Instagram પર રાત્રે 10 વાગ્યા બાદ આ યૂઝર્સને મળશે ખાસ મેસેજ, બાળકોની સેફ્ટી માટે છે ફીચર
નવી મુંબઇ,તા. 19 જાન્યુઆરી 2024, શુક્રવાર
આજકાલ ઇન્સ્ટાગ્રામની બોલબાલા છે, યુઝર્સ રિલ્સ બનાવીને અને વીડિયો અપલોડ કરીને અહીં સારી કમાણી કરી લેતાં હોય છે. આ સાથે લોકો ખાસ કરીને વાયરલ થવા માટે નવા નવા રિલ્સ બનાવતા રહે છે. ત્યારે ઇન્સ્ટાગ્રામ પર એવા પણ રિલ્સ જોવા મળી જાય છે બાળકો માટે સારા નથી. નાના બાળકોને સોશિયલ મીડિયા પ્લેટફાર્મ પર સેફ રાખવા માટે મેટા સતત કામ કરી રહી છે. ઘણા બાળકો રાત્રે મોડે સુધી મોબાઇલમાં રિલ્સ જોતા રહે છે. ત્યારે મેટાએ બાળકોની સલામતી માટે Instagram માં કેટલાક નવા ફીચર્સ ઉમેર્યા છે જેથી તેઓ એક્સપ્લોર અને રીલ્સ વગેરેમાં હાર્મફુલ કંટેટ ન જોઈ શકે. હવે કંપની ચાઈલ્ડ સેફ્ટી માટે પ્લેટફોર્મ પર વધુ એક ફીચર ઉમેરી રહી છે.
ટેકક્રંચના રિપોર્ટ અનુસાર, ઇન્સ્ટાગ્રામ બાળકો માટે નાઇટ ટાઇમ નજસ ફીચર એડ કરી રહ્યું છે. આ ફીચરનો હેતુ બાળકોને મોડી રાત્રે એપનો ઉપયોગ કરવાથી રોકવાનો છે. તમને સરળ શબ્દોમાં કહીએ તો, કંપની બાળકોને 10 વાગ્યા પછી પ્લેટફોર્મથી દૂર રહેવા માટે એક ખાસ મેસેજ બતાવશે.
કંપની એક પોપઅપ બતાવશે જેમાં ટાઈમ ફોર અ બ્રેક લખેલું હશે, તેની સાથે એ પણ લખવામાં આવશે કે બહુ મોડું થઈ ગયું છે, હવે તમે ઈન્સ્ટાગ્રામ બંધ કરી દો. જો તેઓ 10 મિનિટથી વધુ સમય માટે ઇન્સ્ટાગ્રામનો ઉપયોગ કરશે તો આ પ્રકારનો સંદેશ માત્ર ચાઇલ્ડ એકાઉન્ટ્સ અથવા નાના બાળકોના એકાઉન્ટ્સમાં 10 વાગ્યા પછી દેખાશે.
આ ફિચર ઓફ નહીં થાય
બાળકો આ પોપઅપ મેસેજને બંધ કરી શકતા નથી, જેનો અર્થ છે કે આ એક ઓપ્ટ ઈન કે આઉટ ફીચર નથી. કંપની તમને આ મેસેજ કંપની આપોઆપ બતાવશે જેને યુઝર્સ ફક્ત ક્લોઝ કરી શકે છે.
ઈન્સ્ટાગ્રામ પાસે પહેલાથી જ યુઝર સેફ્ટી માટે ઘણા ફીચર્સ છે. કંપનીએ સ્ક્રીન ટાઈમ ઘટાડવા માટે એપમાં ટેક અ બ્રેક, ક્વાઈટ મોડ જેવા ફીચર્સ આપ્યા છે. તેમને ચાલુ કરીને તમે તમારો સ્ક્રીન સમય ઘટાડી શકો છો.