ઈન્સ્ટાગ્રામે ક્રિસમસ અને ન્યુ યર પહેલા યુઝર્સ માટે લોન્ચ કર્યું નવું ફીચર

Updated: Dec 16th, 2023


Google NewsGoogle News
ઈન્સ્ટાગ્રામે ક્રિસમસ અને ન્યુ યર પહેલા યુઝર્સ માટે લોન્ચ કર્યું નવું ફીચર 1 - image

Image:Freepik 

નવી મુંબઇ,તા. 16 ડિસેમ્બર 2023, શનિવાર 

સોશિયલ મીડિયા કંપની ઈન્સ્ટાગ્રામે ક્રિસમસ અને નવા વર્ષ પહેલા પોતાના યુઝર્સને એક નવું ફીચર આપ્યું છે. કંપનીએ યુઝર્સને સ્ટોરી સેક્શનની અંદર Add Yours નામના કસ્ટમાઈઝેબલ ટેમ્પલેટનો ઓપ્શન આપ્યો છે. આનો અર્થ એ છે કે, તમે તમારી સ્ટોરી સિવાય, તમે તમારી પસંદગી મુજબ કોઈપણ ટેમ્પ્લેટ સેટ કરી શકો છો અને Add Yours દ્વારા તમારા ફોલોવર્સ પણ આમા પાર્ટ લઇ શકે છે. એટલે કે,તે પણ પોતાના ફોટો પોસ્ટ કરી શકે છે,  જો તમારા ફોલોવર્સ માટે ટેમ્પ્લેટને કસ્ટમાઇજ કરવાનો ઓપ્શન ઓન રાખ્યો છે, તો તે તેમની સ્ટોરી ચેન્જ કરી શકે છે. આ અપડેટની માહિતી ઈન્સ્ટાગ્રામ હેડ એડમ મોસેરીએ પોતાની ઈન્સ્ટાગ્રામ બ્રોડકાસ્ટ ચેનલ પર શેર કરી છે. આજથી આ ઇન્સ્ટાગ્રામનુંનવુ ફિચર વૈશ્વિક સ્તરે ઉપલબ્ધ થઈ ગયુ છે. 

આ રીતે બનાવો ટેમ્પલેટ 

તમારો પોતાનો ટેમ્પલેટ બનાવવા માટે, પહેલા Instagram પર જાઓ અને સ્ટોરી સેક્શનમાં જઇને તમે જે ફોટો શેર કરવા માંગો છો તેને સિલેક્ટ કરો. 

ઈન્સ્ટાગ્રામે ક્રિસમસ અને ન્યુ યર પહેલા યુઝર્સ માટે લોન્ચ કર્યું નવું ફીચર 2 - image

આ પછી, ટેક્સ્ટ આઇકોનની બાજુમાં દેખાતા સ્ટીકર વિકલ્પ પર ક્લિક કરો અને અહીં ટોપ પર દેખાતા Add Yours પર ક્લિક કરીને કોઈપણ ટેમ્પલેટ પસંદ કરો. 

કંપનીએ ઘણા નવા વર્ષ અને વર્ષના અંતના ટેમ્પ્લેટને એડ કર્યા છે જેમાંથી તમે ગમે તે પસંદ કરી શકો છો.  ટેમ્પલેટ પસંદ કર્યા પછી, તમે તેમાં હાજર ફોટો અથવા ટેક્સ્ટને પિન અથવા અનપિન કરી શકો છો. પિન કર્યા પછી, કોઈ પણ વ્યક્તિ ટેક્સ્ટ અથવા ફોટો એડિટ કરી શકશે નહીં, ફક્ત તેમાં વ્યક્તિ ભાગ લઈ શકશે. તેનો અર્થ એ કે, જો તમે તમારું નવું વર્ષ ટેમ્પલેટ બનાવ્યું છે અને તેને પિન કર્યું છે, તો અન્ય વ્યક્તિ તેમાં ભાગ લઈ શકશે પરંતુ તેઓ ક્રિસમસના દિવસે અથવા અન્ય કોઈ ઇવેન્ટ અથવા વસ્તુ પર ટેમ્પ્લેટને કસ્ટમાઇઝ કરી શકશે નહીં. જ્યારે અનપિન કરવામાં આવેશ તો જ યુઝર ટેમ્પલેટને બદલી શકે છે.


Google NewsGoogle News