Get The App

ઇન્સ્ટાગ્રામ દ્વારા ટીન એકાઉન્ટ્સમાં સિક્યોરિટી વધારવામાં આવી, ફેસબુક અને મેસેન્જરમાં પણ સુધારો થશે

Updated: Apr 12th, 2025

GS TEAM


Google News
Google News
ઇન્સ્ટાગ્રામ દ્વારા ટીન એકાઉન્ટ્સમાં સિક્યોરિટી વધારવામાં આવી, ફેસબુક અને મેસેન્જરમાં પણ સુધારો થશે 1 - image


Instagram Increase Security in Teen Account: ઇન્સ્ટાગ્રામ દ્વારા ગયા વર્ષે ટીન એકાઉન્ટ્સ લોન્ચ કરવામાં આવ્યા હતા, અને હવે તેના સિક્યોરિટી ફીચર્સમાં વધારો કરવામાં આવ્યો છે. ભારતમાં હવે ટીનેજર માટે સિક્યોરિટી વધારવા માટેની પહેલ શરૂ થઈ છે. આ માટે ઇન્સ્ટાગ્રામ દ્વારા કેટલાક કડક પગલાં લેવામાં આવ્યા છે. ટીન એકાઉન્ટ્સ 2024ની સપ્ટેમ્બરમાં લોન્ચ કરવામાં આવ્યા હતા. હાલમાં ઇન્સ્ટાગ્રામ પર દુનિયાભરમાં 54 મિલિયન ટીન એકાઉન્ટ્સ છે.

ફેસબુક અને મેસેન્જરમાં પણ આવશે આ ફીચર

ટીન એકાઉન્ટ્સ ફીચર હવે બહુ જલદી ફેસબુક અને મેસેન્જરમાં પણ ઉમેરવામાં આવશે. આ વર્ષના અંત સુધીમાં આ ફીચર્સ ઉપલબ્ધ થઈ જશે તેવી શક્યતા છે. ઇન્સ્ટાગ્રામની પબ્લિક પોલિસીની ગ્લોબલ ડિરેક્ટર તારા હોપ્કિન્સ કહે છે, "યુવાનોની સુરક્ષા ખૂબ જ જરૂરી છે. ઘણા યુવાનોને આ ઉંમરે શું સારું છે અને શું ખરાબ છે એની માહિતી ન હોવાની સાથે તેમને ઓનલાઈન સારો અનુભવ મળે એ માટે ઇન્સ્ટાગ્રામ દ્વારા વિવિધ પગલાં લેવામાં આવ્યા છે." દુનિયાભરમાં ટીન એકાઉન્ટ્સના 97 ટકા યુઝર્સ 13-15 વર્ષના છે.

ઇન્સ્ટાગ્રામ દ્વારા ટીન એકાઉન્ટ્સમાં સિક્યોરિટી વધારવામાં આવી, ફેસબુક અને મેસેન્જરમાં પણ સુધારો થશે 2 - image

ભારતના યુઝર્સ માટે સેફ્ટી વધારવામાં

આવશે ભારતમાં ઇન્સ્ટાગ્રામ દ્વારા ટીન એકાઉન્ટ્સ શરૂ કરવામાં આવ્યા છે, જેમાં ડિફોલ્ટ સેફ્ટી ફીચર્સ આપવામાં આવ્યા છે. ટીન એકાઉન્ટ્સમાં પ્રાઇવેટ એકાઉન્ટ સેટિંગ્સ તેમજ કેટલાક રિસ્ટ્રિક્શન ઉપલબ્ધ છે. હવે લાઈવ થવા માટે મમ્મી-પપ્પાની પરવાનગી લેવી પડશે. કોઈ ફિલ્ટર વાલી દ્વારા લગાવ્યું હોય તો તેને હટાવવા માટે પણ પરવાનગી જરૂરી રહેશે.

આ પણ વાંચો: અંતરીક્ષમાં જશે સિંગર કેટી પેરી, અંતરીક્ષ યાનમાં હશે માત્ર મહિલાઓ: જાણો શું છે મિશન NS-31

કોઈ પણ ટીન એકાઉન્ટ્સને કોઈ અજાણ્યો વ્યક્તિ ડાયરેક્ટ મેસેજ નહીં કરી શકે. જો ડાયરેક્ટ મેસેજ કરવામાં આવે તો ચોક્કસ પ્રકારના ફોટા મોકલવા પર રોક લાગશે. આ માટે ઇન્સ્ટાગ્રામ દ્વારા ડાયરેક્ટ મેસેજમાં ફિલ્ટર લગાવવામાં આવ્યા છે, જેથી બાળકો અનચાહેલા કન્ટેન્ટથી સુરક્ષિત રહે.

આ ઉપરાંત ઇન્સ્ટાગ્રામમાં રિયલ-ટાઈમ એલર્ટની સુવિધા પણ શામેલ કરવામાં આવશે, જેથી કોઈ શંકાસ્પદ વ્યક્તિ દ્વારા સંભાર કરાય તો યુઝરને તરત જાણ કરવામાં આવશે.

ઇન્સ્ટાગ્રામ દ્વારા ટીન એકાઉન્ટ્સમાં સિક્યોરિટી વધારવામાં આવી, ફેસબુક અને મેસેન્જરમાં પણ સુધારો થશે 3 - image

પેરન્ટ્સ માટે નવા ટૂલ્સ

ઇન્સ્ટાગ્રામ દ્વારા યુવા બાળકોની સુરક્ષાની સાથે પેરન્ટ્સ માટે ટૂલ લોન્ચ કરવામાં આવી રહ્યા છે, જેનાથી પેરન્ટ્સ તેમના બાળકો પર વધુ સારી રીતે દેખરેખ રાખી શકશે. તેઓ શું જોઈ રહ્યા છે અને કોની સાથે સંપર્કમાં છે એની સંપૂર્ણ માહિતી પેરન્ટ્સ માટે ઉપલબ્ધ થશે.

Tags :