Get The App

ઇન્સ્ટાગ્રામ ખૂબ જલદી યુઝર્સને આપશે નવો પાવર: પોસ્ટ પરની કમેન્ટ્સને હવે ડિસલાઇક કરી શકાશે

Updated: Feb 15th, 2025


Google NewsGoogle News
ઇન્સ્ટાગ્રામ ખૂબ જલદી યુઝર્સને આપશે નવો પાવર: પોસ્ટ પરની કમેન્ટ્સને હવે ડિસલાઇક કરી શકાશે 1 - image


Instagram Dislike Button: ઇન્સ્ટાગ્રામ ખૂબ જલ્દી તેના યુઝર્સને એક નવો પાવર આપવા જઈ રહ્યું છે. આ પાવર છે ડિસલાઇકનો. ઇન્સ્ટાગ્રામ હાલમાં આ ફીચર પર કામ કરી રહ્યું છે. તેઓ ખૂબ જલદી રીલ્સ અને પોસ્ટ પરની કમેન્ટ્સને ડિસલાઇક કરવા માટેનું બટન આપી રહ્યા છે.

ડિસલાઇકના આધારે દેખાશે કમેન્ટ

કોઈ પણ પોસ્ટ પર અથવા તો રીલ્સ પર કરવામાં આવતી કમેન્ટ્સ યુઝર્સને પસંદ આવી છે કે નહીં તે માટે ડિસલાઇક બટન આપવામાં આવી રહ્યું છે. ઇન્સ્ટાગ્રામના હેડ એડમ મોસેરી દ્વારા થ્રેડ્સ પર આ વિશે જાહેરાત કરવામાં આવી છે. કમેન્ટને કોઈ પણ વ્યક્તિ ડિસલાઇક કરે તે વિશે તે વ્યક્તિને જાણ કરવામાં નહીં આવે કે તેની કમેન્ટને ડિસલાઇક કરવામાં આવી છે. તેમ જ કમેન્ટ પર કેટલી ડિસલાઇક આવી છે તે આંકડો પણ દેખાડવામાં નહીં આવે. આ વિશે વધુ જણાવતાં એડમે કહ્યું કે ‘અમે આ ડિસલાઇકના આધારે કમેન્ટને એ સેક્શનમાં કેટલી નીચે દેખાડવી તે નક્કી કરીશું. જેટલી વધુ ડિસલાઇક, એટલી કમેન્ટ વધુ નીચે દેખાશે.’

ઇન્સ્ટાગ્રામ ખૂબ જલદી યુઝર્સને આપશે નવો પાવર: પોસ્ટ પરની કમેન્ટ્સને હવે ડિસલાઇક કરી શકાશે 2 - image

કમેન્ટ ક્વોલિટી સુધારવા માટેનું ફીચર

મેટા કંપની હવે સોશિયલ મીડિયા પર કમેન્ટ્સ સેક્શનને વધુ સારું બનાવવા માટેના પ્રયત્નો હાથ ધરવા જઈ રહી છે. ઘણી વાર કમેન્ટ્સમાં કચરો હોય છે અને એના કારણે યુઝર્સ ઘણી વાર સ્ટ્રેસમાં આવી જાય છે. આથી યુઝરનો ઇન્સ્ટાગ્રામ એક્સપિરિયન્સ વધુ સારો રહે અને ઓનલાઇન તેમની હેરાનગતિ ન થાય તે માટે આ ડિસલાઇક બટન લોન્ચ કરવામાં આવી રહ્યું છે. રેડિટ પર ઘણાં સમયથી ડાઉનવોટ મેકેનિઝમ છે એ જ રીતે ઇન્સ્ટાગ્રામનું પણ ડિસલાઇક બટન કામ કરશે. જેટલી વધુ ડિસલાઇક, એટલી કમેન્ટ વધુ નીચે જશે.

આ પણ વાંચો: પૃથ્વી પર પગ મૂકતાં જ સુનિતા વિલિયમ્સ સામે હશે અનેક પડકાર, સાથીએ કહ્યું- એક પેન્સિલ ઊંચકવી પણ અઘરી

યુઝર્સમાં આ બટનને લઈને ચિંતા

ઘણા યુઝર્સનું કહેવું છે કે ડિસલાઇક બટનને કારણે લોકોને ઓનલાઇન વધુ હેરાન કરવામાં આવી શકે છે. તેમની કમેન્ટ ડિસલાઇક થવાથી તેમનામાં નેગેટિવિટી આવી શકે છે અને તેમની મેન્ટલ હેલ્થ પર પણ અસર થઈ શકે છે. ખાસ કરીને આ વસ્તુ ટીનએજર્સ અને યુવાનોમાં જોવા મળી શકે છે. જોકે કંપની દ્વારા આ વિશે કહેવામાં આવ્યું છે કે તેઓ આ બટનનો ઉપયોગ એ રીતે કરી રહ્યા છે કે યુઝરને પ્રાઇવેટ રીતે કમેન્ટની ડિસલાઇક જણાવી શકાય. તેઓ કોઈ આંકડો કે બીજું કંઈ નથી દેખાડી રહ્યા. તેમ જ જેણે કમેન્ટ કરી હશે તેને પણ તે વિશે નોટિફિકેશન મોકલવામાં નહીં આવે. કન્ટેન્ટ ક્રિએટર્સ તેમની કમેન્ટને વધુ સારી રીતે મેનેજ કરી શકે અને જે પણ કચરો કમેન્ટ હશે તેને વધુ સારી રીતે મેનેજ કરી શકશે.


Google NewsGoogle News