Get The App

સ્નેપચેટનું ફીચર કોપી કરી રહ્યું છે ઇન્સ્ટાગ્રામ. જાણો કેવી રીતે ઉપયોગ કરી શકાશે…

Updated: Aug 11th, 2024


Google NewsGoogle News
સ્નેપચેટનું ફીચર કોપી કરી રહ્યું છે ઇન્સ્ટાગ્રામ. જાણો કેવી રીતે ઉપયોગ કરી શકાશે… 1 - image


Instagram Copy Feature From Snapchat: ઇન્સ્ટાગ્રામ હવે સ્નેપચેટનું નવું ફીચર કોપી કરવા જઈ રહ્યું છે. ઇન્સ્ટાગ્રામે હાલમાં જ તેની એપ્લિકેશનમાં નવા ફીચરનો સમાવેશ કર્યો છે. પહેલાં દસ ફોટો અપલોડ થતાં હતાં હવે એક જ પોસ્ટમાં 20 ફોટો અપલોડ કરી શકાય છે. જોકે આ સાથે જ ઇન્સ્ટાગ્રામ હવે એક નવા ફીચરને ટેસ્ટિંગ કરી રહ્યું છે જેનું નામ છે ફ્રેન્ડ મેપ.

શું છે ફ્રેન્ડ મેપ?

સ્નેપચેટમાં એક ફીચર છે જેનું નામ સ્નેપ મેપ છે. આ ફીચર 2017થી સ્નેપ ચેટમાં છે. આ ફીચરમાં યુઝર ફોટો અને વિડિયોને કઈ જગ્યાએ લેવામાં આવ્યો છે એ આધારે મેપ પર પોસ્ટ કરી શકે છે. આથી જે-તે જગ્યાએ પોસ્ટ કરનાર દરેક યુઝરના ફોટો અથવા તો વિડિયો એક સાથે જોઈ શકાશે. ઉદાહરણ તરીકે તાજમહલનો ફોટો શેર કર્યો હોય તો દરેક વ્યક્તિએ શેર કરેલાં તાજમહલના ફોટો એ લોકેશન પર જોઈ શકાશે.

સ્નેપચેટનું ફીચર કોપી કરી રહ્યું છે ઇન્સ્ટાગ્રામ. જાણો કેવી રીતે ઉપયોગ કરી શકાશે… 2 - image

શું અલગ હશે?

સ્નેપચેટમાં ફોટો અથવા તો વિડિયોને શેર કર્યા બાદ એને ફ્રેન્ડ અથવા તો પબ્લિક પણ રાખી શકાય છે. જોકે ઇન્સ્ટાગ્રામમાં આ ફીચર લિમિટેડ ઓપ્શન સાથે આવશે. એટલે કે એની રીચ ફક્ત ફ્રેન્ડ પૂરતી મર્યાદિત હશે. ઇન્સ્ટાગ્રામ આ ફિચરને ફ્રેન્ડ મેપ આપ્યું છે એટલે કે ફ્રેન્ડ લિસ્ટમાં જેટલા વ્યક્તિ હશે એ જ જોઈ શકશે.

અગાઉ પણ ઇન્સ્ટાગ્રામે આ ફીચરની કોશિશ કરી હતી

ઇન્સ્ટાગ્રામ દ્વારા આ ફોટો ફીચર 2012માં કાઢવામાં આવ્યું હતું. એ ફીચરમાં યુઝર તેમના ફોટોને એક સાથે લોકેશન પર આધારિત શેર કરી શકતો હતો. જોકે આ ફીચર પ્રાઇવેટ હતું એટલે કે એને ફ્રેન્ડ સાથે શેર નહોતું કરી શકાતું. આ ફીચરને લોકોએ ઉપયોગ ન કર્યું હોવાથી એને 2016માં બંધ કરી દેવામાં આવ્યું હતું.

ઇન્સ્ટાગ્રામે અગાઉ કોપી કરેલા ફીચર

ઇન્સ્ટાગ્રામે અગાઉ સ્નેપચેટ પરથી સ્ટોરી ફીચર કોપી કર્યું છે. રીલ્સ પણ ઇન્સ્ટાગ્રામે ટિકટોક પરથી કોપી કર્યું છે. ઇન્સ્ટાગ્રામની થ્રેડ્સ એપ્લિકેશન પણ થોડા સમય પહેલાં લોન્ચ કરવામાં આવી હતી. આ એપ્લિકેશનને અગાઉ ટ્વિટર તરીકે જાણીતી એક્સ પરથી કોપી કરવામાં આવી છે.


Google NewsGoogle News