જે મિસાઈલથી અભિનંદને પાકિસ્તાન ફાયટર જેટને તોડી પાડ્યું હતું, હવે તે એર-ટુ-એર મિસાઈલ બનશે ભારતમાં

ફાઈટર પાઈલટ અભિનંદન વર્ધમાને જે મિસાઈલ વડે પાકિસ્તાની F-16 ફાઈટર જેટને તોડી પાડ્યું તે હવે ભારતમાં બની શકશે

આ એક ટૂંકી રેન્જની એર ટુ એર મિસાઈલ છે, તેનું નામ R-73E મિસાઈલ છે

Updated: Nov 1st, 2023


Google NewsGoogle News
જે મિસાઈલથી અભિનંદને પાકિસ્તાન ફાયટર જેટને તોડી પાડ્યું હતું, હવે તે એર-ટુ-એર મિસાઈલ બનશે ભારતમાં 1 - image


IAF Manufacture R-73E Missile: 2019માં પાકિસ્તાની F-16 ફાઈટર જેટ સરહદ નજીક ઉડતા જોવા મળી હોવાથી તેને ભગાડવાની જવાબદારી વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાનને આપવામાં આવી હતી. આકાશમાં ડોગ ફાઈટ થઇ. અભિનંદને તેમના મિગ-21 બાઇસન ફાઇટર જેટમાંથી R-73 એર-ટુ-એર મિસાઇલ ફાયર કરીને પાકિસ્તાની ફાઇટર જેટને તોડી પાડ્યું હતું. હવે આ મિસાઈલને ભારતમાં બનાવવાની તૈયારી ચાલી રહી છે. હાલમાં તે રશિયાના ટેક્ટિકલ મિસાઈલ કોર્પોરેશન દ્વારા બનાવવામાં આવે છે.

RVV-MD ટેકનોલોજીથી સજ્જ 

ઇન્ડિયન એરફોર્સ ઇચ્છે છે કે તેના ફાઇટર જેટ્સ આ મિસાઇલના લેટેસ્ટ વર્ઝન R-73E મિસાઇલથી સજ્જ હોય. તેને આત્મનિર્ભર ભારત અભિયાન અંતર્ગત મેક-3 પ્રોજેક્ટમાં બનાવવામાં આવશે. લેટેસ્ટ વર્ઝનની રેન્જ 30 કિલોમીટર છે. ઉપરાંત, તે RVV-MD ટેકનોલોજીથી સજ્જ છે, જે તેની રેન્જને 40 કિલોમીટર સુધી વધારી દે છે.

જે મિસાઈલથી અભિનંદને પાકિસ્તાન ફાયટર જેટને તોડી પાડ્યું હતું, હવે તે એર-ટુ-એર મિસાઈલ બનશે ભારતમાં 2 - image

ડોગ ફાઈટર માટે બનાવવામાં આવી છે મિસાઈલ

ક્લોઝ-કોમ્બેટ મિસાઇલો (CCM) 'ડોગ-ફાઇટ' વિઝ્યુઅલ રેન્જના હથિયારોની રેન્જ 16 કિલોમીટરથી ઓછી છે. મોટાભાગના ઇન્ફ્રારેડ ગાઈડન્સનો ઉપયોગ કરે છે. આ મિસાઈલ માત્ર ડોગ ફાઈટર માટે જ બનાવવામાં આવી છે. તે કોઈપણ દિશામાંથી દિવસ હોય કે રાત હવાઈ ટાર્ગેટને સરળતાથી હિટ કરીને નાશ કરી શકે છે. ઈલેક્ટ્રોનિક કાઉન્ટરમેઝર્સવાળા વાતાવરણમાં પણ આ મિસાઈલ દુશ્મનના ટાર્ગેટનું ચોક્કસ નિશાન સાધી શકે છે. આ મિસાઈલ ફાઈટર જેટ, બોમ્બર્સ અથવા એટેક હેલિકોપ્ટર પર લગાવી શકાય છે. 

આ મિસાઈલ ઝડપ 2500 કિલોમીટર પ્રતિ કલાક

આ મિસાઈલ કમ્બાઈન્ડ ગેસ એરોડાયનેમિક કંટ્રોલ સિસ્ટમથી સજ્જ છે. જે લાઈન ઓફ સાઈટમાં 60 ડિગ્રી સુધી તાકાત આપે છે. આનો અર્થ એ છે કે દુશ્મન પર હુમલો કરતી વખતે, સીધી રેખામાંથી મિસાઇલ અચાનક આવા ખૂણા પર ફેરવી શકાય છે. તેની મહત્તમ ઝડપ 2500 કિલોમીટર પ્રતિ કલાક છે. તે 2 મીટરની ઊંચાઈથી 20 કિલોમીટરની ઊંચાઈ સુધી જઈ શકે છે અને 30 કિલોમીટરની મહત્તમ ઊંચાઈ સુધી પહોંચી શકે છે.

જે મિસાઈલથી અભિનંદને પાકિસ્તાન ફાયટર જેટને તોડી પાડ્યું હતું, હવે તે એર-ટુ-એર મિસાઈલ બનશે ભારતમાં 3 - image

મિસાઈલની તાકાતને ધ્યાનમાં રાખીને તેને દેશમાં જ બનાવવાનો નિર્ણય

વિંગ કમાન્ડર અભિનંદને આ મિસાઈલ વડે પાકિસ્તાની F-16 ફાઈટર જેટને તોડી પાડ્યું હતું. જોકે, બાદમાં તેમના ફાઈટર જેટ પર હુમલો કરવામાં આવ્યો હતો. જો કે તેને પાકિસ્તાની સેનાએ પકડી લીધો હતો. બાદમાં તેને સફળતાપૂર્વક સુરક્ષિત રીતે ભારત પરત લાવવામાં આવ્યો હતો. આ મિસાઈલની તાકાતને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવામાં આવ્યો છે કે તેને દેશમાં જ બનાવવામાં આવે.

જે મિસાઈલથી અભિનંદને પાકિસ્તાન ફાયટર જેટને તોડી પાડ્યું હતું, હવે તે એર-ટુ-એર મિસાઈલ બનશે ભારતમાં 4 - image


Google NewsGoogle News