ભારતીય વિજ્ઞાનીની કમાલ, નીડલ ફ્રી કોવિડ-19ની વેક્સિન બનાવી, જાણો કેવી રીતે વધુ ઉપયોગી?

Updated: Aug 28th, 2024


Google NewsGoogle News
Covid 19 vaccine

Image: IANS


Nasal Vaccine SARS-COV-2  For Covid19: હૈદરાબાદના ઈન્ડિયન ઈમ્યુનોલિજિકલ લિમિટેડે SARS-CoV-2 વિરૂદ્ધ પ્રથમ નીડલ-ફ્રી ઈન્ટ્રા-નઝલ બુસ્ટર વેક્સિન ડેવલપ કરી છે. આ વેક્સિન રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરશે અને ચેપ સામે લડવામાં પણ અસરકારક સાબિત થશે. નીડલ (સોય)થી ડરતા લોકો માટે નીડલ-ફ્રી વેક્સિન એક અસરકારક પગલું માનવામાં આવે છે. જાણો નીડલ-ફ્રી કોવિડ-19 રસીમાં શું ખાસ છે.

દર્દમુક્ત વેક્સિન

ઈન્ટ્રા-નઝલ વેક્સિન ઈન્ડિયન ઇમ્યુનોલોજિકલ લિમિટેડ (IIL) દ્વારા વિકસાવવામાં આવી છે, જે ઈન્જેક્શન વગર નાક દ્વારા લઈ શકાય છે. ગ્રિફિથ યુનિવર્સિટીની મદદથી તૈયાર કરવામાં આવેલી વેક્સિન કોઈપણ સમસ્યા વિના સરળતાથી લઈ શકાય છે.

રોગપ્રતિકારક શક્તિ મજબૂત બનાવશે

કોવિડ-19 મ્યુકોસલ વેક્સિન માત્ર નીડલ ફોબિક લોકો (જે લોકો ઈન્જેક્શનથી ડરતા હોય છે) માટે ગેમ ચેન્જર નથી, પરંતુ વેક્સિન ડિસ્ટ્રિબ્યૂશન મામલે પણ ઉત્તમ પગલું સાબિત થશે. તેની મદદથી કોવિડ-19 વેક્સિનની સુલભતા વધશે. નેશનલ કોમ્યુનિકેશન્સમાં પ્રકાશિત અહેવાલ મુજબ, છેલ્લા ચાર વર્ષથી નાક વડે લેવામાં આવતી વેક્સિન વિશે સંશોધન કરવામાં આવી રહ્યું છે. પ્રોફેસર મહાલિંગમના જણાવ્યા અનુસાર, આ વેક્સિનને CDO-7N-1 તરીકે ઓળખવામાં આશે. જે રોગ સામે રક્ષણ ઉપરાંત રોગપ્રતિકારક શક્તિને વધુ મજબૂત બનાવશે.

આ પણ વાંચોઃ છોકરીઓ નહીં પણ છોકરાઓનું અસ્તિત્વ જોખમમાં, રિસર્ચના દાવાથી આખી દુનિયા ટેન્શનમાં

કોવિડ-19 મ્યુકોસલ વેક્સિન લોકોને બૂસ્ટર વેક્સિનની જેમ  જ આપવામાં આવશે. આ વેક્સિન એક વર્ષ માટે રક્ષણ પૂરું પાડશે. વધુમાં તેની કોઈ આડઅસરો નથી. વેક્સિન બનાવવામાં વાયરસનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેના કારણે તે રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરશે. સિંગલ એન્ટિજેનમાંથી તૈયાર કરાયેલી વેક્સિનમાં લાભ મળતો નથી. જ્યારે આ વેક્સિન SARS-CoV-1 ને નિષ્ક્રિય કરવામાં સંપૂર્ણપણે અસરકારક હોવાનું મુખ્ય લેખક ડૉ. જિઆંગ લિયુએ જણાવ્યું હતું. 

ભારતીય વિજ્ઞાનીની કમાલ, નીડલ ફ્રી કોવિડ-19ની વેક્સિન બનાવી, જાણો કેવી રીતે વધુ ઉપયોગી? 2 - image


Google NewsGoogle News