હવે ગ્રામર સુધારો, સર્ચ કરીને !
- n{ýkt økqøk÷ Mk[o{kt yuf LkkLke Ãký {òLke MkwrðÄk W{uhkE Au - ykÃkýe ÔÞkfhýLke ¼q÷ku íkhV æÞkLk ËkuhðkLke MkwrðÄk
અાપણે ટેકનોવર્લ્ડમાં અવારનવાર વાત કરી છે કે આજના સમયમાં સ્માર્ટફોનને ગુરુ બનાવીને આપણે રોજ
રોજ, નાનાં નાનાં સ્ટેપ્સ લઇને
અંગ્રેજી ભાષાની આપણી સમજ વધુ મજબૂત બનાવી શકીએ છીએ. કોઈ એક પુસ્તક વાંચી નાખીને
કે કોઈ એક એપમાંના બધા ટ્યૂટોરિયલ જોઈ નાખવાથી ફટાફટ ઇંગ્લિશ સુધારી ન શકાય. એ
માટે આપણે રોજે રોજ, નાનાં નાનાં સ્ટેપ્સ લેવાં
જરૂરી બને.
સારી વાત એ કે ઇન્ટરનેટ પર આવાં સ્ટેપ્સ લેવાની આપણને પાર વગરની તક મળી શકે છે! આપણને ગમતી સોશિયલ મીડિયા સાઇટ્સ પર ઇંગ્લિશ કોચિંગ પર ફોકસ કરતી કંપનીઓ કે વ્યક્તિઓ સતત કંઈક કામનું, મજાનું શેર કરતી હોય છે. એમને ફોલો કરી શકાય. પિન્ટરેસ્ટ પર આવો ખજાનો મળી શકે. ધારો તો ફક્ત ગૂગલને શરણે જઈને, તેના પર કંઈ પણ સર્ચ કરતી વખતે પણ ઇંગ્લિશની બારીક ખૂબીઓ જાણી શકાય. ગૂગલ પણ એવાં કેટલાંક ટૂલ આપે છે, જેની આપણે અગાઉ વાત કરી છે. આજે એવા એક નવા ટૂલની વાત કરીએ. વાત ફક્ત કોઈ એક ભાષા શીખવાની નથી, આ રીતે કંઈ પણ શીખી શકાય. ફક્ત નિયમિતતા જોઈએ અને ધગશ જોઈએ!
હમણાં હમણાંથી ગૂગલ પર કંઈ સર્ચ કરતી વખતે તમારું ધ્યાન કદાચ બાજુના, નીચેના સ્ક્રીનશોટ જેવા ગ્રામર ચેક બોક્સ તરફ ગયું હશે. ગૂગલ સર્ચ પ્લેટફોર્મમાં જૂન મહિનાથી આ ટૂલ ઉમેરાયું છે.
આ ટૂલ આજના સમય મુજબ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી આપણે લખેલાં વાક્યો તપાસે છે ને
તેમાં કંઈ ભૂલ હોય તો તે તરફ આપણું ધ્યાન દોરે છે. ટૂલ ડેસ્કટોપ અને મોબાઇલ
બંનેમાં કામ કરે છે. અત્યારે આ ટૂલ માત્ર ઇંગ્લિશ ભાષામાં આપણી ગ્રામરની ભૂલો
સુધારી આપે છે.
ટૂલનો ઉપયોગ સાવ સહેલો છે. આપણે ગૂગલમાં ઇંગ્લિશમાં કંઈ પણ સર્ચ કરીએ ત્યારે
સર્ચ ક્વેરી પછી આ બે શબ્દો ઉમેરી દો - ગ્રામર ચેક (grammar check). તેના બદલે ચેક ગ્રામર (check grammar) અથવા ગ્રામર ચેકર (gramar checker) જેવા શબ્દો પણ લખી શકાય. આમ
તો આવા કીવર્ડ ન ઉમેરીએ તો પણ ગૂગલ સર્ચની એઆઇ આપણે લખેલી ક્વેરીમાંની ભૂલો પારખી
લે છે અને તેને સુધારી આપતાં સૂચન કરે છે. પરંતુ આવા કીવર્ડ ઉમેરવાથી ખાતરીબદ્ધ
રીતે સર્ચનાં સૂચન મેળવી શકાય છે.
જો આપણે લખેલા વાક્યમાં ગ્રામરની દૃષ્ટિએ કોઈ ભૂલ ન હોય તો ગ્રામર ચેક
સેકશનમાં આપણા વાક્યની બાજુમાં ગ્રીન ટિક જોવા મળે છે અને આપણે તેના પર કોઈ એકશન
લેવાની જરૂર રહેતી નથી.
જો આપણે લખેલા વાક્યમાં ગ્રામરની દૃષ્ટિએ કંઈક ભૂલ હોય તો સિસ્ટમ આપણું વાક્ય
નવેસરથી લખી આપશે અને તેમાં જે ફેરફાર કર્યા હોય તે અંડરલાઇન સાથે દર્શાવશે. આપણે
સ્પેલિંગમાં કોઈ ભૂલ કરી હોય તો એ પણ આ ટૂલ બતાવે છે. આવા નવા વાક્ય પર માઉસ લઈ
જઇએ તો તેને કોપી કરવાનો વિકલ્પ મળે છે. નવું વાક્ય કોપી કરીને આપણે તેનો આગળ
ઉપયોગ કરી શકીએ છીએ.
બસ આ ટૂલમાં અત્યારે આટલું જ છે. એ પણ
ધ્યાન આપવા જેવું છે કે આ નવા ટૂલમાં એઆઇનો ઉપયોગ થતો હોવાથી તે સોએ સો ટકા
પરફેક્ટ નથી. ગૂગલ પોતે કહે છે કે આપણે આખાં વાક્યોને બદલે ઉતાવળી રીતે, અડધાપડધા વાક્ય તરીકે ક્વેરી ટાઇપ કરીએ તો સર્ચ એન્જિનની સિસ્ટમ તેમાં રહેલી ભૂલો
પારખવામાં મુશ્કેલી અનુભવે છે. એ જ રીતે આપણે જાણી જોઈને ગૂગલની સર્ચ પોલિસીનો ભંગ
થતો હોય એવું કન્ટેન્ટ જેમ કે ડ્રગ્સ વિશે સર્ચ કરીએ કે વાંધાજનક લેંગ્વેજમાં સર્ચ
કરીએ તો ગૂગલની સિસ્ટમ તેમાં ગ્રામર સુધારવાની તસ્દી લેતી નથી. તમે જાણતા જ હશો કે જીમેઇલ અને ગૂગલ ડોક્સમાં આ
જ પ્રકારે આપણા લખાણમાં સ્પેલિંગ અને ગ્રામરની ભૂલો સુધારી આપતાં ટૂલ્સ ઉપલબ્ધ છે
જ.
અાપણે અગાઉ જેની વિગતવાર વાત કરી છે તે ગ્રામરલી (https://www.grammarly.com/grammar-check) ગૂગલના ગ્રામર ચેક કરતાં ઘણી વધુ સારી રીતે, આપણે શું ભૂલ કરી તેની સમજ પણ આપે છે, પણ તેનો ઉપયોગ કરવા આપણે તેના વેબપેજ પર જવું પડે, જ્યારે ગૂગલ સર્ચ સાથે તો આપણો રોજનો ઘરોબો છે!
økúk{h{kt Úkíke økhçkz Mk{òðíkwt {òLkwt RLVkuøkúkrVf
ઉપર કહ્યું તેમ, ઇન્ટરનેટ પર આપણી ઇંગ્લિશની
સમજ પાકી કરવાની ઘણી બધી તક મળે છે. ઘણા લોકો આ માટે મજાનાં ઇન્ફોગ્રાફિક તૈયાર
કરીને શેર કરે છે (પિન્ટરેસ્ટ પર એક્ટિવ હો તો તેમાં આવી પોસ્ટ સર્ચ કરવી સહેલી
બનશે). કોપીબ્લોગર નામની એક કંપનીએ મોટા ભાગના લોકો ઇંગ્લિશના શબ્દપ્રયોગોમાં
ક્યાં કેવા લોચા કરે છે તેનું એક ઇન્ફોગ્રાફિક (copyblogger.com/grammar-goofs/) બનાવ્યું છે. ગ્રામરની વાત
નીકળી જ છે તો આપણે તેમાં આપેલી સમજ પર નજર ફેરવીએ - સરળ ગુજરાતી ભાષામાં!
YOUR/YOU'RE
આપણે જ્યારે કોઈ બાબત માટે માલિકીભાવ
દર્શાવવાનો હોય ત્યારે YOUR વપરાય, જેમ કે Your Computer
કે Your Pen વગેરે. જ્યારે You're એ You areનું સંક્ષિપ્ત, ટૂકું કરેલું સ્વરૂપ છે. આ વાક્ય ધ્યાનથી વાંચશો તો Your અને You're વચ્ચેનો તફાવત બરાબર સમજાઈ
જશે!
"You're
screwing up your writing by using 'your' when you mean 'you are'" એટલે કે, યુ આર કહેવું હોય ત્યારે તમે યોર કહો કે લખો તો લોચો થાય!
IT'S / ITS
અંગ્રેજી લખતા ભલભલા લોકો આ બે શબ્દોમાં થાપ ખાઈ જાય છે. You're ની જેમ જ It's એ It is અથવા It hasનું સંક્ષિપ્ત, ટૂકું સ્વરૂપ છે. જેમ કે It's an applel. જ્યારે Its એ પઝેસિવ પ્રોનાઉન એટલે કે માલિકીભાવ સૂચવતું સર્વનામ છે. જેમ કે, It's an apple. Its colour is red. તમે જો It's કે Its બંનેમાંથી શેનો ઉપયોગ સાચો એ
નક્કી કરી ન શકતા હો તો ઉપલા વાક્યમાં Its ને બદલે It
is વાંચો કે બોલો. તમને તરત
ખ્યાલ આવશે કે Its
ખોટું છે!
THERE/THEIR/THEY'RE
ફરી You're કે It's જેવી જ ગૂંચવણની વાત. ક્યારે There લખાય અને ક્યારે Their કે They're લખાય એવો ગૂંચવાડો થતો હોય તો
આ સાદી વાત ગાંઠે બાંધી રાખો - There
જે તે સ્થળ વિશેની વાત
છે, વ્યક્તિ વિશેની નહીં. જ્યારે Their એ એકથી વધુ લોકોની માલિકીની કે તેમને સંબંધિત કોઈ બાબત દર્શાવે છે અને છેલ્લે, They're એ They areનું સંક્ષિપ્ત, ટૂકું સ્વરુપ છે!
AFFECT /
EFFECT
લગભગ સરખો ઉચ્ચાર અને સરખો સ્પેલિંગ ધરાવતા આવા શબ્દો તો જબરજસ્ત ગૂંચવાડો ઊભો
કરે છે. જાણી લો કે Affect
એ એક ક્રિયાપદ છે એટલે
કે અસર થવાની ક્રિયા સૂચવે છે. જેમ કે Your ability (કે inability!) to communicate clearly
will affect your income. વાત અસરકારક રીતે કહેવાની તમારી ક્ષમતા (કે અક્ષમતા!) તમારી આવક પર અસર કરશે!
જ્યારે Effect એ પોતે સંજ્ઞા છે, એટલે અસર થવાની ક્રિયા નહીં, અસર પોતે જ. આ વાક્ય વાંચો : The
effect of poor grammar on a person’s income is well known. સમજાયું?!
THEN/THAN
Then શબ્દના આમ તો ઘણા બધા અર્થ
હોઈ શકે છે, મોટા ભાગે તે સમયના સંદર્ભમાં
વપરાય છે. જ્યારે કોઈ અલગ અલગ વાતની સરખામણી કરવાની હોય ત્યારે Than વપરાય છે, જેમ કે This is bigger than that. એક સાદો નિયમ એવો અપનાવી શકાય
કે જ્યારે સરખામણી કરવાની વાત હોય ત્યારે Than અને બાકીના બધા સંદર્ભમાં Then ઉપયોગ કરવો!
LOOSE/LOSE
આપણે જે ઇન્ફોગ્રાફિકનો આધાર લઈ રહ્યા છીએ, તેમાં આ બંને વચ્ચેનો તફાવત બહુ રમતિયાળ (ને સચોટ!) રીતે સમજાવવામાં આવ્યો છે. If your pants are too loose, you might
lose your pants. મતલબ કે જો તમારું પેન્ટ Loose
(લૂઝ ઢીલું) હશે તમે તેને Lose (લૂઝ- (ગુમાવી) શકો છો!! તફાવત બરાબર સમજાઈ ગયોને?! એવો જ નજીકનો શબ્દ છે Loss (નુક્સાન).
ME, MYSELF
& I
ટૂંકી સમજણ - વાક્યમાં સબજેક્ટ તરીકે I
નો ઉપયોગ થાય, ઓબ્જેક્ટ તરીકે meનો અને વાક્યમાં સબ્જેક્ટ અને
ઓબ્જેક્ટ બંને એક હોય ત્યારે myself નો ઉપયોગ થાય. ઉદાહરણ તરીકે આ વાક્યો જુઓ :
I am a good swimmer.
He gave me
the book.
I want to hit
myself on the head.
IMPROPER USE
OF THE APOSTROPHE
એપોસ્ટ્રોફ (') ચિહ્નનો ઉપયોગ ક્યારે કરવો જોઈએ? સામાન્ય રીતે બે સંજોગોમાં.
એક, જ્યારે શબ્દને ટૂકું સ્વરુપ
આપવું હોય, જેમ કે Do not forget the apostrophe વાક્યમાં Do not ને બદલે Don’t લખવું હોય ત્યારે. બીજું, જ્યારે માલિકીભાવ બતાવવાનો હોય ત્યારે. જેમ કે This is Keyur’s pen. એપોસ્ટ્રોફની બીજી એક વાત પણ
ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે. એક વ્યક્તિની વાત હોય ત્યારે નામની પાછળ એપોસ્ટ્રોફ
મૂકીને 's લખાય, પણ જ્યારે બહુવચન થાય ત્યારે
આ રીતે લખાય - s', જેમ કે Officers’
Colonoy.
COULD
OF, WOULD OF, SHOULD OF
Could've,
Would've ને Should've આ ત્રણેય સાચા શબ્દપ્રયોગો છે, પણ ઘણા લોકો, તેનો ઉચ્ચાર have ને બદલે of જેવો કરે છે, જે ખોટું છે. ખોટા શબ્દપ્રયોગની વાત નીકળી છે તો એ પણ ધ્યાનમાં રાખીએ કે
અત્યારે વાતવાતમાં, ફિલ્મમાં અને ટીવી પર પણ જે
વારંવાર સંભળાય છે તે Anyways
ખોટો શબ્દપ્રયોગ છે, સાચો શબ્દ માત્ર Anyway છે).
COMPLEMENT /
COMPLIMENT
સરખા ઉચ્ચારને કારણે લખવામાં થતા લોચાનો વધુ એક મામલો. Complement એટલે જે હોય તેમાં થતો કંઈક
ઉમેરો, જ્યારે Compliment એટલે કોઈ તમારા વિશે બે સારા
શબ્દો કહે તો તેમણે તમને કોમ્પ્લિમેન્ટ આપ્યાં તેમ કહેવાય!
FEWER / LESS
ક્યારે Fewer કહેવું ને ક્યારે Less કહેવું? આ ગૂંચવણ તમે રહેતી હોય તો સમજી લો કે જેે તમે ગણી શકો એને માટે Fewer શબ્દ વપરાય. જેમ કે Ravi has written fewer poems since he
got a real job. નોકરી મળી ગઈ ત્યાર પછી રવિએ
ઓછી કવિતાઓ લખી છે.
જ્યારે તમે ગણી ન શકો ત્યારે કહો કે Less
જેમ કે Seema has less interest in working
with me. સીમાને મારી સાથે કામ કરવામાં
ઓછો રસ છે. કંઈક આવી જ વાત More
અને Much માં છે. તફાવત વિચારી જુઓ!
HISTORIC/HIETORICAL
આ તો ભલભલા ગોટાળો કરી નાખે એવા શબ્દો,
પણ એક વાર બરાબર સમજી
લીધા પછી મુશ્કેલ નથી. વાત સાદી છે, કોઈ પણ મહત્ત્વની ઘટના Historic કહેવાય, એટલે કે ઇતિહાસમાં સ્થાન પામે એવી ઘટના જ્યારે Historical એટલે એવી ઘટના, જે ભૂતકાળમાં બની, તે મહત્ત્વની ન પણ હોય!
PRINCIPAL
/PRINCIPLE
એક સંજ્ઞા, નામ તરીકે Principal (સામાન્ય રીતે ઉચ્ચાર -
પ્રિન્સિપાલ) એટલે હોદ્દામાં સૌથી ટોચ પર,
અથવા તો જે તે વાતમાં
જે મુખ્ય છે તે. આ શબ્દ વિશેષણ તરીકે પણ,
લગભગ એવા જ અર્થમાં વપરાય છે. જ્યારે Principle પણ એક સંજ્ઞા, નામ છે (સાામાન્ય રીતે ઉચ્ચાર
- પ્રિન્સિપલ) એટલે હકીકત, સિદ્ધાંત , કાયદો કે ધોરણ. આપણે આશા રાખીએ કે કોઈ શિક્ષક કે અધ્યાપક તેમના વડાને પત્ર
લખતી વખતે સ્પેલિંગની આ અત્યંત સામાન્ય ભૂલ નહીં કરતા હોય!
LITERALLY
ઘણા લોકો વાતવાતમાં, પોતાની વાતમાં ભાર મૂકવા માટે
આ શબ્દ બોલતા હોય I'm
literally dying of shame આ વાક્યના આ બે ભાવાનુવાદ જુઓ
- મને તો લિટરલી શરમી મરી જવા
જેવું લાગે છે અથવા હું લિટરલી શરમથી મરી રહ્યો છું. ભેદ પરખાયો? એકમાં, મરી જવા જેવું લાગે છે ને બીજામાં મરી રહ્યો છું. લિટરલી શબ્દ ત્યારે જ વપરાય જ્યારે, તમે જે કહો છો બરાબર, અચૂક તે જ વાત હોય. કોઈ રૂપક કે કોઈ ઇશારાની વાત નહીં.
એટલે જ્યારે તમે ખરેખર મરી રહ્યા હો ત્યારે જ એવું કહી શકો કે I'm literally dying of shame. એ સિવાય નહીં!
The Dangling
Participle
વાત પાર્ટિસિપલ એટલ કે કૃદંતમાં ગરબડની છે, પણ એવા અટપટા શબ્દો છોડો, સીધી ને સાદી વાત આટલી - વાક્યના ક્રમમાં ગોટાળો કરીએ તો અર્થમાં પણ
ગરબડ થાય. પહેલાં, આ વાકય વાંચો : After rotting in the cellar for weeks,
my brother brought up some oranges. હવે એ જ વાક્ય જરા જુદા ક્રમ
સાથે વાંચો : My brother
brought up some oranges that had been rotting in the cellar for weeks.
ભેદ સમજાયો? પહેલા વાક્યનો ગુજરાતી અનુવાદ
જુઓ : ભોંયરામાં અઠવાડિયાંઓ સુધી સડ્યા પછી,
મારો ભાઈ કેટલીક
નારંગી ઉપર લાવ્યો (ભોંયરામાં કોણ સડતું હતું, નારંગી કે ભાઈ?!). સાચો ક્રમ આવો કંઈ હોઈ શકે :
મારો ભાઈ કેટલીક નારંગી ઉપર લાવ્યો, જે ભોંયરામાં અઠવાડિયાઓથી સડી
રહી હતી.
આ મજા છે ભાષાની - નજીક નજીકના શબ્દો ખાસ્સા ગૂંચવી શકે. ઊંડો ઊતરીએ તો દિમાગમાં ટ્યૂબલાઇટ થાય. આવા ઝબકારા વારંવાર થાય, સોશિયલ મીડિયામાં કે બીજે ક્યાંય સર્ચ કરતાં કરતાં થતા રહે તો ભાષા પરની પકડ મજબૂત થાય!
ðzo{kt
ykze-Q¼e ÷exe W{uhíke rxÙõMk
માઇક્રોસોફ્ટ વર્ડ ડોક્યુમેન્ટમાં બે પેરેગ્રાફ અલગ પાડવા માટે આપણે તેમાં
હોરિઝોન્ટલ લાઇન એટલે કે આડી લીટી ઉમેરી શકીએ છીએ એ તમે કદાચ જાણતા હશો. પરંતુ
કદાચ એ વાત તમારા ધ્યાન બહાર હશે કે આપણે ફક્ત કીબોર્ડના શોર્ટકટની મદદથી બે
પેરાગ્રાફ વચ્ચે આડી લીટી ઉમેરી શકીએ છીએ - એ પણ જુદા જુદા પ્રકારની લીટી! બાજુનો
સ્ક્રીનશોટ બતાવે છે તેમ કીબોર્ડ પર અમુક સ્પેશ્યલ કેરેકટર્સ માટેની કી ત્રણ વાર
પ્રેસ કરતાં અમુક નિશ્ચિત પ્રકારની આડી લીટી ડોક્યુમેન્ટમાં ઉમેરાય છે. જેમ કે...
ત્રણ વાર હાઇફન ટાઇપ કરતાં સાદી સિંગલ લાઇન ઉમેરાય,
ત્રણ વાર એસ્ટરિસ્ક (શરતો લાગુવાળી ફુદડી!) ટાઇપ કરતાં ડોટેડ લાઇન ઉમેરાય,
ત્રણ વાર બરાબરની નિશાની ટાઇપ કરતાં સાદી પણ ડબલ લાઇન ઉમેરાય,
ત્રણ વાર અંડરલાઇન સિમ્બોલ ટાઇપ કરતાં સાદી પણ બોલ્ડ સિંગલ લાઇન ઉમેરાય,
નંબરની નિશાની (અથવા સોશિયલ મીડિયાની ભાષામાં હેશટેગ!) ટાઇપ કરતાં ત્રણ લાઇન
ઉમેરાય, જેમાં વચ્ચેની લાઇન બોલ્ડ હોય,
કીબોર્ડ પર ડાબી તરફ એસ્કેપ નીચેની ટાઇલ્ડની નિશાની ત્રણ વાર ટાઇપ કરતાં
પાણીના પ્રવાહ જેવી લાઇન ઉમેરાય!
આપણા ડોક્યુમેન્ટમાં કોલમની પહોળાઈ મુજબ આ લાઇન ઉમેરાય છે એટલે કે જો આપણે
ડોક્યુમેન્ટમાં આખા પેજની પહોળાઈમાં, એક જ કોલમમાં લખાણ ટાઇપ કરી
રહ્યા હોઇએ તો આખેઆખા પેજની પહોળાઈ જેટલી લાઇન ઉમેરાય છે.
કોઈ નિશ્ચિત કી ફક્ત ત્રણ વાર પ્રેસ કરવાથી વર્ડ ડોક્યુમેન્ટમાં આખેઆખી લાઇન
ઉમેરાય એ કરામત વર્ડના ઓટો કરેક્ટ ફીચરની મદદથી થાય છે. વર્ડ ફાઇલમાં ઓપ્શન્સમાં પ્રૂફિંગ સેકશનમાં ઓટો કરેક્ટ પાર્ટમાં ઓટો ફોર્મેટ એઝ યુ ટાઇપ ટેબમાં એપ્લાય એઝ યુ ટાઇપ સેકશનમાં બોર્ડર લાઇન્સનો વિકલ્પ મળે છે.
આવી રીતે ત્રણ કી પ્રેસ કરવાથી બોર્ડર લાઇન બની જાય એવી સગવડ તમને નડતરરૂપ
બનતી હોય તો અહીંથી આ ફીચર બંધ કરી શકાય છે.
વર્ડ ફાઇલમાં મથાળાની રિબનમાંના કમાન્ડથી આડી કે ઊભી લીટી પણ ઉમેરી શકાય. કોઈ
પેરેગ્રાફને અન્ય પેરેગ્રાફથી અલગ પાડવા આપણે તેની ચારે તરફ, અથવા ઉપર કે નીચે, અથવા ડાબી કે જમણી બાજુ ઊભી
લીટી પણ ઉમેરી શકીએ છીએ. એવું કરવા માટે વર્ડમાં તમને જે પેરેગ્રાફ સાથે ઊભી લીટી
જોઇતી હોય તે પેરેગ્રાફમાં કર્સર મૂકો અને મથાળાની રિબનમાં, હોમ ટેબમાં, પેરેગ્રાફ સેકશનમાં બોર્ડર
આઇકન પર ક્લિક કરો. અહીંથી તમે ઇચ્છો એ પ્રકારે પેરેગ્રાફની ફરતે લીટી ઉમેરી શકો
છો.
અહીંથી હોરિઝોન્ટલ લાઇન ઉમેરવાની પણ સગવડ મળે છે.