Get The App

AI એપ્સના માર્કેટમાં ઇન્ડિયાનો દબદબો: ChatGPT, Copilot અને Gemini સૌથી વધુ ઉપયોગમાં આવતી એપ્લિકેશન

Updated: Oct 10th, 2024


Google NewsGoogle News
AI એપ્સના માર્કેટમાં ઇન્ડિયાનો દબદબો: ChatGPT, Copilot અને Gemini સૌથી વધુ ઉપયોગમાં આવતી એપ્લિકેશન 1 - image


AI Apps Market: AI એપ્સ માર્કેટમાં ઇન્ડિયાનો દબદબો જોવા મળી રહ્યો છે. 2024માં દુનિયાભરમાં જેટલી પણ એપ્લિકેશન ડાઉનલોડ કરવામાં આવી છે એમાંની 21% ફક્ત ઇન્ડિયામાં છે. જો કે મોટાભાગના ભારતીયો AIના ફ્રી વર્ઝનનો ઉપયોગ કરે છે. નોર્થ અમેરિકા અને યુરોપના ઘણાં યુઝર્સ AIના પેઇડ વર્ઝનનો ઉપયોગ કરે છે. AIની મદદથી ઘણી જટિલ કામ સરળ થઈ જાય છે અને ખૂબ જ ઝડપથી પૂર્ણ થાય છે. આથી રોજિંદી લાઇફમાં પણ AIનો ઉપયોગ ખૂબ જ ફાયદાકારક બની શકે છે.

મોબાઇલ એપ્લિકેશનમાં AI

AIનો ઉપયોગ પહેલાં ખૂબ જ મોટા લેવલ પર કરવામાં આવતો હતો. ત્યારબાદ તે વેબસાઇટ અને લેપટોપની એપ્લિકેશનમાં આવ્યો. જો કે હવે AIના મોટાભાગના ફંક્શન્સ મોબાઇલ એપ્લિકેશનને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી રહ્યા છે. હવે દરેક મોબાઇલમાં AIનો ઉપયોગ થઈ રહ્યો છે. 2024ના ફક્ત આઠ મહિનામાં દુનિયાભરમાં કરોડો AI એપ્લિકેશન્સ ડાઉનલોડ થઈ છે. એમાંની 21% ફક્ત ભારતમાં છે અને એ આંકડો 2.2 બિલિયન એપ્લિકેશનને ક્રોસ કરી ગયો છે.

સૌથી વધુ કઈ એપ્લિકેશન થઈ ડાઉનલોડ?

એપ સ્ટોર અને પ્લે સ્ટોર પર ઘણી AI એપ્લિકેશન્સ છે. ફોટોગ્રાફી અને વીડિયો માટે પણ ઘણી એપ્લિકેશન્સ છે, પરંતુ સૌથી વધુ ડાઉનલોડ કરવામાં આવેલી એપ્લિકેશન્સમાં ChatGPT, માઇક્રોસોફ્ટ Copilot અને ગૂગલ Gemini છે. ભારતના મોટાભાગના યુઝર્સ આ તમામ એપ્લિકેશનના ફ્રી વર્ઝનનો ઉપયોગ કરવાનું પસંદ કરે છે.

AI એપ્સના માર્કેટમાં ઇન્ડિયાનો દબદબો: ChatGPT, Copilot અને Gemini સૌથી વધુ ઉપયોગમાં આવતી એપ્લિકેશન 2 - image

પેઇડ વર્ઝનનું રેવેન્યુ

ફ્રી વર્ઝન સાથે AI એપ્લિકેશનનું પેઇડ વર્ઝન પણ આવે છે, જેમાં એડવાન્સ ફીચર્સનો સમાવેશ થાય છે. જો કે, ભારતીયો એ પસંદ નથી કરતાં. આ એપ્લિકેશનના પેઇડ વર્ઝનનું 68% રેવેન્યુ ફક્ત નોર્થ અમેરિકા અને યુરોપમાંથી આવે છે. આ રેવેન્યુ પણ બે બિલિયન ડોલરનો આંકડો ક્રોસ કરી ગયું છે. આ રેવેન્યુમાં ભારતનું યોગદાન ફક્ત 2% છે. 2024ના અંત સુધીમાં આ રેવેન્યુ 3.3 બિલિયન ડોલરનો આંકડો ક્રોસ કરશે એવું અનુમાન છે.

કઈ એપ્લિકેશન થઈ સૌથી વધુ ડાઉનલોડ?

સૌથી વધુ ડાઉનલોડ થવાની એપ્લિકેશન્સમાં ChatGPT પ્રથમ ક્રમે છે. ત્યારબાદ, ફોટો એડિટીંગ એપ રેમિની અને ફોટોરૂમ AI અનુક્રમે બીજા અને ત્રીજા ક્રમે છે. ફોટો ઓડિટર અને ગૂગલ Gemini અનુક્રમે ચોથા અને પાંચમાં ક્રમે છે.

આ પણ વાંચો: GPS બંધ હોવા છતાં ગૂગલ ટ્રેક કરે છે લોકેશન: યુઝરની પ્રાઇવસીને લઈને ગૂગલ પર લાગ્યા આરોપ

ચેલેન્જ

AI એપ્લિકેશન્સ સારી રીતે કામ કરે એ માટે ઘણું સ્ટોરેજ જરૂરી છે. ઓપરેટિંગ સિસ્ટમમાં જ્યારે AIનો સમાવેશ કરવામાં આવશે ત્યારે 4 થી 5 જીબીનો એડિશનલ સ્ટોરેજ જરૂરી થઈ શકે છે. આથી AI સાથે-સાથે ઓછી સ્ટોરેજનો ઉપયોગ થાય તે જોવું પણ ખૂબ જ જરૂરી છે.


Google NewsGoogle News