વીડિયોની ક્વોલિટી ઘટાડી રહ્યું છે ઇન્સ્ટાગ્રામ : પોપ્યુલર વીડિયો પર ફોકસ, જાણો કેમ
Instagram Video Quality: ઇન્સ્ટાગ્રામ દ્વારા એવા વીડિયોની ક્વોલિટી ઓછી કરવામાં આવી રહી છે, જે વીડિયો પોપ્યુલર ન હોય અથવા તો જેણે વધુ વ્યૂઝ ન મેળવ્યા હોય. ઇન્સ્ટાગ્રામના આ નિર્ણયને કારણે ઘણાં કન્ટેન્ટ ક્રિએટર્સે વાંધા ઉઠાવ્યા છે. તેમનું કહેવું છે કે આ નિર્ણયને કારણે જેટલાં પણ તેમને વ્યૂઝ મળી રહ્યાં છે, એટલાં વ્યૂઝ પણ આવતાં બંધ થઈ જશે.
પોપ્યુલર કન્ટેન્ટ પર ફોકસ
ઇન્સ્ટાગ્રામ પર મોટાભાગના વીડિયો પોસ્ટ કર્યાના થોડા સમયમાં ચોક્કસ વ્યૂઝ મેળવી લે છે. જો પોસ્ટ કર્યાના થોડા સમય સુધી ચોક્કસ વ્યૂઝ ન મળ્યા હોય, તો એવા વીડિયોની ક્વોલિટી ઇન્સ્ટાગ્રામ દ્વારા ઓછી કરવામાં આવી રહી છે. જો આ વીડિયો ભવિષ્યમાં ફરી વાઇરલ થાય, તો તેની ક્વોલિટીને ઇન્સ્ટાગ્રામ દ્વારા ફરી એડજસ્ટ કરવામાં આવશે. મેટા કંપનીના ઇન્સ્ટાગ્રામના હેડ એડમ મોસેરીએ કહ્યું કે, "અમે હાઇ ક્વોલિટીની તરફેણમાં છીએ. ઇન્સ્ટાગ્રામના કન્ટેન્ટ ક્રિએટર્સ જેમને વધુ વ્યૂઝની ભૂખ હોય, અમે તેમના પર વધુ ફોકસ કરી રહ્યાં છીએ."
ક્રિએટર્સ માટે ચર્ચાનો વિષય
ઇન્સ્ટાગ્રામની ક્વોલિટી ઘટાડો ઘણા કન્ટેન્ટ ક્રિએટર્સને અસર કરશે. તેમનું માનવું છે કે આ નિર્ણયના કારણે તેમના વીડિયો ઘણાં લોકો સુધી પહોંચી નહીં શકશે. એક યુઝરે ઇન્સ્ટાગ્રામ પર કમેન્ટ કરી હતી કે, "વીડિયોના પર્ફોર્મન્સના આધારે ક્વોલિટીને એડજસ્ટ કરવી એ ખૂબ જ ખોટી વાત છે. ઇન્સ્ટાગ્રામના નિર્ણય ફક્ત પર્ફોર્મન્સ, મેટ્રિક્સ, વ્યૂઝ અને એન્ગેજમેન્ટના આધારે લેવામાં આવશે. ઇન્સ્ટાગ્રામ એટલો બધો ભેદભાવ કરી રહ્યું છે કે, હવે ક્વોલિટી પણ યુઝરના હાથમાં નથી."
વિરોધાભાષી ઇન્સ્ટાગ્રામ
ઇન્સ્ટાગ્રામ પોતાના સ્ટેટમેન્ટથી જ વિરોધાભાષી બની રહ્યું છે. ઇન્સ્ટાગ્રામ દ્વારા અગાઉ કહેવામાં આવ્યું હતું કે, તેઓ નવા ક્રિએટર્સને પ્રોત્સાહન આપવાનું કામ કરી રહ્યાં છે. જો કે હાલના નિર્ણયના કારણે યુઝરના કન્ટેન્ટના વ્યૂઝ ઓછા થશે. આથી નવા ક્રિએટર્સને વ્યૂઝ ઓછા મળશે અને તેઓ દુનિયા સુધી પહોંચતા નથી. આથી ઇન્સ્ટાગ્રામના બન્ને સ્ટેટમેન્ટ એકમેકથી વિરોધાભાષી છે.
સ્ટોરેજ અને ખર્ચને બેલેન્સ
હાઇ ક્વોલિટી વીડિયો માટે સર્વર પર વધુ સ્ટોરેજની જરૂર પડે છે. આ માટે વધુ પૈસા અને ઇલેક્ટ્રિસિટીનો ઉપયોગ થાય છે. આથી ઇન્સ્ટાગ્રામ દ્વારા ક્વોલિટી અને ખર્ચને બેલેન્સ કરવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. ઓછી ક્વોલિટીના વીડિયો હોવાથી સ્ટોરેજ ઓછું લાગશે અને તેનાથી ખર્ચ પણ ઓછો થશે.
આ પણ વાંચો: નવી લેમ્બોર્ઘિની 15 દિવસમાં જ થઈ બંધ, ગૌતમ સિંઘાનિયાએ ઉઠાવ્યા સવાલ
નિર્ણયની આડઅસર
ઇન્સ્ટાગ્રામના આ નિર્ણયની આડઅસર કન્ટેન્ટ ક્રિએટર્સ પર થશે. તેમનો મત છે કે તેમને વ્યૂઝ નહીં મળે. જો કે ઇન્સ્ટાગ્રામના હેડ એડમ મોસેરીએ કહ્યું કે, "ક્રિએટર્સે વધુ ફોકસ કન્ટેન્ટ પર આપવો જોઈએ, ક્વોલિટી પર નહીં. જો કન્ટેન્ટ સારું હશે, તો વ્યૂઝ મળશે અને ક્વોલિટી ઓટોમેટિક સારી રહેશે."