Get The App

રક્ષા ક્ષેત્રે ભારત થયું મજબૂત, સ્વદેશી નેવલ એન્ટી શિપ મિસાઈલનું નૌસેનાએ કર્યું સફળ પરીક્ષણ

સ્વદેશી નેવલ એન્ટી શિપ મિસાઈલનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું

ભારતનું મિસાઈલ ટેકનોલોજી ક્ષેત્રમાં આત્મનિર્ભર ભણવા તરફ એક મહત્વપૂર્ણ પગલું

Updated: Nov 21st, 2023


Google NewsGoogle News
રક્ષા ક્ષેત્રે ભારત થયું મજબૂત, સ્વદેશી નેવલ એન્ટી શિપ મિસાઈલનું નૌસેનાએ કર્યું સફળ પરીક્ષણ 1 - image


Naval Anti Ship Missile: ડિફેન્સ ક્ષેત્રે ભારત નવી ઉંચાઈએ પહોંચી રહ્યું છે. ભારતીય નેવી અને DRDOએ 21 નવેમ્બર, મંગળવારના રોજ સ્વદેશી એન્ટી શિપ મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યું હતુ. 

Seaking 42B હેલિકોપ્ટર દ્વારા થયું પરીક્ષણ 

આ પરીક્ષણ Seaking 42B હેલિકોપ્ટર દ્વારા કરવામાં આવ્યું છે. નેવીએ સોશિયલ મીડિયા પર મિસાઈલ ટેક્નોલોજીના ક્ષેત્રમાં આત્મનિર્ભર બનવાની દિશામાં આ એક મહત્વપૂર્ણ પગલા અંગે જણાવ્યું હતું. આ બાબતે નેવીએ તેનો વીડિયો જાહેર કર્યો છે. જેમાં જોઈ શકાય છે કે નેવલ એન્ટી શિપ મિસાઈલનું પરીક્ષણ Seaking 42B હેલિકોપ્ટર દ્વારા કરવામાં આવ્યું છે. 

એક ઓકટોબરની રિપોર્ટ મુજબ DRDOએ નેવીની શક્તિ વધારવા માટે એક લોંગ રેન્જ એન્ટી શિપ મિસાઈલનું ટેસ્ટીંગ કરવાની તૈયારીમાં છે. 

રક્ષા ક્ષેત્રે ભારત થયું મજબૂત, સ્વદેશી નેવલ એન્ટી શિપ મિસાઈલનું નૌસેનાએ કર્યું સફળ પરીક્ષણ 2 - image


Google NewsGoogle News