ઇન્સ્ટાગ્રામ પર 2024ની રીકેપ કોલાજ સ્ટોરી કેવી રીતે બનાવશો એ જાણો
Instagram Recap Collage Story: ઇન્સ્ટાગ્રામ પર યુઝર્સ તેમની રોજિંદી લાઇફ શેર કરતાં હોય છે. વર્ષ પૂરું થવા આવ્યું છે, ત્યારે તેમનું આખું વર્ષ કેવું ગયું એનું રીકેપ પણ તેઓ શેર કરવામાં માને છે. આથી, ઇન્સ્ટાગ્રામ પોતે પણ રીકેપ સજેસ્ટ કરે છે. ઇન્સ્ટાગ્રામ દ્વારા હાલમાં જ રીકેપ કોલાજ ફીચર લોન્ચ કરવામાં આવ્યું છે.
થર્ડ-પાર્ટી એપ્સથી છૂટકારો
મોટાભાગે, ઇન્સ્ટાગ્રામની સ્ટોરી પર યુઝર્સ કોલાજ મુકવા માટે થર્ડ-પાર્ટી એપ્લિકેશન્સનો ઉપયોગ કરે છે. જો કે, ઇન્સ્ટાગ્રામ દ્વારા આ પ્રોસેસને સરળ બનાવી દેવામાં આવી છે. ઇન્સ્ટાગ્રામ દ્વારા સ્ટોરી માટે "EOY-themed Collage" લોન્ચ કરવામાં આવ્યું છે. આ ફીચરની મદદથી, યુઝર્સ તેમની સૌથી બેસ્ટ સ્ટોરીઝને શેર કરી શકશે, એ પણ ખૂબ જ સ્ટાઇલિશ ટચ સાથે.
થીમ પસંદ કરવી
ઇન્સ્ટાગ્રામ દ્વારા કેટલીક થીમ્સ લોન્ચ કરવામાં આવી છે. આ થીમ્સ અનુસાર, અલગ-અલગ ફોટોઝ પસંદ કરી શકાશે. આ થીમ્સને ઇન્સ્ટાગ્રામ દ્વારા વિવિધ સ્ટાઇલમાં બનાવવામાં આવી છે. "વર્ષ કેવી રીતે શરૂ થયું અને વર્ષ કેવી રીતે પૂરું થઈ રહ્યું છે" થીમથી લઈને વિવિધ આકર્ષક સ્ટોરીઝ રાખવામાં આવી છે. આ તમામ ફોટોઝને એક જ સ્ટોરીમાં શેર કરી શકાશે.
આ પણ વાંચો: iPhone 17ની રિલીઝ ડેટ, કિંમત અને ડિઝાઇન થઈ લીક, જાણો વિગત
કેવી રીતે બનાવશો રીકેપ કોલાજ?
ઇન્સ્ટાગ્રામ દ્વારા ચાર નવા ફ્રેશ સ્ટિકર્સનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં 'Add Yours'નો પણ સમાવેશ કરવામાં આવ્યો છે, જેનાથી અન્ય વ્યક્તિ પણ પોતાની સ્ટોરી શેર કરી શકે. 'Add Yours' પર ક્લિક કરતાં, યુઝર્સ પોતાની સ્ટોરી પસંદ કરી તેને શેર કરી શકશે. આ સાથે જ કેટલીક થીમ્સ દ્વારા ડાયરેક્ટ મેસેજ પણ કરી શકાય છે. આ માટે, કોઈ પણ વ્યક્તિને અથવા તો ગ્રુપમાં 'Happy New Year' અથવા 'Hello 2025' લખવું પડશે. આટલું લખતાં જ સ્ક્રીન પર ઇફેક્ટ આવી જશે. આ અપડેટને દુનિયાભરમાં ધીમે-ધીમે લોન્ચ કરવામાં આવી રહી છે. આ અપડેટ ગઈ કાલથી શરૂ થઈ છે, તેથી સ્ટોરમાં જઈને તેને અપડેટ કરવી જરૂરી છે. આ ફીચર એક અઠવાડિયાની અંદર દુનિયાના તમામ યુઝર્સ સુધી પહોંચી જશે, તેમજ તેનો ઉપયોગ 2025ના પહેલા અઠવાડિયા સુધી કરી શકાશે.