Get The App

ઇન્સ્ટાગ્રામ પર હવે ડાયરેક્ટ મેસેજમાં પણ શેર કરી શકાશે મ્યુઝિક, જાણો કેવી રીતે

Updated: Feb 20th, 2025


Google NewsGoogle News
ઇન્સ્ટાગ્રામ પર હવે ડાયરેક્ટ મેસેજમાં પણ શેર કરી શકાશે મ્યુઝિક, જાણો કેવી રીતે 1 - image


Music Share Feature in Instagram DM: ઇન્સ્ટાગ્રામ હવે તેની મેસેજિંગ સર્વિસમાં નવા ફીચર્સ એડ કરી રહ્યું છે. એપલની આઇમેસેજ અને અન્ય થર્ડ-પાર્ટી મેસેજિંગ એપ્સની હરોળમાં આવવા માટે ઇન્સ્ટાગ્રામ દ્વારા તેના ડાયરેક્ટ મેસેજમાં નવા ફીચરનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ફીચર છે મ્યુઝિક શેરિંગનો. ઇન્સ્ટાગ્રામની મેસેજ સર્વિસમાં આ પહેલાં શક્ય નહોતું, પરંતુ હવે એ આપવામાં આવ્યું છે.

ઇન્સ્ટાગ્રામ પર હવે ડાયરેક્ટ મેસેજમાં પણ શેર કરી શકાશે મ્યુઝિક, જાણો કેવી રીતે 2 - image

થોડી મર્યાદા સાથે લોન્ચ કર્યુ ફીચર

ઇન્સ્ટાગ્રામ દ્વારા આ ફીચરને લોન્ચ કરતાની સાથે જ એની કેટલીક મર્યાદા પર રાખવામાં આવી છે. આ માટે કોઈ પણ ગીત ઇન્સ્ટાગ્રામ પર ઉપલબ્ધ હોવું જરૂરી છે અને એ 30 સેકન્ડ પૂરતું જ લિમિટેડ છે. આ પ્રતિબંધને કારણે ઇન્સ્ટાગ્રામની ઓડિયો લાઇબ્રેરીમાં જેટલા સોન્ગ હશે એ જ શેર કરી શકાશે. આ ગીત વધુમાં વધુ 30 સેકન્ડ પૂરતું હોઈ શકે છે અને એને કોઈ પણ વ્યક્તિ અને ગ્રુપ બન્નેમાં શેર કરી શકાય છે. આ માટે સ્ટિકર સેન્ડ કરવામાં આવે છે એ ટેબ પર ક્લિક કરવાનું રહેશે અને ત્યાર બાદ મ્યુઝિક પર ક્લિક કરી સોન્ગ સેન્ડ કરી શકાશે.

ઇન્સ્ટાગ્રામ પર હવે ડાયરેક્ટ મેસેજમાં પણ શેર કરી શકાશે મ્યુઝિક, જાણો કેવી રીતે 3 - image

અન્ય ફીચર્સ

ઇન્સ્ટાગ્રામ દ્વારા મ્યુઝિક શેરિંગની સાથે ટ્રાન્સલેશન ટૂલ અને મેસેજ પિનિંગ ફીચર્સ પણ લોન્ચ કરવામાં આવ્યાં છે. ઇન્સ્ટાગ્રામ પર હવે 99 ભાષામાં ભાષાંતર કરી શકાશે. આ માટે કોઈ પણ ભાષામાં મેસેજ આવ્યો હોય તો એના પર ટેપ કરવું અને ટ્રાન્સલેટ વિકલ્પને સિલેક્ટ કરવું. ત્યાર બાદ ઓરિજિનલ મેસેજની સાથે ભાષાંતર થયેલા શબ્દ પણ યુઝર્સને જોવા મળશે. આ સાથે જ કોઇ પણ મેસેજમાં ફોટો અથવા તો રીલ્સ અથવા તો મેસેજને પિન કરવા માટે એટલે કે એને સૌથી ઉપર રાખવા માટેનું પણ ઓપ્શન આપવામાં આવ્યું છે. આ માટે જે-તે મેસેજને ટેપ કરી એના પર પિન ઓપ્શનને પસંદ કરવાથી એ થઈ જશે. આ જ રીતે ડાયરેક્ટ મેસેજમાં પણ ફેવરિટ ચેટને પિન કરી શકાય છે.

આ પણ વાંચો: ગૂગલ પ્લે સ્ટોર પર સરકારે બેન કરી 119 મોબાઇલ એપ્લિકેશન, મોટાભાગની ચાઇનીઝ એપ્સ… જાણો કેમ

મેસેજ શેડ્યૂલ ઓપ્શન

ઇન્સ્ટાગ્રામ દ્વારા મેસેજ શેડ્યૂલ ઓપ્શન પણ આપવામાં આવ્યું છે. આ માટે જે-તે વ્યક્તિને મેસેજ મોકલવાનો હોય એની ચેટ ઓપન કરવી. ત્યાર બાદ મેસેજ ટાઇપ કરવું. આ મેસેજ ટાઇપ કર્યા બાદ સેન્ડનું બટન છે એ દબાવી રાખવું. આ બટન દબાવી રાખતાં શેડ્યૂલ મેસેજનું ઓપ્શન આવશે અને ત્યાર બાદ સમય અને તારીખ નક્કી કરી દેવી. આ માટે યુઝર 29 દિવસ એડ્વાન્સમાં મેસેજ શેડ્યૂલ કરી શકે છે. આ સાથે જ કોઈ પણ વ્યક્તિ હવે ગ્રુપ ચેટમાં કોઈને ઇનવાઇટ મોકલવા માટે QR કોડનો ઉપયોગ કરી શકે છે. એ કોડને સ્કેન કરતાં જ જે-તે વ્યક્તિ ગ્રુપમાં આવી જશે.


Google NewsGoogle News