અમેરિકાને પાછળ છોડ્યુ ભારતે, બન્યું દુનિયાનું સૌથી મોટું બીજા નંબરનું 5G મોબાઇલ માર્કેટ

Updated: Sep 7th, 2024


Google NewsGoogle News
અમેરિકાને પાછળ છોડ્યુ ભારતે, બન્યું દુનિયાનું સૌથી મોટું બીજા નંબરનું 5G મોબાઇલ માર્કેટ 1 - image


India No 2 in 5G Mobile Market: ભારત હાલમાં જ અમેરિકાને પાછળ છોડીને દુનિયાનું બીજા ક્રમનું સૈથી મોટું 5G મોબાઇલ માર્કેટ બન્યું છે. 2024ના છ મહિનામાં દર વર્ષની સરખામણીએ અત્યાર સુધીમાં 5G મોબાઇલમાં શિપમેન્ટ્સમાં 20 ટકાનો વધારો જોવા મળ્યો છે. દુનિયામાં 5G મોબાઇલ માર્કેટમાં ચીન બાદ અમેરિકા આગળ પડતું હતું. જોકે લેટેસ્ટ ડેટા મુજબ ભારત અમેરિકાને પાછળ છોડી બીજા ક્રમે આવી ગયું છે.

દુનિયાભરમાં 5G મોબાઇલની ડિમાન્ડ વધી છે. જોકે ગ્લોબલ માર્કેટ શેરમાં એપલ સૌથી આગળ પડતું છે કારણ કે તમામ 5G મોબાઇલમાં 25 ટકા માર્કેટ શેર તેમનો છે. આઇફોન 14 અને 15થી ગ્લોબલ માર્કેટમાં એપલની ડિમાન્ડ વધી છે.

જોકે ઇન્ડિયા અત્યારે બીજા ક્રમે એપલને કારણે નહી, પરંતુ બજેટ ફ્રેન્ડલી 5G મોબાઇલને કારણે છે. શાયોમી, વિવો અને સેમસંગના બજેટ મોબાઇલને કારણે ભારતના મોબાઇલ માર્કેટને ખૂબ જ બૂસ્ટ મળ્યું છે. ભારતમાં મોંઘા ફોનનો ઉપયોગ ખૂબ જ ઓછી માત્રામાં થાય છે. મોટાભાગના લોકો 10થી 25 હજાર રૂપિયા સુધીના મોબાઇલનો ઉપયોગ કરતાં હોય છે. ગરીબ લોકો દસ હજાર સુઘીના મોબાઇલનો ઉપયોગ કરે છે. જોક હવે દસ હજાર સુધીના પણ ઘણાં મોબાઇલમાં 5G આવી ગયું છે.

અમેરિકાને પાછળ છોડ્યુ ભારતે, બન્યું દુનિયાનું સૌથી મોટું બીજા નંબરનું 5G મોબાઇલ માર્કેટ 2 - image

5G મોબાઇલના માર્કેટમાં દુનિયામાં એપલ બાદ સેમસંગનું નામ બીજા ક્રમે છે. સેમસંગનો માર્કેટ શેર 21 ટકા છે. સેમસંગની ગેલેક્સી A અને S24 સિરીઝને કારણે માર્કેટ ખૂબ જ જોરમાં રહ્યું હતું. 2024ના પહેલાં છ મહિનામાં એપલ અને સેમસંગ બન્નેએ 5G મોડલ્સના લિસ્ટમાં ટોપ ટેનમાં જગ્યા બનાવી રાખી છે. આ લિસ્ટના ટોપના ચાર મોડલ એપલના છે.

આ પણ વાંચો: પાવેલ ડુરોવની ધરપકડ બાદ ટેલિગ્રામ આ વર્ષથી શરુ કરશે મોડરેશન, જુઓ ફીચર્સમાં શું ફેરફાર કર્યા

5G મોબાઇલનો ઉપયોગ લોકો ફક્ત ઇન્ડિયામાં જ કરી રહ્યાં છે એવું નથી. દુનિયાભરના દેશમાં લોકો હવે 5G તરફ વળી રહ્યાં છે. એશિયા-પેસિફિક ગ્લોબલ માર્કેટમાં ખૂબ જ આગળ છે. નવા 5G શિપમેન્ટમાં 63 ટકા અને ગ્લોબલ 5G મોબાઇલ યુઝરમાં 58 ટકા એશિયા-પેસિફિકના છે. યુરોપ, મિડલ ઇસ્ટ અને આફ્રિકામાં પણ 5G શિપમેન્ટ ડબલ ડિજીટમાં થઈ રહ્યાં છે.

દુનિયાભરમાં 5G મોબાઇલમાં હજી વધારો જોવા મળશે. આ માર્કેટ હવે નીચે નહીં આવે. તેમ જ મોટાભાગની કંપની હવે ભારતમાં મેન્યુફેક્ચર યુનિટ નાખી રહી છે. આ મોબાઇલ હજી સસ્તા થયા તો ભારત બહુ જલદી ચીનને પણ પાછળ છોડી દેશે.


Google NewsGoogle News