સરકારની મોટી કાર્યવાહી: સાઈબર ફ્રોડમાં સામેલ 52 સંસ્થા બ્લેકલિસ્ટ, 1.86 લાખ સીમકાર્ડ બ્લોક
Cyber Crime : દેશમાં સાયબર ક્રાઈમની ઘટનાઓ રોકવા ટેલિકોમ્યુનિકેશન વિભાગ તમામ પ્રયાસો કરી રહી છે. ત્યારે લોકોને SMS મોકલી શિકાર બનાવતી 52 સંસ્થાઓને બ્લેકલિસ્ટ કરાઈ છે. આ ઉપરાંત 700 એસએમએસ સામગ્રી ટેમ્પલેટ બંધ કરાયા છે તેમજ 348 મોબાઈલ હેન્ડસેટને પણ બ્લેકલિસ્ટ કરાયા છે.
8272 સિમકાર્ડના કનેક્શન કપાયા
આ કાર્યવાહી હેઠળ શંકાસ્પદ જણાતા 10,834 મોબાઈલ નંબરોનું વેરિફિકેશન કરાયા બાદ 8272 સિમકાર્ડના કનેક્શન કાપી નાખવામાં આવ્યા છે. સાયબર ક્રાઈમ અને છેતરપિંડીમાં સંડોવણીના મામલામાં દેશમાં 1.86 લાખ સીમકાર્ડ બ્લોક કરાયા છે.
NCRP પર સાયબર ફ્રોડની અસં
નેશનલ સાયબર ક્રાઈમ રિપોર્ટિંગ પોર્ટલ (NCRP) પર સાયબર ફ્રોડની ઘણી ફરિયાદો સામે આવી રહી છે. આવી ઘટનાઓમાં ફ્રોડ કરનારાઓ હંમેશા પોતાને પોલીસ અધિકારી, સીબીઆઈ, નારકોટિક્સ વિભાગ, રિઝર્વ બેંક, ઈડી અથવા અન્ય સરકારી એજન્સીનો વ્યક્તિ હોવાનું કહી લોકોને શિકાર બનાવી રહ્યા છે.
1000થી વધુ સ્કાઈપ આઈડી બ્લૉક કરાયા
14C એટલે કે ભારતીય સાયબર ક્રાઈમ કોઓર્ડિનેશન સેન્ટરે માઈક્રોસોફ્ટના સહયોગથી સાઈબર ફ્રોડ સંબંધીત મામલાઓમાં સામેલ 1000થી વધુ સ્કાઈપ આઈડી બ્લોક કર્યા છે. આ સ્કાઈપ આઈડીનો ઉપયોગ સિમકાર્ડ, મોબાઈલ ઉપકરણો અને મ્યૂલ એકાઉન્ટને બ્લોક કરવા માટે થતો હોય છે.