ઇન્સ્ટાગ્રામ હવે રીસેટ કરી શકાય છે
- RLMxk yuÃk ykuÃkLk fhíkkt su ftE Ëu¾kÞ, yu çkÄwt ík{Lku çkku®høk ÷køkðk {ktzâwt Au?
સોશિયલ મીડિયામાં સતત રસ્સાખેંચની રમત ચાલતી હોય છે. આપણે અમુક-તમુક સોશિયલ
સાઇટ પર આપણને ગમતું કન્ટેન્ટ જોવા માગતા હોઈએ, તો એ સાઇટ પોતે તેની મરજી અનુસારનું કન્ટેન્ટ આપણને બતાવવા મથે. આમાં મજા એ કે
સાઇટ પોતે, પોતાની રીતે જે કંઈ બતાવે, એ બધું પાછું આપણને વધુ ગમશે એવું માનીને જ બતાવવામાં આવે.
ઇન્સ્ટાગ્રામ પર આવું વધુ પ્રમાણમાં થાય છે. પરંતુ હવે પોતાના ઇન્સ્ટાગ્રામ
એકાઉન્ટને રીસેટ કરી શકાય છે. આટલું વાંચીને તમારા મનમાં અનેક સવાલો ઊભા થઈ શકે
છે. એકાઉન્ટ રીસેટ કરવાનો અર્થ શો થયો? કઈ રીતે કરી શકાય? જો રીસેટ કરીએ તો, ઇન્સ્ટામાં દેખાતા કન્ટેન્ટ પર શી અસર થશે?
ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ રીસેટ કરવાનો અર્થ એ નથી કે આપણે પોતાના એકાઉન્ટને
ઇચ્છીએ ત્યારે કોરી પાટી જેવું કરી શકીશું. આપણું અને અન્ય લોકોનું કન્ટેન્ટ યથાવત
જ રહેશે. ફક્ત એકાઉન્ટ રીસેટ કરવાને કારણે ઇન્સ્ટાગ્રામની સિસ્ટમની આપણા વિશેની
બધી યાદો ભૂંસાઈ જશે. એ પછી સિસ્ટમ નવેસરથી આપણી પસંદ-નાપસંદ જાણવાની શરૂઆત કરશે.
જો તમે એક યૂઝર તરીકે તમારી ઇન્સ્ટાગ્રામ એક્ટિવિટી પર વધુ કંટ્રોલ ઇચ્છતા હો, આ આખી વાતને થોડી બારીક રીતે સમજવા જેવી છે.
yk Lkðk
Ve[hLkku ÷k¼ ÷uðk{kt VkÞËku fu LkwõMkkLk?
ઇન્સ્ટાગ્રામનો તમે લાંબા સમયથી ઉપયોગ કરતા હો તો એવું બની શકે કે તેના
એક્સપ્લોર, રીલ્સ અને ફીડ સેકશનમાં જે
કંઈ જોવા મળે તેનાથી તમને સંતોષ ન હોય. આમ તો અહીં જે કંઈ જોવા મળે તે બધું જ
ઇન્સ્ટાગ્રામ પરની આપણી એક્ટિવિટીના આધારે નક્કી થતું હોય છે.
અહીં આપણે સ્પષ્ટ રીતે જે એકાઉન્ટ્સને ફોલો કરતા હોઈએ તેમના કન્ટેન્ટ ઉપરાંત, જેમને ફોલો ન કરતા હોઈએ એવા એકાઉન્ટ્સનું કન્ટેન્ટ પણ મોટા પ્રમાણમાં જોવા મળે
છે. ઇન્સ્ટાગ્રામમાં આવા કન્ટેન્ટનું પ્રમાણ સતત વધી રહ્યું છે.
આ રીતે આપણને ફોલોઇંગ અને નોન-ફોલોઇંગ બંને પ્રકારના એકાઉન્ટ્સનું કન્ટેન્ટ
જોવા મળે તેના લાભ અને ગેરલાભ બંને છે.
લાભ એ કે આપણને જે પ્રકારનું કન્ટેન્ટ વધુ ગમતું હોય, જેની સાથે આપણે વધુ ઇન્ટરેક્ટ કરતા હોઇએ એ જ પ્રકારનું, વધુ ને વધુ કન્ટેન્ટ આપણને જોવા મળે. ગેરલાભ એ કે આ કારણે આપણને લગભગ એકસરખું
કન્ટેન્ટ જોવા મળે. ખાસ કંઈ નવું જોવા ન મળે!
આ વાત ધ્યાનમાં રાખીને ઇન્સ્ટાગ્રામ પર એપ તરફથી કરવામાં આવતાં રેકમેન્ડેશન્સ
એટલે કે નોન-ફોલોઇંગ એકાઉન્ટ્સમાંથી આપણને શું બતાવવાનું તે નક્કી કરતી બાબતો
રીસેટ કરવાની સગવડ મળી છે.
આ નવી સગવડનું ગયા વર્ષના અંત ભાગથી ટેસ્ટિંગ શરૂ થઈ ગયું હતું. હવે કદાચ તે
તમારી ઇન્સ્ટા એપ સુધી પણ પહોંચી ગઈ હશે.
જો આપણે તેનો લાભ લઈને ઇન્સ્ટાગ્રામમાં સજેસ્ટેડ કન્ટેન્ટને રીસેટ કરીએ, તો એક્સપ્લોર, રીલ્સ અને ફીડ સેક્શનમાં જે
કંઈ કન્ટેન્ટ બતાવવામાં આવે છે તેનું પર્સનલાઇઝેશન ભૂંસાઈ જાય છે. એ સાથે નવેસરથી
પર્સનલાઇઝેશન શરૂ થાય. રીસેટ કરતાં પહેલાં આપણે જે એકાઉન્ટને ફોલો કરતા હોઇએ તેનો
રિવ્યૂ કરવાની તક મળશે. તેમ જ જે એકાઉન્ટના કન્ટેન્ટમાં હવે આપણને રસ ન રહ્યો હોય
તેને અનફોલો કરી શકાશે.
આમ જુઓ તો આવું આપણે એકાઉન્ટના રેકમેન્ડેશન રીસેટ કર્યા વિના પણ કરી શકીએ છીએ.
પરંતુ તેનાથી ફક્ત કયા એકાઉન્ટ્સનું કન્ટેન્ટ આપણે વધુ જોવા માગીએ છીએ તે નક્કી
થશે. ઇન્સ્ટાગ્રામની સિસ્ટમ સામેથી આપણને જે કન્ટેન્ટ બતાવે છે તેમાં ફક્ત
ફોલો-અનફોલો કરવાથી કોઈ ફેર થશે નહીં.
એ માટે સજેસ્ટેડ કન્ટેન્ટ રીસેટ કરવાની જરૂર પડશે. એમ કરવાથી, એપની સિસ્ટમે આપણી અત્યાર સુધી લાઇક્સ,
કમેન્ટ્સ વગેરેનો જે
હિસાબ નોંધ્યો હોય તે ભૂંસાઈ જાય છે અને એ એક્ટિવિટીની નોંધ લેવાનું કામ એકડેએકથી
શરૂ છે. હા, આપણી પોતાની પોસ્ટ કે ફોલોઇંગ
એકાઉન્ટ્સ પર કોઈ અસર થશે નહીં.
આથી, જો તમને હાલમાં
ઇન્સ્ટાગ્રામમાં જે કંઈ દેખાતું હોય તે તમને બિલકુલ ગમતું ન હોય, તેનાથી હતાશા જાગતી હોય કે બધું બોરિંગ લાગતું હોય તો જ સજેસ્ટેડ કન્ટેન્ટ
રીસેટ કરવાનું છેલ્લું પગલું ભરવા જેવું છે.
એ પછી, તમે નવેસરથી વધુ કાળજી ને વધુ સમજપૂર્વક પોસ્ટ્સ સાથે ઇન્ટરેક્શન શરૂ કરશો તો એપની સિસ્ટમ નવેસરથી તમને સમજવા લાગશે અને તમને બહેતર કન્ટેન્ટ જોવા મળશે.
yLÞ fÞk
rðfÕÃkku Au?
ઇન્સ્ટાગ્રામમાં તમને અત્યારે જે જોવા મળતું હોય તેનાથી સાવ અસંતોષ ન હોય તો
સજેસ્ટેડ કન્ટેન્ટ તદ્દન રીસેટ કરવાને બદલે,
નીચેની કેટલીક રીતો
અજમાવી જુઓ. એ કારણે સિસ્ટમને તમને શું ગમે છે તે વધુ સારી રીતે સમજાશે અને એ
પ્રકારનું કન્ટેન્ટ વધુ જોવા મળશે.
ગમતા કન્ટેન્ટ સાથે ઇન્ટરેક્શન વધારો
ઇન્સ્ટાગ્રામ પર તમને જે પ્રકારનું કન્ટેન્ટ ગમતું હોય, તે ફક્ત જોવાને બદલે તેને લાઇક કરો કે તેના પર કંઈક કમેન્ટ કરો. સિસ્ટમ વધુ
ભારપૂર્વક એ પ્રકારનું કન્ટેન્ટ તમને ગમે છે એવું સમજશે.
કન્ટેન્ટમાં રસ છે કે નહીં તે સ્પષ્ટ કહો
આપણને ફીડ કે એક્સપ્લોર પેજમાં જે કન્ટેન્ટ જોવા મળે તેમાંથી જે પ્રકારનું
કન્ટેન્ટ વધુ પ્રમાણમાં જોવા માગતા હોઇએ તેને માટે એ કન્ટેન્ટમાં ત્રણ ડોટ પર
ક્લિક કરીને ઇન્ટરેસ્ટેડ કે નોટ ઇન્ટરેસ્ટેડ કહીી શકાય. નીચે આપેલ મેનેજ કન્ટેન્ટ પ્રેફરન્સિસમાં જઈને વધુ વિગતો તપાસી શકાશે.
ફેવરિટ લિસ્ટમાં એકાઉન્ટ્સ ઉમેરો
ઇન્સ્ટાગ્રામમાં ફોલોઇંગ ફીડમાં આપણે જેમને ફોલો કરતા હોઇએ તે એકાઉન્ટ્સનું
કન્ટેન્ટ ક્રોનોલોજીકલ સિકવન્સમાં જોવાની સગવડ છે મતલબ કે સૌથી તાજી પોસ્ટ સૌથી
પહેલાં જોવાં મળે. (એપના હોમ સ્ક્રીન પર ઇન્સ્ટાના લોગો પર ક્લિક કરી, ફોલોઇંગ પસંદ કરો). એ ઉપરાંત આપણે જે એકાઉન્ટનું
કન્ટેન્ટ વધુ જોવા માગતા હોઇએ તેમને માટે ફેવરિટ લિસ્ટ બનાવી શકીએ.
મનપસંદ ટોપિક્સ પસંદ કરો
તમને ખ્યાલ હોય તો થોડા અલગ પ્રકારના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પિન્ટરેસ્ટ પર
આપણને ગમતા ટોપિક્સ પસંદ કરવાની તક મળે છે. તેવી જ સગવડ હવે ઇન્સ્ટાગ્રામમાં આવી
રહી છે. શરૂઆતમાં યુએસ, યુકે, કેનેડા અને ઓસ્ટ્રેલિયાના યૂઝર્સ સ્પોર્ટ્સ, ફેશન, રેસિપી, ટ્રાવેલ વગેરે વિવિધ ટોપિક પસંદ કરી શકશે અને તેનું કન્ટેન્ટ વધુ પ્રમાણમાં
જોઈ શકશે.
આ બધી રીતોથી આપણે ઇન્સ્ટાગ્રામની સિસ્ટમને પોતાની પસંદ નાપસંદ જણાવી શકીએ છીએ - સજેશન્સ રીસેટ કરવાની જરૂર પડશે નહીં.
RLMxkøkúk{{kt
«{kuþLk Ãkh heMkuxLke fuðe yMkh Úkþu?
ઉપર જે વાતો કરી એ બધી ઇન્સ્ટાગ્રામના સરેરાશ યૂઝર્સને અસર કરે તેવી છે.
એકાઉન્ટ રીસેટ કરવાનો કંટ્રોલ મળતાં યૂઝર્સ તેમને સૂચવવામાં આવતા કન્ટેન્ટ પર
નવેસરથી કંટ્રોલ મેળવી શકે છે.
પરંતુ આ જ વાત ઇન્સ્ટાગ્રામનો પોતાની બ્રાન્ડ, પ્રોડક્ટ કે સર્વિસના પ્રમોશન માટે ઉપયોગ કરતા લોકોને અલગ અસર કરી શકે છે.
ઇન્સ્ટાગ્રામની સિસ્ટમ દરેક યૂઝરની વ્યક્તિગત પસંદ-નાપસંદ જાણીને તેને સૌથી
વધુ ગમી શકે તેવું કન્ટેન્ટ બતાવવાનો પ્રયાસ કરે છે. એ માટે જે એક્ટિવિટી ડેટાનો
ઉપયોગ થાય છે તેની જ મદદથી યૂઝરને જેમાં સૌથી વધુ રસ પડી શકે તેવું પ્રમોશનલ
કન્ટેન્ટ બતાવવામાં આવે છે. આ કારણે એડવર્ટાઇઝર્સ ખાસ્સી એવી ચોકસાઈ સાથે, એકદમ ફોકસ્ડ રીતે ચોક્કસ ઓડિયન્સને પોતાની જાહેરાતો બતાવી શકે છે.
હવે જો યૂઝર રેગ્યુલર કન્ટેન્ટ અને પ્રમોશનલ કન્ટેન્ટની ભલામણ કરતી સિસ્ટમ જ
રિસેટ કરી દે તો જાહેરાતો આપતી કંપનીઓની ગણતરીઓ ખોરવાઈ શકે છે. જે યૂઝર પોતાનાં
રેકમેન્ડેશન્સ રીસેટ કરે તેમને અગાઉ જોવા મળતી જાહેરાતો દેખાવાનું બંધ થઈ જાય છે.
એ જ રીતે તેઓ જે એકાઉન્ટને ફોલો કરતા હોય એ ઇન્ફલ્યુઅંસર્સ, ફ્રેન્ડ કે ફેમિલી મેમ્બર્સનું કન્ટેન્ટ વધુ પ્રમાણમાં જોવા મળવા લાગશે. આ
કારણે પ્રમોશનલ કન્ટેન્ટનું પ્રમાણ ઘટતાં એડવર્ટાઇઝર્સને જોઇતું ઇન્ટરેકશન મળવાની
શક્યતા ઘટી જાય છે.
એ પછી ઇન્સ્ટાગ્રામની સિસ્ટમ ફરીથી યૂઝરની એક્ટિવિટીને આધારે તેને ગમી શકે
તેવું કન્ટેન્ટ બતાવવાનું શરૂ કરે છે. એવે સમયે એ યૂઝરને તેની નવી પસંદ અનુસાર
પ્રમોશનલ કન્ટેન્ટ દેખાવાનું શરૂ થઈ શકે છે. આ કારણે અગાઉ જે કંપનીની જાહેરાતો
યૂઝરને જોવા મળતી હતી તે જાહેરાતોની, સજેસ્ટેડ કન્ટેન્ટ રીસેટ થયા પછી સાવ બાદબાકી થઈ જાય એવું બની
શકે.
જોકે એકાઉન્ટ રીસેટ કરવાની આ આડઅસર ઇન્સ્ટાગ્રામ કંપની પણ બરાબર જાણે છે.
કંપનીએ યૂઝરને બેટર એક્સ્પિરિયન્સ અને એડવર્ટાઇઝર્સને બેટર રિસ્પોન્સ આ બંને
વાતનું સંતુલન જાળવવાનું છે. એથી કંપની કંઈક વચલો રસ્તો ચોક્કસપણે કાઢશે!