Get The App

ભારતનો અનોખો ‘ટોહી સેટેલાઈટ’, સૌર ઊર્જાથી ચાલતું આ વિમાન સતત 90 દિવસ ઊડી શકશે

Updated: Sep 15th, 2024


Google NewsGoogle News
ભારતનો અનોખો ‘ટોહી સેટેલાઈટ’, સૌર ઊર્જાથી ચાલતું આ વિમાન સતત 90 દિવસ ઊડી શકશે 1 - image
Image Twitter 

Satellite Solar Plane:  ભારતની શસ્ત્ર ક્ષમતાના વિકાસમાં મહત્ત્વપૂર્ણ પગલાં લેતા દેશના વૈજ્ઞાનિકો સૌર ઉર્જાથી ચાલતું વિમાન વિકસાવી રહ્યા છે. આ વિમાન સતત 90 દિવસ સુધી ઉડાન ભરી શકશે. અને તેનું એક નાનું વર્ઝન 10 કલાક સુધી સફળતાપૂર્વક ઉડાડવામાં આવી ચુક્યું છે. 

સૌર ઊર્જા સંચાલિત માનવરહિત વિમાન

હાઇ-એલ્ટિટ્યુડ પ્લેટફોર્મ (HAP) નામનું આ પ્લેન બેંગલુરુમાં નેશનલ એરોસ્પેસ લેબોરેટરીઝ (NAL) દ્વારા વિકસાવવામાં આવ્યું છે. HAP એ સૌર ઊર્જા સંચાલિત અને સ્વાયત્ત રીતે ઉડતું આ માનવરહિત વિમાન છે. અને આ ઊર્ધ્વમંડળના સ્તરે ઉડી શકે છે. આ ઉપરાંત તે મહિનાઓ સુધી આકાશમાં રહી શકવાની સાથે સાથે 17 થી 20 કિલોમીટરની ઉંચાઈ પર દિવસ- રાત ચલાવવામાં સક્ષમ છે.  પેલોડ HAP ને ઘણી વખત હાઇ-એલ્ટિટ્યુડ સ્યુડો સેટેલાઇટ (HAPS) કહેવામાં આવે છે.

બેંગલુરુમાં ન્યૂ સ્પેસ રિસર્ચ એન્ડ ટેક્નોલોજી નામના સ્ટાર્ટઅપે પણ આવો જ પ્રોટોટાઈપ વિકસાવ્યો છે જે 24 કલાક ટકી શકે છે.

NALના જણાવ્યા પ્રમાણે તે ISR જાસૂસી, દેખરેખ તરીકે  વ્યૂહાત્મક  ભૂમિકાઓને પરિપૂર્ણ કરી શકે છે અને યુદ્ધભૂમિ સંચાર પણ મહત્ત્વપૂર્ણ ઉપયોગી થઈ શકે છે. જ્યારે હવાઈ સંરક્ષણ સેવાઓ દ્વારા ઉપયોગ કરવામાં આવે છે ત્યારે આવા એરક્રાફ્ટ કામગીરીના નિર્દેશનમાં વધારાની ભૂમિકા ભજવી શકે છે.

વિશ્વભરમાં  HAPS વિકસાવવા માટેના પ્રયાસો

રિપોર્ટો પ્રમાણે વિશ્વમાં અત્યાર સુધી એકમાત્ર કાર્યકારી HAPS એરબસ ઝેફાયર છે, જેણે યુએસના એરિઝોના રણમાં સતત 64 દિવસ સુધી ઉડાન ભર્યું છે. યુ.એસ., યુનાઇટેડ કિંગડમ, જર્મની અને ન્યુઝીલેન્ડ સહિત વિશ્વભરમાં આવા પ્લેટફોર્મ વિકસાવવા માટે અનેક પ્રયાસો ચાલી રહ્યા છે.

કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઈન્ડસ્ટ્રિયલ રિસર્ચ-નેશનલ એરોસ્પેસ લેબોરેટરી (CSIR-NAL) એ આ વર્ષની શરૂઆતમાં ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશનની એરોનોટિકલ ટેસ્ટ રેન્જ (ATR) ખાતે સોલાર-સેકન્ડરી બેટરી સબસ્કેલ હાઈ એલ્ટિટ્યુડ પ્લેટફોર્મ વ્હીકલ પર અનેક ફ્લાઇટ પરીક્ષણો કર્યા હતા. આ વિમાન પેલોડ અને ફ્લાઇટ સિસ્ટમથી તૈયાર કરવામાં આવ્યું હતું. જોકે તે કદમાં નાનું હતું. ફુલ-સ્કેલ વર્ઝન આના કરતા ઘણું મોટું હશે.

આ વિમાનનું વજન 22 કિલોથી ઓછું 

આ વિમાનની પાંખો લગભગ 12 મીટર (લગભગ 40 ફૂટ) છે. જ્યારે સંપૂર્ણ રીતે સજ્જ હોય ​​ત્યારે તેનું વજન 22 કિલોથી ઓછું હોય છે. આ આકાશમાં એક શક્તિશાળી સૌર-સંચાલિત આંખ છે, જે ઉપગ્રહ કરતાં ઘણી સસ્તી અને બહુમુખી છે. તેને તહેનાત કરી હવામાં કેટલાય અઠવાડિયા સુધી રાખવું સરળ છે.


Google NewsGoogle News