Get The App

ભારતમાં આખરે ઇન્સ્ટાગ્રામે શરુ કર્યું ‘ટીન એકાઉન્ટ્સ’: ઘણાં સમયથી રાહ જોવાઈ રહેલા આ ફીચર્સમાં શું છે જાણો…

Updated: Feb 11th, 2025


Google NewsGoogle News
ભારતમાં આખરે ઇન્સ્ટાગ્રામે શરુ કર્યું ‘ટીન એકાઉન્ટ્સ’: ઘણાં સમયથી રાહ જોવાઈ રહેલા આ ફીચર્સમાં શું છે જાણો… 1 - image


Instagram Teen Account: ઇન્સ્ટાગ્રામ દ્વારા ઘણાં સમયથી રાહ જોવાઈ રહેલા ફીચર્સને ભારતમાં પણ હવે લોન્ચ કરવામાં આવ્યું છે. આ ફીચર છે ‘ટીન એકાઉન્ટ્સ’. 13થી લઈને 17 વર્ષની ઉંમરના બાળકો પણ હવે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી શકશે. આ ફીચર્સમાં તેમના માટે કેટલીક સિક્યોરિટીનો વધુ સમાવેશ કરવામાં આવ્યો છે.

શું છે ટીન એકાઉન્ટ્સ?

ઇન્સ્ટાગ્રામ પહેલાં 13 વર્ષની ઉંમરથી લઈને ગમે એટલી ઉંમરની વ્યક્તિ ઉપયોગ કરી શકતી હતી. જોકે બાળકો સાથે સોશિયલ મીડિયા પર જે સ્કેમ થઈ રહ્યા છે અને ઓનલાઇન તેમની જે સતામણી થઈ રહી છે એને લઈને ઇન્સ્ટાગ્રામ પર તવાઈ આવી હતી. આથી ઇન્સ્ટાગ્રામ દ્વારા વધુ સિક્યોરિટીને ધ્યાનમાં રાખીને નવું ફીચર લોન્ચ કરવામાં આવ્યું હતું જે છે ટીન એકાઉન્ટ્સ. આ એકાઉન્ટ્સ ખાસ કરીને ટીનેજર માટે છે.

દુનિયાભરમાં કરવામાં આવ્યું લોન્ચ

આ ફીચરની શરુઆત સૌથી પહેલાં અમેરિકામાં થઈ હતી. આ ફીચરને 2024ની સપ્ટેમ્બરમાં લોન્ચ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તેને અમેરિકાની સાથે યુનાઇટેડ કિંગડમ અને ઓસ્ટ્રેલિયા અને કેનેડામાં શરુ કરવામાં આવ્યું હતું. જોકે યુરોપ બાદ હવે એની શરુઆત ભારતમાં પણ થઈ ગઈ છે. નવું એકાઉન્ટ બનાવશે એનો સમાવેશ પણ ટીનેજર એકાઉન્ટમાં થશે અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી જે જૂના એકાઉન્ટ્સ છે એને પણ ટીન એકાઉન્ટ્સમાં રૂપાંતર કરવામાં આવશે.

ભારતમાં આખરે ઇન્સ્ટાગ્રામે શરુ કર્યું ‘ટીન એકાઉન્ટ્સ’: ઘણાં સમયથી રાહ જોવાઈ રહેલા આ ફીચર્સમાં શું છે જાણો… 2 - image

પ્રાઇવસીમાં ખૂબ જ વધારો

ઇન્સ્ટાગ્રામ દ્વારા પ્રાઇવસી સેટિંગ્સમાં ખૂબ જ બદલાવ કરવામાં આવ્યો છે. આ તમામ એકાઉન્ટ્સ પ્રાઇવેટ રહેશે. તેમ જ તેમને કેવા પ્રકારનું કન્ટેન્ટ દેખાશે અને તેમનો કોન્ટેક્ટ કોણ કરી શકશે દરેક બાબતોને લઈને ખૂબ જ ધ્યાન રાખવામાં આવ્યું છે. આ સેટિંગ્સને દૂર કરવું હોય તો 16 અને 17 વર્ષના બાળકો એમાંથી બહાર નીકળી શકે છે. જો કે એનાથી નાની ઉંમરના બાળકોને કોઈ બદલાવ કરવો હોય તો એ માટે પેરેન્ટ્સની પરવાનગી જોઈશે. આ ટીન એકાઉન્ટ્સને પેરેન્ટ્સ સુપરવાઇઝ કરતાં રહેશે.

અન્ય ફીચર્સ

ટીન એકાઉન્ટ્સમાં યુઝર જેને એક્સેપ્ટ કરશે એ જ વ્યક્તિ ફોલો કરી શકશે. આ સાથે જ તેમને મેસેજ કરવો અથવા તો મેન્શન કરવા માટે પણ એકમેકને ફોલો કરતાં હોવા જરૂરી છે. જો ફોલો નહીં કરતાં હોય તો એમાંની કોઈ પણ વસ્તુ નહીં થઈ શકે. એટલું જ નહીં તેમની પોસ્ટને જોઈ પણ નહીં શકે અને કમેન્ટ પણ નહીં કરી શકે. આ એકાઉન્ટ્સમાં કેટલાક શબ્દોનો ઉપયોગ કરવા પર પણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. આથી બાળકોને કોઈ પણ મેસેજ નહીં મોકલી શકાય અને તેઓ પોતે પણ કોઈને આ પ્રકારના મેસેજ નહીં મોકલી શકે.

આ પણ વાંચો: ટિક-ટોક ખરીદવામાં રસ નથી ઇલોન મસ્કને, કહ્યું 'મોટાભાગે હું ઝીરોથી કંપની શરુ કરવાનું પસંદ કરું છું'

સ્લીપ મોડ

ઇન્સ્ટાગ્રામ દ્વારા સ્લીપ મોડ શરુ કરવામાં આવ્યો છે. આ ફીચરની મદદથી રાતે દસ વાગ્યેથી લઈને સવારે સાત વાગ્યા સુધી યુઝરને એક પણ મેસેજ અને નોટિફિકેશન નહીં આવે. આ સાથે જો મેસેજ આવ્યા હશે તો ઓટો-રિપ્લાઇ તેમને આપી દેવામાં આવશે. આ એકાઉન્ટના કોઈ પણ સેટિંગ્સને બદલવા માટે યુઝરને પેરેન્ટ્સના અપ્રૂવલની જરૂર પડશે. તેઓ ટીનેજરની વિનંતીને સ્વીકારી કે અસ્વીકારી શકે છે. તેમ જ પોતે પણ તેમને સેટિંગ્સ કરી આપી શકે છે.


Google NewsGoogle News