Get The App

ભારતીય સેના માટે ખરીદાશે 400 હૉવિત્ઝર તોપો, જાણો મેડ ઈન ઈન્ડિયા તોપોની તાકાત

400 હૉવિત્ઝર તોપોમાં ધનુષ, શારંગ, અલ્ટ્રા લાઈટ હૉવિત્ઝર, K-9 વજ્ર ટેંક પણ સામેલ

Updated: Sep 29th, 2023


Google NewsGoogle News
ભારતીય સેના માટે ખરીદાશે 400 હૉવિત્ઝર તોપો, જાણો મેડ ઈન ઈન્ડિયા તોપોની તાકાત 1 - image


Defence Ministry: ભારતીય સેના હવે 155 મિલીમીટરની તોપ પર ફોકસ કરે છે. આ તોપો દ્વારા માત્ર શેલ જ નહીં પરંતુ ચોકસાઇથી ફાયરિંગ, રોકેટ, ડ્રોન પણ ફાયર કરી શકાય છે.  વાસ્તવમાં ભારતીય સેના 400 નવી તોપો ખરીદવા જઈ રહી છે. જેમાં ધનુષ, શારંગ, અલ્ટ્રા લાઈટ હૉવિત્ઝર, K-9 વજ્ર ટેંક પણ સામેલ છે.

ધનુષ (DHANUSH)

155 mm/45 કેલીબર ટોડ હૉવિત્ઝર ધનુષને વર્ષ 2019 માં ભારતીય સેનામાં સામેલ કરવામાં આવ્યું હતું. આ બોફોર્સ તોપનું સ્વદેશી વર્ઝન છે. હાલ સેના પાસે 12 ધનુષ છે. 114 માટે ઓર્ડર આપવામાં આવ્યો છે. ધનુષને ચલાવવા માટે 6 થી 8 ક્રૂની જરૂર પડે છે. જેના શેલની રેન્જ 38 કિલોમીટર છે. જે બર્સ્ટ મોડમાં આ 15 સેકેન્ડમાં ત્રણ રાઉન્ડ ફાયર કરે છે. ઇન્ટેન્સ મોડમાં 3 મિનિટમાં 15 રાઉન્ડ અને સસ્ટેન્ડ મોડમાં 60 મિનિટમાં 60 રાઉન્ડ, મતલબ કે જરૂરિયાત મુજબ દુશ્મનને હરાવી શકે છે. 

M-46 શારંગ 

આ એક ફિલ્ડ ગન છે, જેના બે વેરીઅન્ટ છે. 133 મિલીમીટર અને 155 મિલીમીટર. ભારત પાસે આવી 1100 ફિલ્ડ ગન છે. આ ત્રણ રેટમાં ફાયર કરે છે. સામાન્ય રીતે એક મીનીટમાં 6 રાઉન્ડ. બર્સ્ટ મોડમાં 8 અને સસ્ટેન્ડ મોડમાં 5 રાઉન્ડ ફાયર થાય છે. આનો શેલ 1 કિમી પ્રતિ કલાકની ગતિ એ દુશ્મન તરફ આગળ વધે છે. તેના શેલની રેન્જ 27.5 કિમી થી લઈને 38 કિમી સુધીની છે. 

K9-વજ્ર ટી

K9-વજ્ર ટી એ 155 મિલીમીટરની સેલ્ફ પ્રોપેલ્ડ તોપ છે. આવા 100 ટોપ ભારતીય સેનામાં સામેલ છે. આ ઉપરાંત વધુ 200 તોપ સામેલ થશે. આમ તો આ તોપ દક્ષીણ કોરિયા બનાવે છે પણ ભારતે દેશની પરિસ્થિતિ મુજબ થોડા ફેરફાર કર્યા છે. આ ફેરફાર સ્વદેશી કંપનીઓ દ્વારા જ કરવામાં આવે છે. આના શેલની રેન્જ 18 થી 54 કિલોમીટર સુધીની છે. આનો ઉપયોગ હાલમાં ચીન સાથે થયેલા ઘર્ષણ દરમ્યાન કરવામાં આવ્યો હતો. આની ઓપરેશન રેન્જ 360 કિમી અને 67 કિમી પ્રતિ કલાક છે. 

ATAGS 

155 mm ની આ ગણ ભારતીય સેના પાસે હાલ 7 છે. 2016 માં તેનું પહેલું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. હાલ 40 તોપનો ઓર્ડર આપવામાં આવેલો છે. આ ઉપરાંત 150 વધુ તોપ બનાવવામાં આવશે. આને ચલવવા માટે 6 થી 8 લોકોની જરૂર પડે છે. બર્સ્ટ મોડમાં 15 સેકંડમાં 3 રાઉન્ડ, ઇન્ટેન્સમાં 3 મીનીટમાં 15 રાઉન્ડ અને 60 મીનીટમાં 60 રાઉન્ડ ફાયર કરે છે. આની ફાયરીંગ રેન્જ 48 કિમી છે. પરંતુ તેને વધારીને 52 કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. 

અલ્ટ્રા લાઈટ હૉવિત્ઝર (ULH)

155 mm ની આ તોપ ભારત પાસે 110થી વધુ છે. જેને 8 ચલાવવા માટે 8 લોકોની જરૂર પડે છે. જેમાં એક મીનીટમાં 7 શેલ લાગે છે. શેલની રેન્જ અલગ અલગ કોણ પર 24થી 40 km છે. જે 1 કિમી પ્રતિ સેકંડની ગતિથી દુશ્મન સુધી પહોચે છે. આ તોપ ચીન અને પાકિસ્તાનની સીમા પર તૈનાત છે. આનો વજન 4200 કિલો, લંબાઈ 35 ફીટ, બૈરલની લંબાઈ 16.7 ફીટ છે. તેની મદદથી છ પ્રકારના શેલ ફાયર કરી શકાય છે. બધા શેલ 155 મીમી કેલિબરના છે. સામાન્ય રીતે આ તોપ પ્રતિ મિનિટ બે શેલ અને મહત્તમ 7 શેલ પ્રતિ મિનિટની ઝડપે ફાયર કરી શકે છે. તેમાં આવેલા એક્સકેલિબર શેલની રેન્જ 40 કિલોમીટર છે.


બ્રેકિંગ ન્યૂઝ, મહત્વની ખબરો અને રસપ્રદ Video માટે જોઈન કરો ગુજરાત સમાચારની WHATSAPP CHANNEL. જોઈન કર્યા બાદ Bell Icon ખાસ ઓન કરજો, જેથી તમને મહત્વની Notification મળતી રહે.


Google NewsGoogle News