Get The App

ભારતીય અવકાશયાત્રી આટલા વર્ષમાં જ ચંદ્ર પર પગ મૂકશે, ઈસરો ચીફે જણાવી રણનીતિ

એસ. સોમનાથે ISG-ISRS નેશનલ સિમ્પોઝિયમમાં પ્રેઝન્ટેશન આપ્યું

જેમાં તેમણે ભારતીય અવકાશયાત્રીઓને ચંદ્ર પર પહોંચવાની સંપૂર્ણ યોજના જણાવી હતી

Updated: Nov 29th, 2023


Google NewsGoogle News
ભારતીય અવકાશયાત્રી આટલા વર્ષમાં જ ચંદ્ર પર પગ મૂકશે, ઈસરો ચીફે જણાવી રણનીતિ 1 - image


Indian moon landing by 2040: ISRO પ્રમુખ એસ. સોમનાથે ISG-ISRS નેશનલ સિમ્પોઝિયમમાં પ્રેઝન્ટેશન આપ્યું હતું. તેમણે ભારતીય અવકાશયાત્રીઓને ચંદ્ર પર પહોંચવાની સંપૂર્ણ યોજના જણાવી. તેમનો વિષય હતો સ્પેસ એક્સપ્લોરેશનઃ ધ એપ્રોચ એન્ડ વિઝન ઇન અમૃત કાલ. આ કાર્યક્રમ વિક્રમ સારાભાઈ મેમોરિયલ લેક્ચરનો 32મો ભાગ હતો.

ગગનયાન પ્રોજેક્ટમાં વપરાતું માનવ રેટેડ રોકેટ બનાવવામાં આવશે 

સોમનાથે જણાવ્યું કે સૌથી પહેલા આપણે માનવ રેટેડ રોકેટ બનાવીશું  જેનો ઉપયોગ હાલમાં ગગનયાન પ્રોજેક્ટમાં થઈ રહ્યો છે. આને LVM3 રોકેટ કહેવામાં આવી રહ્યા છે. બાદમાં તેમને અપગ્રેડ કરવામાં આવશે અને સેમી-ક્રાયો એન્જિન સાથે ચલાવવામાં આવશે. ત્યારબાદ ગગનયાનના ફોલો ઓન મિશન પુરા કરવામાં આવશે. રોબોટ્સને ચંદ્રના ઓર્બીટની યાત્રા કરાવીને માનવીને ચંદ્રની ઓર્બીટ પર મોકલવામાં આવશે. આ દરમ્યાન ઈસરો તેનું સ્પેસ સ્ટેશન અંતરીક્ષમાં સ્થાપિત કરશે. 

ભારતીય અવકાશયાત્રી આટલા વર્ષમાં જ ચંદ્ર પર પગ મૂકશે, ઈસરો ચીફે જણાવી રણનીતિ 2 - image
(Image Source : Pixabay)

ભારતીય અવકાશયાત્રીઓને ચંદ્ર પર મોકલવાનું મિશન 

આ દરમિયાન ચંદ્રયાનના આગામી મિશન પૂર્ણ થતા રહેશે. આગામી મિશન ડોકીંગ અને રોબોટિક્સનું પ્રદર્શન કરશે. ત્યાંથી સેમ્પલ લીધા બાદ તે ભારત પરત પણ આવશે. આ એક લાંબા ગાળાનું મિશન હશે. આ પછી અમે ભારતીય અવકાશયાત્રીઓને ચંદ્ર પર મોકલવાનું મિશન શરૂ થશે. પ્રથમ વખત ભારતીય અવકાશયાત્રીઓ ગગનયાનમાં બેસીને લોઅર અર્થ ઓર્બિટમાં પૃથ્વીની આસપાસ પરિભ્રમણ કરશે. આ પછી, સ્પેસ સ્ટેશનની તૈયારીઓ શરૂ કરવામાં આવશે.

ભારતીય અવકાશયાત્રી આટલા વર્ષમાં જ ચંદ્ર પર પગ મૂકશે, ઈસરો ચીફે જણાવી રણનીતિ 3 - image
(Image Source : Pixabay)

2030ના મધ્યમાં સ્પેસ સ્ટેશન તૈનાત કરાશે

2030ના મધ્યમાં, ભારત પૃથ્વીથી 400 કિલોમીટરની ઊંચાઈ પર 20 ટનનું સ્પેસ સ્ટેશન તૈનાત કરશે. ભારતીય અવકાશયાત્રીઓ આ સ્પેસ સ્ટેશન પર 15-20 દિવસ રોકાઈ શકશે. બાદમાં આ સ્પેસ સ્ટેશનને મોટું બનાવવામાં આવશે. જેથી અવકાશયાત્રીઓ વધુ દિવસો સુધી રહી શકે.

ભારતીય અવકાશયાત્રી આટલા વર્ષમાં જ ચંદ્ર પર પગ મૂકશે, ઈસરો ચીફે જણાવી રણનીતિ 4 - image
(Image Source : Pixabay)

ભારતે અમેરિકા સાથે આર્ટેમિસ એકોર્ડ પર કર્યા હસ્તાક્ષર

ઈસરોની વધતી જતી અવકાશ શક્તિને જોઈને NASA સહિત ઘણી સ્પેસ એજન્સીઓ ભારતની મદદ માટે આગળ આવી રહી છે. થોડા દિવસ પહેલા જ ભારતે અમેરિકા સાથે આર્ટેમિસ એકોર્ડ પર હસ્તાક્ષર કર્યા હતા. NASAના પ્રશાસક બિલ નેલ્સને કહ્યું છે કે તેઓ આવતા વર્ષે ભારતીય અવકાશયાત્રીઓને ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર મોકલવા માટે તૈયાર છે. આ માટે નાસા અને ઈસરો વચ્ચે કરાર પણ થઈ રહ્યો છે.


Google NewsGoogle News