પીડીએફ ફાઈલનો ડેટા એક્સેલમાં લાવવો છે ?

Updated: Sep 8th, 2024


Google NewsGoogle News
પીડીએફ ફાઈલનો ડેટા  એક્સેલમાં લાવવો છે ? 1 - image


- ½ýe ðkh ÄkÞwO fk{ fhðk {kxu ykÃkýu rðrðÄ xqÕMk þkuÄðk sEyu, ßÞkhu òuRíkwt xq÷ Mkkð nkÚkðøkwt s nkuÞ!

ઘણી વાર ઓફિસ કે સ્કૂલ કોલેજના કામકાજ દરમિયાન આપણે પોર્ટેબલ ડોક્યુમેન્ટ ફોર્મેટ (પીડીએફ) સ્વરૂપે મળેલા ડેટા ટેબલને એક્સેલ સ્પ્રેડશીટમાં ફેરવવાની જરૂર પડે. આમ તો આ કામ કરવા માટે સંખ્યાબંધ ઓનલાઇન ટૂલ્સ ઉપલબ્ધ છે, જેમાંનાં ઘણાં ખરાં ફ્રી છે, પરંતુ પીડીએફમાંથી એક્સેલ ફાઇલમાં કન્વર્ઝન કેટલું સફળતાપૂર્વક થશે તેનો આધાર પીડીએફ કઈ રીતે બનાવવામાં આવી છે તેના પર છે. જો તમારે સારી ચોકસાઈભર્યું પરિણામ જોઇતું હોય તો એક્સેલમાં જ સામેલ એક ફીચરનો લાભ લઈ શકાય.

એક્સેલમાં આપણે વિવિધ પ્રકારની ફાઇલ્સમાંના ડેટાને સહેલાઈથી ઇમ્પોર્ટ કરી શકીએ છીએ. તેનો લાભ લઇને પીડીએફ ફાઇલમાં રહેલા ડેટાને પણ એક્સેલમાં લાવી શકાય. આપણી પીડીએફ ફાઇલમાં ફક્ત એક ટેબલ હોય કે એકથી વધુ પેજમાં પથરાયેલો ડેટા હોય, એ પીડીએફમાંનાં કન્ટેન્ટને એક્સેલની મદદથી સહેલાઈથી એડિટ થઈ શકે તેવા ડેટામાં ફેરવી શકાય છે. આ માટે નીચેનાં પગલાં લેવાં જોઇશે.

(૧)     એક્સેલમાં એક કોરી સ્પ્રેડશીટ ઓપન કરો. તેમાં મથાળાની રિબનમાં ડેટા ટેબમાં જાઓ. અહીં સૌથી શરૂઆતમાં ‘ગેટ ડેટા’ બટન જોવા મળશે. તેને ક્લિક કરી, ‘ફ્રોમ ફાઇલ’ પસંદ કરો.

(૨)     જે મેનૂ ખુલે તેમાં સબ-મેનૂમાં ‘ફ્રોમ પીડીએફ’ પસંદ કરો.

(૩)     હવે આપણા કમ્પ્યૂટરમાં ફાઇલ એક્સપ્લોરર વિન્ડો ઓપન થશે. તેમાં આપણી પીડીએફ ફાઇલ શોધી કાઢો.

(૪)     એ પીડીએફ ફાઇલ સિલેક્ટ કરી ‘ઇમ્પોર્ટ’ બટન ક્લિક કરો.

(૫)     એક્સેલ પ્રોગ્રામ પીડીએફ ફાઇલને એનેલાઇઝ કરશે અને તેમાં જેટલાં ટેબલ કે પેજિસમાં એક્સેલ ઓળખી શકે તેવો ડેટા હશે તેની યાદી તૈયાર કરશે.

(૬)     નેવિગેટર પેનલમાં જોવા મળતું ટેબલ પસંદ કરો. આથી તેનો પ્રીવ્યૂ જોવા મળશે.

(૭)     હવે ‘લોડ’ બટન ક્લિક કરતાં એ ટેબલમાંનો ડેટા સ્પ્રેડશીટમાં ઇમ્પોર્ટ થશે.

(૮)     પીડીએફમાંનાં એકથી વધુ ટેબલ ઇમ્પોર્ટ કરવા હોય તો આપણે ‘સિલેક્ટ મલ્ટિપલ આઇટમ’ ચેક બોક્સ ટિક કરવાનું રહેશે. એ પછી જોઇતા ટેબલ સિલેક્ટ કરીને તેમને માટે ‘લોડ’ બટન ક્લિક કરવાનું રહેશે.

બસ આટલું જ કરવાનું છે. પીડીએફમાંનો આપણે જોઇતો ડેટા એક્સેલ ફાઇલમાં આવી જશે. આપણે તેને ઇચ્છીએ તે રીતે એનેલાઇઝ કે સોર્ટ કરી શકીશું!


Google NewsGoogle News