વેબ વોટ્સએપમાં ઇમેજ એડિટર
વોટ્સએપમાં વધુ એક
નવું ફીચર આવી રહ્યું છે. આ ફીચર નવા ઇમેજ એડિટરનું છે. આ ફીચરને કારણે જ્યારે
આપણે વોટ્સએપના વેબ વર્ઝનથી કોઈને ઇમેજ મોકલી રહ્યા હોઇશું ત્યારે સેન્ડ બટન ક્લિક
કરતાં પહેલાં વોટ્સએપમાં જ ઇમેજમાં કેટલાક ફેરફાર કરી શકીશું. જોકે આ બહુ નવી વાત
નથી. સ્માર્ટફોન માટેની વોટ્સએપ એપમાં ઇમેજ એડિટર ઘણા લાંબા સમયથી છે. જેની મદદથી
આપણે ઇમેજ પર કોઈ નિશાની કે ટેક્સ્ટ તેમજ ફિલ્ટર્સ પણ ઉમેરી શકીએ છીએ. આ સગવડ હવે
વોટ્સએપના વેબ વર્ઝનમાં પણ મળશે. તેની મદદથી આપણે ઇમેજની ઉપર ચિતરામણ કરી શકીશું
કે સ્ટિકર કે ઇમોજીસ ઉમેરી શકીશું. જરૂરી હોય તો ઇમેજને ક્રોપ કે રોટેટ પણ કરી
શકાશે. આ સાથે વોટ્સએપ એપમાં નવા ઇમોજીસ ઉમેરાઈ રહ્યા છે. નવા ઇમોજીસ મોટા ભાગે
મેન અને વિમેનને જુદી જુદી હેરસ્ટાઇલ અને સ્કીનટોનમાં દર્શાવશે.