Get The App

ઇન્સ્ટાગ્રામની સ્ટોરી પર હવે કરી શકાશે કમેન્ટ, જુઓ કેવી રીતે કામ કરે છે આ ફીચર

Updated: Sep 4th, 2024


Google NewsGoogle News
ઇન્સ્ટાગ્રામની સ્ટોરી પર હવે કરી શકાશે કમેન્ટ, જુઓ કેવી રીતે કામ કરે છે આ ફીચર 1 - image

Instagram Story Comment: ઇન્સ્ટાગ્રામ દ્વારા હાલમાં જ એક નવું ફીચર શરૂ કરવામાં આવ્યું છે. આ ફીચરની મદદથી ઇન્સ્ટાગ્રામની સ્ટોરી પર પણ હવે કમેન્ટ કરી શકાશે. અત્યાર સુધી પોસ્ટ અને રીલ્સ પર કમેન્ટ કરી શકાતી હતી, પરંતુ હવે સ્ટોરીમાં પણ આ ફીચર આવી ગયું છે. જોકે એનો ઉપયોગ દરેક વ્યક્તિ માટે નથી.

આ ફીચર પહેલાં ઇન્સ્ટાગ્રામની સ્ટોરી પર લાઇક અને રીએક્શન આપી શકાતા હતા. તેમ જ ડાયરેક્ટ મેસેજ કરી શકાતો હતો. જોકે હવે એના પર કમેન્ટ પણ કરી શકાશે. માર્ક ઝકરબર્ગ દ્વારા એની જાહેરાત તેના ઇન્સ્ટાગ્રામના પેજ પર કરવામાં આવી છે.

ડાયરેક્ટ મેસેજ ફક્ત મેસેજ કરનાર અને જે વ્યક્તિને કર્યો હોય એ વચ્ચે જ થતાં હતાં. જોકે હવે સ્ટોરીમાં કમેન્ટ કરવામાં આવતી હોવાથી લોકો એકમેક સાથે વધુ કનેક્ટ થઈ શકે છે. ઇન્સ્ટાગ્રામ યુઝરને વધુ એન્ગેજ રાખવા માટે ઇન્સ્ટાગ્રામ દ્વારા આ ફીચર કાઢવામાં આવ્યું છે.

આ પણ વાંચો: અમેરિકાની યુનિવર્સિટીએ મશરૂમની મદદથી રોબોટને કર્યોં કન્ટ્રોલ

ઇન્સ્ટાગ્રામની સ્ટોરી પર હવે કરી શકાશે કમેન્ટ, જુઓ કેવી રીતે કામ કરે છે આ ફીચર 2 - image

જોકે આ ફીચરનો ઉપયોગ દરેક વ્યક્તિ સાથે થઈ શકશે એવું નથી. આ ફીચરનો ઉપયોગ કરવા માટે બન્ને વ્યક્તિ એકમેકને ફોલો કરતાં હોવા જરૂરી છે. જોકે આ સેટિંગ્સ ડિફોલ્ટ છે. યુઝર સેટિંગ્સમાં જઈને કમેન્ટ સેક્શનમાં જઈને સ્ટોરી કમેન્ટમાં એવરીવન કરી શકે છે. આ એવરીવનની પણ મર્યાદા છે. આ ઓપ્શનમાં કમેન્ટ કરનાર વ્યક્તિ યુઝરને ફોલો કરતો હોવો જરૂરી છે. યુઝર એ વ્યક્તિને ફોલો નહીં કરતો હોય તો ચાલી જશે.

તેમ જ આ કમેન્ટ્સ પણ ફક્ત ફોલોઅર્સ જ જોઈ શકશે. ફોલો નહીં કરનારને એક પણ કમેન્ટ જોવા નહીં મળે. કમેન્ટ્સ દ્વારા કરવામાં આવેલી વાતચિત ઇન્સ્ટાગ્રામની સ્ટોરી જ્યાં સુધી હશે ત્યાં સુધી જ રહેશે એટલે કે ફક્ત 24 કલાક માટે રહેશે. યુઝરની ઇચ્છા હોય તો તે આ ફીચરને બંધ પણ કરી શકે છે જેથી એક પણ વ્યક્તિ કમેન્ટ નહીં કરી શકે.


Google NewsGoogle News