અમદાવાદના PRLના વિજ્ઞાનીઓએ સૂર્યમાળાની બહાર શોધ્યો એલિયન પ્લેનેટ, 263 પૃથ્વી સમાઈ જાય એટલું કદ
Indian Researchers Found Alien Planet: ભારતીય વિજ્ઞાનીઓ દ્વારા ખૂબ જ મોટી શોધ કરવામાં આવી છે. તેમણે સોલર સિસ્ટમની બહાર એક ખૂબ જ મોટો એલિયન પ્લેનેટ શોધી કાઢ્યો છે. તેને TOI-6038A b નામ આપવામાં આવ્યું છે. આ પ્લેનેટ એટલો મોટો છે કે એમાં 263 જેટલી પૃથ્વી સમાઈ શકે છે. અમદાવાદની ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી(PRL)ના વિજ્ઞાનીઓ દ્વારા માઉન્ટ આબુમાં આવેલી ઓબઝર્વેટરીના ટેલિસ્કોપ દ્વારા આ શોધ કરી છે.
પ્લેનેટ વિશે માહિતી
સાઇઝ: આ પ્લેનેટનું વજન પૃથ્વી કરતાં 78.5 ગણું વધારે છે. પૃથ્વી કરતાં એનું રેડિયસ પણ 6.41 ગણું વધારે છે.
ઓરબિટ: આ પ્લેનેટની ઓરબિટ એકદમ બ્રાઇટ છે. એની ઓરબિટ 5.83 દિવસની છે. આ સ્ટાર આપણાં સૂર્ય કરતાં વધુ ગરમ છે અને વધુ પ્રકાશ પાથરે છે.
બાઇનરી સિસ્ટમ: આ પ્લેનેટની સિસ્ટમમાં બે સ્ટાર્સ છે. એની ઓરબિટ એક સ્ટારની છે, અને એ જ સિસ્ટમમાં બીજા એક સ્ટાર છે, પણ એ સ્ટાર પહેલાથી થોડો દૂર છે.
પ્લેનેટનો પ્રકાર: TOI-6038A b એડવાન્સ પ્લેનેટ છે જે નેપ્ટ્યુન જેવો અને ગેસ જાયન્ટ પ્લેનેટની વચ્ચે આવે છે. આ ખાસ પ્લેનેટ છે જે આપણા સોલર સિસ્ટમમાં નથી.
ટેલિસ્કોપ: વિજ્ઞાનીઓએ હાઇ-ટેક ટેલિસ્કોપનો ઉપયોગ કર્યો હતો. આ ઇન્સ્ટ્રુમેન્ટનું નામ PARAS-2 છે. એની મદદથી આ પ્લેનેટ શોધી કાઢાયો છે. આ ટેલિસ્કોપ સ્ટાર્સની નાની નાની ચળવળ શોધી શકે છે.
આ શોધ કેમ ખાસ છે?
ઍડ્વાન્સ ટૅક્નોલૉજી: આ શોધને લીધે લોકો જાણવા મળશે કે ભારતના વિજ્ઞાનીઓ દુનિયાની શ્રેષ્ઠ ટૅક્નોલૉજીનો ઉપયોગ કરે છે.
પ્લેનેટનું માળખું: આ પ્લેનેટનું મોટાભાગનું માળખું મિડલ પથ્થરથી બનેલું છે. અંદાજે 75% કોર પથ્થરથી બનેલું છે.
ભવિષ્યની સ્ટડી: આ પ્લેનેટની સિસ્ટમ એકદમ બ્રાઇટ છે. વિજ્ઞાનીઓ આને એટમોસ્ફિયર અને સ્ટાર સાથેના જોડાણનો અભ્યાસ કરી શકે છે.
TOI-6038A bએ ખોલ્યા રિસર્ચના દરવાજા
વિજ્ઞાનીઓ TOI-6038A bની વધુ સ્ટડી કરવા માટે ઉત્સાહી છે. આ બ્રાઇટ પ્લેનેટ હોવાથી ભવિષ્યમાં વધુ રિસર્ચ થઈ શકે છે. અવકાશ માટેના રિસર્ચમાં ભારત વધુ આગળ વધી રહ્યું છે અને નવા પ્લેનેટ શોધવા માટે આતુર છે. ભારત હવે સોલર સિસ્ટમની બહાર જઈને પણ રિસર્ચ કરી રહ્યું છે. આ પ્લેનેટને સબ-સેટર્ન કહેવામાં આવે છે, કારણ કે એ સેટર્ન કરતાં નાનું છે. આ સબ-સેટર્ન પ્લેનેટની સ્ટડી evolutionary છે, કારણ કે આ કેટેગરીના પ્લેનેટ આપણા સૂર્યમંડળમાં નથી.
આ પણ વાંચો: એપલ એપ સ્ટોરની એપ્લિકેશનમાં જોવા મળ્યા મેલવેર, ક્રિપ્ટો વોલેટ્સને કરી રહ્યાં છે ટાર્ગેટ
ઇસરોએ શું કહ્યું?
ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન એટલે કે ઇસરોએ આ વિશે જણાવ્યું કે ‘માઉન્ટ આબુના ગુરુશિખરમાં આવેલી ઓબઝર્વેટરીમાં PARAS-2ના 2.5 મીટરના ટેલિસ્કોપનો ઉપયોગ કરીને બીજી વાર વિજ્ઞાનીઓ દ્વારા એક્સોપ્લેનેટની શોધ કરવામાં આવી છે. PARAS-1 અને PARAS-2નો ઉપયોગ કરીને વિજ્ઞાનીઓ દ્વારા પાંચમી શોધ કરવામાં આવી છે. એડ્વાન્સ એસ્ટ્રોનોમિકલ ઇન્સ્ટ્રુમેન્ટેશનમાં ભારત હવે ખૂબ જ એડ્વાન્સ થઈ રહ્યું છે. PARAS-2 એ એશિયામાં સૌથી હાઇએસ્ટ-રેઝોલ્યુશન સ્ટેબિલાઇઝ્ડ રેડિયલ વેલોસિટી સ્પેક્ટ્રોગ્રાફ છે.’