Get The App

ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ હેક થઈ ગયું? તો ડર્યા વગર તુરંત આવી રીતે કરો ID રિકવર

Updated: Feb 10th, 2024


Google NewsGoogle News
ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ હેક થઈ ગયું? તો ડર્યા વગર તુરંત આવી રીતે કરો ID રિકવર 1 - image


Image Source: Freepik

અમદાવાદ, તા. 10 ફેબ્રુઆરી 2024 શનિવાર

કોવિડ મહામારી દરમિયાન ટિક ટોક જેવા ચાઈનીઝ શોર્ટ વીડિયો એપનો ખૂબ ટ્રેન્ડ હતો. આ એપ બેન થયા બાદ યુટ્યૂબ, ઈન્સ્ટાગ્રામ લોકોની વચ્ચે ખૂબ પોપ્યુલર થયુ. રીલ અને ફોટો શેરિંગ પ્લેટફોર્મ તરીકે ઈન્સ્ટાગ્રામની શરૂઆત થઈ. સોશિયલ મીડિયા હેકિંગની જેમ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પણ હેક થવા લાગ્યા છે. એક વખતે હેક થઈ ગયા બાદ આ એકાઉન્ટને રિકવર કરવુ મુશ્કેલ છે.

આ રીતે કરો હેક થયેલા ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટની ઓળખ

જો તમે તમારા ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કોઈ પોસ્ટ મેળવી શકી રહ્યા નથી તો શક્ય છે કે બગ હોય જેના કારણે આ મુશ્કેલી આવી રહી છે પરંતુ જો આ તકલીફ વારંવાર થવા લાગે તો એ શક્યતા છે કે કદાચ તમારુ એકાઉન્ટ હેક થઈ ચૂક્યુ છે. આ સિવાય જો તમારા એકાઉન્ટ પર કોઈ પ્રકારનો મેસેજ શેર થઈ રહ્યો જે વિશે તમને કોઈ પ્રકારની જાણકારી નથી તો તમે સમજી જાવ કે તમારુ એકાઉન્ટ હેક થઈ ચૂક્યુ છે.

ઈન્સ્ટાગ્રામ રિકવર કરવાની રીત

- જો તમારા એકાઉન્ટ પર કોઈ પ્રકારની કોઈ પ્રવૃતિઓ થઈ રહી છે તો ઈન્સ્ટાગ્રામ તમને તમારા મેલ આઈડી પર મેસેજ દ્વારા તમને એલર્ટ કરે છે જેથી તમે તેની પર ધ્યાન રાખી શકો.

- Instagram ને રિકવર કરવા માટે સૌથી પહેલા ઈન્સ્ટાગ્રામ લોગિન પેજ પર ક્લિક કરો. જે બાદ જો તમે એન્ડ્રોયડ ફોન યૂઝર છો તો Get Help 

- logging in ક્લિક કરો. આ સિવાય જો iPhone યૂઝર છો તો Forgot Password પર ટેપ કરો.

- જે બાદ ઈ-મેલ આઈડી અને નામ લખીને ઓપન કરો.

- હવે આગળ Can't Reset Your Passwordના ઓપ્શન પર ટેપ કરીને પાસવર્ડ રીસેટ કરો.

- પાસવર્ડ રીસેટ કર્યા બાદ કેપ્ચર કોડ નાખો અને પોતાની ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર ફીડ કરો.

- નંબર નાખ્યા બાદ નેક્સ્ટ બટન પર ક્લિક કરો. હવે મેસેજ કે ઈમેલ પર આવો લોગિન લિંક પર ક્લિક કરીને સિક્યોરિટી કોડ માટે રિક્વેસ્ટ સેન્ડ કરો.

- આવુ કરતા જ તમારી પાસે વેરિફિકેશન માટે ઈન્સ્ટાગ્રામની તરફથી ફોટો કે વીડિયોની ડિમાન્ડ કરી શકાય છે.

- આ પ્રોસેસને કર્યા બાદ તમારુ એકાઉન્ટ સંપૂર્ણ રીતે રિકવર થઈ જશે.


Google NewsGoogle News