ઈન્સ્ટાગ્રામ થયું ડાઉન, દુનિયાભરના અનેક યૂઝર્સને મેસેજ-રીલ્સમાં આવી રહી છે મુશ્કેલીઓ
Instagram Down: વિશ્વભરના કેટલાય યૂઝર્સના Instagram ડાઉન થયા છે. ઘણા લોકો સતત આ અંગે ફરિયાદ કરી રહ્યા છે. Downdetector મુજબ Instagram પર સાંજે 7:30 વાગ્યા પછીથી આ સમસ્યા આવી રહી છે.
યુઝર્સને ઇન્સ્ટાગ્રામના મેસેજ અને રીલ્સમાં મુશ્કેલી
અડધો કલાક ડાઉન રહ્યા બાદ હવે ઇન્સ્ટાગ્રામ સેવાઓ ધીમે ધીમે પાછી બરોબર થઈ રહી છે. ઇન્સ્ટાગ્રામમાં લોકોને વિવિધ પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. કેટલીકવાર યુઝર્સને ઇન્સ્ટાગ્રામના મેસેજ અને રીલ્સ એક્સેસ કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
આ પણ વાંચો : 1500 વર્ષ જૂની માયા સભ્યતાનું શહેર મળી આવ્યું, 6 હજાર ઘર અને મંદિરો પણ મળ્યા
કંપની તરફથી કોઈ નિવેદન નથી આવ્યું
લોકો હજુ પણ Downdetector પર Instagram ડાઉન હોવાની ફરિયાદ કરી રહ્યા છે. જોકે આ અંગે હજુ સુધી કંપની તરફથી કોઈ નિવેદન આવ્યું નથી. કારણ કે કેટલાક યુઝર્સ Meta ની અન્ય સેવાઓ પણ ડાઉન હોવાની ફરિયાદ કરી રહ્યા છે.
અત્યાર સુધી હજારો લોકોએ Downdetector પર Instagram Outage રિપોર્ટ કરી ચૂક્યા છે. X પર મીમ્સનું પૂર આવ્યું છે અને લોકો માર્ક ઝકરબર્ગ અને મેટા વિશે વિવિધ પ્રકારના મીમ્સ શેર કરી રહ્યા છે.
આ પણ વાંચો : 71.6 કરોડ ડૉલરની ડીલ પછીયે જેટ એન્જિન સપ્લાય કરવામાં ધાંધિયા! કેન્દ્ર સરકાર ભડકી
ઈન્સ્ટાગ્રામ રીલ્સ ભારતમાં ખૂબ જ લોકપ્રિય છે
ઉલ્લેખનીય છે કે, ઈન્સ્ટાગ્રામ રીલ્સ ભારતમાં ખૂબ જ લોકપ્રિય છે,અને તેના કારણે આ એપ પણ ઘણી લોકપ્રિય બની છે. આ એપમાં કોઈ પણ પ્રકારની ક્ષતિ થાય કે કોઈ મુશ્કેલી જણાય તો લોકો તરત જ Downdetector પર તેની જાણ કરે છે.