દેશમાં સિક્કિમ જેવી હોનારત સર્જાય તેવા 56 હાઈ રિસ્ક લેક, આવતા વર્ષથી લાગશે અર્લી વોર્નિંગ સિસ્ટમ

સિક્કિમમાં ચૂંગથાંગ પાસેનો પાવર ડેમ તૂટી પડતાં તેનાં પાણી સિક્કિમમાં ફરી વળ્યાં તેના કારણે ભારે તબાહી થઈ છે

હિમાલયમાં રહેલા ગ્લેશિયર પિગળી રહ્યા હોવાથી નદીઓમાં પૂરનો ખતરો વધી રહ્યો છે

Updated: Oct 18th, 2023


Google NewsGoogle News
દેશમાં સિક્કિમ જેવી હોનારત સર્જાય તેવા 56 હાઈ રિસ્ક લેક, આવતા વર્ષથી લાગશે અર્લી વોર્નિંગ સિસ્ટમ 1 - image


High-Risk Glacial Lakes: ભારતના ઉત્તર-પૂર્વમાં આવેલા ટચૂકડા રાજ્ય સિક્કિમમાં આવેલા પૂરે હાહાકાર મચાવ્યો છે. તિસ્તા નદી પર ચૂંગથાંગ પાસેનો પાવર ડેમ તૂટી પડતાં તેનાં પાણી સિક્કિમમાં ફરી વળ્યાં તેના કારણે સત્તાવાર રીતે ઘણા લોકોનાં મોત થયાં હતા. આ નુકસાનને ધ્યાનમાં લઈને કેન્દ્ર સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો હતો કે આવતા વર્ષે દેશના બધા જ ખતરનાક અને હાઈ રિસ્ક ગ્લેશિયલ લેક પર અર્લી વોર્નિંગ સિસ્ટમ લગાવવામાં આવશે. જેથી દરેક લેક પર નજર રાખી શકાય. 

ભારતમાં 56 હાઈ રિસ્ક ગ્લેશિયર લેક

સિક્કિમની દુર્ઘટનાના કારણે 60 લોકોના મોત અને હજારોની સંખ્યામાં લોકો ગુમ થયા હતા. ભારતમાં હાલ 56 હાઈ રિસ્ક ગ્લેશિયલ લેક છે. સિક્કિમ દુર્ઘટનાની ગંભીર અસર જોવા મળી હતી. ભારત દ્વારા સિક્કિમ સાઉથ લ્હોનક લેક પર પણ અર્લી વોર્નિંગ સિસ્ટમ લગાવવામાં આવ્યું હતું. પણ તે જરૂરિયાતના સમયે જ કામ ન કરી શક્યું. 

બધા હાઈ રિસ્ક ગ્લેશિયલ લેક પર અર્લી વોર્નિંગ સિસ્ટમ

આ ઉપરાંત આ લેક પર આ સિસ્ટમ ટ્રાયલ બેઝ પર લગાવવામાં આવી હતી. નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરીટી (NDMA)ના સભ્ય કૃષ્ણા એસ વત્સે જણાવ્યું હતું કે અમે હાલ બધા હાઈ રિસ્ક ગ્લેશિયલ લેક પર અર્લી વોર્નિંગ સિસ્ટમ લગાવવાની તૈયારી કરી રહ્યા છીએ. NDMA દ્વારા જ સ્વદેશી અને વિદેશી સંસ્થાઓ સાથે કોર્ડીનેટ કરી રહી છે. તેમજ રાજ્ય પાસેથી તેના ગ્લેશિયલ લેકની રિપોર્ટ માંગી હતી. બધા લેકની રિપોટ મોકલતા 56 હાઈ રિસ્ક ગ્લેશિયલ લેક પસંદ કરવામાં આવ્યા હતા. આ એવા લેક છે કે જેના પર ગમે ત્યારે દુર્ઘટના સર્જાઈ શકે છે કારણ કે આ લેકની દીવાલો નબળી પડી ગઈ છે. એમાં પણ જો લેન્ડ સ્લાઈડ થાય કે વધુ બરફ કે વરસાદ પડે તો એ પણ તૂટી શકે છે. 

મોનીટરીંગ સિસ્ટમ લગાવવી સરળ નથી

હાઈ રિસ્ક ગ્લેશિયલ લેક્સ પર મોનીટરીંગ સિસ્ટમ લગાવવી, એ કહેવામાં આવે છે એટલું સરળ નથી. આ લેક્સ હિમાલયની ઊંચાઈ એ સ્થિત હોવાથી ખુબ કઠિન માર્ગોથી પસાર થાય છે. અમુક લેક સુધી માત્ર ઉનાળામાં જ જઈ શકાય છે, આવામાં માનવરહિત અને સૌર ઉર્જા કે બેટરીથી ચાલતી  મોનીટરીંગ સિસ્ટમ ત્યાં લગાવવી સરળ કામ નથી.

ક્લાઈમેટ ચેન્જના કારણે સર્જાય છે વિનાશ 

સતત બદલાતા ક્લાઈમેટના કારણે હિમાલયના પહાડો પર ફેરફાર જોવા મળ્યો છે. ગ્લેશિયલ લેક આઉટબર્સ્ટ ફ્લડસ (GLOFs)નું જોખમ વધી રહ્યું છે. ગ્લેશિયલ ઓગળવાને કારણે આ તળાવોમાં પાણી એકઠું થાય છે. જ્યારે તેઓ તૂટીને નીચે આવે છે, ત્યારે ભયંકર વિનાશ થાય છે.

હિમાલય ધરાવતા દેશોમાં વધુ લેક 

હિમાલય ધરાવતા દેશ એટલે કે ભારત, પાકિસ્તાન, ચીન, નેપાળ અને ભૂતાનમાં 200થી વધુ લેક છે. જે આ પ્રકારની દુર્ઘટના સર્જી શકે છે. ભારત તેના પડોસી દેશોની તુલનામાં ગ્લેશિયર ફલડ અર્લી વોર્નિંગ સિસ્ટમ લગાવવામાં પાછળ છે. 

દેશમાં સિક્કિમ જેવી હોનારત સર્જાય તેવા 56 હાઈ રિસ્ક લેક, આવતા વર્ષથી લાગશે અર્લી વોર્નિંગ સિસ્ટમ 2 - image


Google NewsGoogle News