિશે જાગરુક્તા ફેલાવનારા, યુદ્ધ દરમ્યાન લોકોને થયેલી જાનહાની વિશે મદદ માગનારા અથવા તો આતંકવાદ વિશેના હોવા જોઈએ. આ પોસ્ટે દેખાડવામાં આવે છે, પરંતુ એને શરુ થવા પહેલાં વોર્નિંગ આપવામાં આવે છે.
આ ઇશ્યુ વિશે યુઝર્સનું શું કહેવું છે?
એક યુઝરે X પર પોસ્ટ કર્યું કે ‘આજે સવારે ઇન્સ્ટાગ્રામ ઓપન કર્યું અને મારી રીલ્સની ફીડ એક હોરર શો જેવી હતી. મર્ડર ક્લિપ્સ, બ્રુટલ ફાઇટ્સ, રેપ કેસ અને ડેડલી એક્સિડન્ટથી ભરપૂર હતી. હું એક માત્ર નહોતો, દુનિયાભરના લોકો સાથે આવું થઈ રહ્યું હતું. આ એલ્ગોરિધમમાં ગ્લિચ હતી કે પછી જાણી જોઈને કરવામાં આવ્યું હતું? જે પણ હોય, પણ આ ખૂબ જ આઘાતજનક છે.’
હજારો ઇન્સ્ટાગ્રામના યુઝર્સ X પર પોસ્ટ કરી રહ્યા હતા જેમને પણ આવો અનુભવ થયો હતો. તેઓ પણ તેમના અનુભવ વિશે સવાલો કરી રહ્યા હતા. આ માટે મેટા પાસે તેઓ સવાલ કરી રહ્યા છે. જોકે મેટા દ્વારા આ વિશે માફી માગવામાં આવી છે અને તેમણે એ ઇશ્યુને ફિક્સ કરી દીધું હોવાનું કહેવામાં આવ્યું છે. કેટલાક યુઝર્સ કહી રહ્યા છે કે તેમને હજી પણ આવા કન્ટેન્ટ જોવા મળી રહ્યા છે. આ વિશે એક યુઝરે કહ્યું હતું કે ‘મારી સાથે જ આવું થઈ રહ્યું છે કે પછી ઇન્સ્ટાગ્રામ પાગલ થઈ ગયું છે. મારી ફીડ ખૂબ જ હિંસાથી ભરેલી રીલ્સ દેખાડી રહ્યું છે.’
અન્ય એક યુઝરે લખ્યું હતું કે ‘મને 20થી વધુ ગન શોટ્સ, 5 ગેન્ગ ફાઇટ્સ અને 13 ફેટલ એક્સિડન્ટસના વીડિયો જોવા મળ્યા હતા. આ સાથે જ એક એવો વીડિયો હતો જેમાં હાથીએ એક વ્યક્તિને કચડી નાખ્યો છે. તેમ જ એક બાળકનો જન્મ થતો વીડિયો પણ આવ્યો હતો.’
આ પણ વાંચો: ગ્રોક 3એ લોન્ચ કર્યું વોઇસ મોડ, આ AI ગુસ્સો પણ કરશે અને ગાળો પણ આપશે
આવું પહેલીવાર નથી થયું
અગાઉ પણ ઇન્સ્ટાગ્રામની કન્ટેન્ટ પોલીસીને લઈને સવાલો કરવામાં આવ્યા હતા. અગાઉ એક વાર ધ વોલ સ્ટ્રીટ જર્નલ દ્વારા ઇનવેસ્ટિગેશન કરવામાં આવ્યું હતું એમાં આવ્યું હતું કે ઇન્સ્ટાગ્રામ દ્વારા ટીનેજર એટલે કે 13 વર્ષના છોકરાઓને સેક્સ્યુઅલ કન્ટેન્ટ દેખાડવામાં આવી રહ્યા હતા. આ પ્રકારના કન્ટેન્ટને યુઝર દ્વારા સર્ચ કરવામાં ન આવ્યા હોય તો પણ તેમને એ દેખાડવામાં આવતા હતા. ગયા વર્ષે જાન્યુઆરી અને એપ્રિલ વચ્ચે રિસર્ચર દ્વારા કેટલીક પ્રોફાઇલ બનાવવામાં આવી હતી અને એની ઉંમર 13 વર્ષની રાખવામાં આવી હતી. આ ટેસ્ટમાં તેઓ ટીનેજરને કેવી રીતે કન્ટેન્ટ પહોંચાડવામાં આવે છે એ વિશે ટેસ્ટ કરી રહ્યા હતા. તેમને મહિલાઓની બોડી અને ક્લોઝ-અપ અને ડાન્સિંગના વીડિયો વધારે દેખાડવામાં આવે છે. આ ઇનવેસ્ટિગેશન દરમ્યાન રિસર્ચરને ધ્યાનમાં આવ્યું હતું કે મહિલાની ન્યુડિટીને વધુ પ્રમોટ કરી રહ્યું હતું.
આ પ્રકારનો એક ટેસ્ટ ટિક-ટોક અને સ્નેપચેટ પર પણ કરવામાં આવ્યો હતો. જોકે એના પર કોઈ કન્ટેન્ટ દેખાડવામાં નહોતું આવ્યું. જોકે એ પ્રકારના વીડિયોને સર્ચ કરવામાં આવ્યા છતાં તો પણ આ પ્લેટફોર્મ દ્વારા ફક્ત એ જ વીડિયો રેકમેન્ડ કરવામાં નહોતા આવી રહ્યા. 2022માં પણ એક સ્ટડી કરવામાં આવી હતી જેને ધ વોલ સ્ટ્રીટ જર્નલમાં રીવ્યુ કરવામાં આવી હતી. આ સ્ટડીમાં કહેવામાં આવ્યું હતું કે મેટાને એ વાતની જાણ છે કે ઇન્સ્ટાગ્રામ દ્વારા ટીનેજરને એડલ્ટ કન્ટેન્ટ, વાયલન્ટ મટિરિયલ અને હેટ સ્પીચને પ્રમોટ કરવામાં આવે છે.