Get The App

દેશને કાલે મળશે સૌથી અદ્યતન વિનાશક યુદ્ધ જહાજ, 90 ડિગ્રી પર ફરીને હુમલો કરનારી બ્રહ્મોસ મિસાઈલોથી સજ્જ હશે INS Imphal

આવતીકાલે ભારતીય નૌકાદળને એક યુદ્ધ જહાજ મળવા જઈ રહ્યું છે જે 90 ડિગ્રી સુધી ફરીને હુમલો કરનાર બ્રહ્મોસ મિસાઈલથી સજ્જ છે

ઇમ્ફાલ યુદ્ધ જહાજ અત્યાર સુધીનું સૌથી મોટું અને સૌથી અદ્યતન વિનાશક હોવાનું ગૌરવ ધરાવે છે

Updated: Dec 25th, 2023


Google NewsGoogle News
દેશને કાલે મળશે સૌથી અદ્યતન વિનાશક યુદ્ધ જહાજ, 90 ડિગ્રી પર ફરીને હુમલો કરનારી બ્રહ્મોસ મિસાઈલોથી સજ્જ હશે INS Imphal 1 - image


INS Imphal: રડાર-ડોજિંગ ગાઇડેડ મિસાઇલ ડિસ્ટ્રોયર INS ઇમ્ફાલ આવતીકાલે ભારતીય નૌકાદળમાં જોડાશે. તેને નેવીના વેસ્ટર્ન કમાન્ડમાં તૈનાત કરવામાં આવશે. ભારતમાં બનેલ આ યુદ્ધ જહાજ જમીનથી જમીન હુમલો કરવા ભારતીય મિસાઈલ સિસ્ટમ બ્રહ્મોસથી પણ સજ્જ છે. નૌકાદળના કાફલામાં તેના સમાવેશથી સમુદ્રમાં ભારતની તાકાતમાં વધારો થશે. આ હિંદ મહાસાગર ક્ષેત્રમાં ચીનની વધતી ગતિવિધિઓ સામે શક્તિશાળી સંરક્ષણ પૂરું પાડવામાં મદદ કરશે.

ઉત્તર-પૂર્વ ભારતના શહેરના નામ પરનું પહેલું યુદ્ધ જહાજ

INS ઈમ્ફાલ લાંબા અંતરની બ્રહ્મોસ મિસાઈલને ફાયર કરવામાં સક્ષમ છે. નેવીનું આ પહેલું યુદ્ધ જહાજ છે, જેનું નામ ઉત્તર-પૂર્વ ભારતના કોઈ શહેરના નામ પરથી રાખવામાં આવ્યું છે. 16 એપ્રિલ 2019 ના રોજ રાષ્ટ્રપતિ દ્વારા આ નામને મંજૂરી આપવામાં આવી હતી. આ યુદ્ધ જહાજના તમામ ટ્રાયલ પૂર્ણ થઈ ગયા છે અને તેને 26 ડિસેમ્બર 2023ના રોજ તેને નેવીમાં સામેલ કરવામાં આવશે. ક્રેસ્ટ ઓફ યાર્ડ (ઇમ્ફાલ) પ્રોજેક્ટ 15B ગાઇડેડ મિસાઇલ ડિસ્ટ્રોયર શ્રેણીનું ત્રીજું જહાજ છે. જેનું નિર્માણ મઝાગોન ડોક શિપબિલ્ડર્સ લિમિટેડ દ્વારા કરવામાં આવ્યું છે.

મુંબઈમાં નૌસૈનિક ડોકયાર્ડમાં કમિશન કરવામાં આવશે

INS ઇમ્ફાલને મુંબઈમાં નૌસૈનિક ડોકયાર્ડમાં કમિશન કરવામાં આવશે. આ દરમિયાન રક્ષામંત્રી રાજનાથસિંહ પણ હાજર રહેશે. આ જહાજને 20 ઓક્ટોબરના રોજ નૌકાદળને સોંપવામાં આવ્યું હતું. આ જહાજનો 75 ટકા ભાગ ભારતમાં નિર્મિત થયો છે. આ ઉપરાંત આમાં તૈનાત મિસાઈલો પણ ભારતમાં જ વિકસિત કરવામાં આવી છે. ગયા મહિને જ વિસ્તૃત રેન્જ સુપરસોનિક બ્રહ્મોસ મિસાઇલ પણ તેના દ્વારા સફળતાપૂર્વક છોડવામાં આવી હતી. ભારતમાં બનેલા આ યુદ્ધ જહાજમાં તેના કમિશનિંગ પહેલા જ આ પ્રકારનું પ્રથમ વખત પરીક્ષણ કરવામાં આવ્યું હતું.

આ યુદ્ધ જહાજમાં શું છે ખાસ?

- તેનું વજન 7,400 ટન છે અને કુલ લંબાઈ 164 મીટર છે

- INS ઇમ્ફાલને બંદર અને સમુદ્ર બંનેમાં વ્યાપક ટ્રાયલ પ્રોગ્રામ પૂર્ણ કર્યા પછી 20 ઓક્ટોબરે ભારતીય નૌકાદળને સોંપવામાં આવ્યું હતું

- ઇમ્ફાલ એક અત્યાધુનિક યુદ્ધ જહાજ છે, જેને ભારતીય નૌકાદળના યુદ્ધ જહાજ ડિઝાઇન બ્યુરો દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યું હતું

- યુદ્ધ જહાજના નિર્માણમાં 75 ટકા સ્વદેશી સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો છે

- 30 નોટથી વધુની ઝડપે સક્ષમ આ જહાજને અત્યાધુનિક શસ્ત્રોથી સજ્જ કરવામાં આવ્યું છે

- સબમરીન વિરોધી યુદ્ધ ક્ષમતાઓ સ્વદેશી રીતે વિકસિત રોકેટ લોન્ચર્સ, ટોર્પિડો લોન્ચર્સ અને ASW હેલિકોપ્ટર દ્વારા પૂરી પાડવામાં આવે છે.

- આ જહાજ પરમાણુ, જૈવિક અને રાસાયણિક (NBC) યુદ્ધ પરિસ્થિતિઓ હેઠળ કામ કરવા માટે સક્ષમ છે 

- Mazagon Dock Limited દ્વારા બનાવવામાં આવેલ આ સ્વદેશી યુદ્ધ જહાજમાં MSME અને DRDO સહિત જાહેર અને ખાનગી ક્ષેત્રો તરફથી નોંધપાત્ર યોગદાન છે


Google NewsGoogle News