Get The App

જો આ કામ નહીં કરો તો એરબેગ પણ નહીં બચાવી શકે તમારો જીવ! જાણો 2, 4 કે 6 એરબેગનો મતલબ

Updated: Sep 17th, 2023


Google NewsGoogle News
જો આ કામ નહીં કરો તો એરબેગ પણ નહીં બચાવી શકે તમારો જીવ! જાણો 2, 4 કે 6 એરબેગનો મતલબ 1 - image


- તમારી કારમાં 6 એરબેગ હોવા છતાં પણ જો તમે સીટ બેલ્ટ ન લગાવ્યો હોય તો અકસ્માત સમયે તે કંઈ કામ નહીં આવે

નવી દિલ્હી, તા. 17 સપ્ટેમ્બર 2023, રવિવાર

કેન્દ્રીય પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ તાજેતરમાં જ કહ્યું હતું કે, કાર કંપનીઓ માટે ગાડીઓમાં 6 એરબેગ આપવાનું અનિવાર્ય નથી. તેમણે જણાવ્યું કે, ગ્રાહકો તેમની પસંદગી પ્રમાણે બજારમાં ઉપલબ્ધ 4 અથવા 6 એરબેગ વાળા કાર વેરિઅન્ટ ખરીદી શકે છે. તેમણે એમ પણ કહ્યું કે, કાર કંપનીઓ માટે એ જરૂરી નથી કે, તે પોતાના તમામ મોડલમાં 6 એરબેગ આપે. કેન્દ્ર સરકાર 1 ઓક્ટોબર 2023થી પેસેન્જર વાહનોમાં 6 એરબેગનો નિયમને ફરજિયાત કરવાની હતી. જોકે, નીતિન ગડકરીના નિવેદન બાદ 6 એરબેગ વાળા નિયમને અનિવાર્ય બનાવવાનો વિરોધ કરનારી કાર કંપનીઓએ રાહતનો શ્વાસ લીધો છે.

કાર નિર્માતાઓનું કહેવું છે કે, 6 એરબેગ વાળા નિયમથી સસ્તી કાર પણ મોંઘી થઈ જશે. જેનાથી તેમના વેચાણ પર ખૂબ જ ખરાબ અસર પડશે. હવે 6 એરબેગ વાળા નિવેદન બાદ લોકોની વચ્ચે કારના સેફ્ટી ફિચર્સને લઈને ચર્ચા વધી ગઈ છે. હાલના સમયમાં કાર કંપનીઓ માટે યાત્રી વાહનોમાં બે એરબેગ આપવું અનિવાર્ય છે. જોકે, કેટલાક લોકોના મનમાં એ સવાલ છે કે, શું કારમાં એરબેગ વધવાથી સેફ્ટી પણ વધી જાય છે અને શું વધુ પૈસા ખર્ચીને 4 અથવા 6 એરબેગ વાળી કાર લેવાનો નિર્ણય કેટલો યોગ્ય છે? તો ચાલો આપણે તેના વિશે જાણીએ.

એરબેગ એટલે કે સારી સુરક્ષા

અગાઉ કારમાં એરબેગ ફરજિયાત નહોતા. જો તમે જો તમે જોયુ હશે તો 10-15 વર્ષથી જૂની કારમાં એરબેગ આપવામાં નહોતી આવતી. જો કે, સારા સેફ્ટી ફિચર્સની માંગ વધતા અને ઓટોમોબાઈલ માટે નવા નિયમો આવતા કારમાં પહેલા એક અને પછી બે એરબેગ આપવાનું ફરજિયાત કરવામાં આવ્યું હતું. એટલે કે કાર ગમે તેટલી સસ્તી કેમ ન હોય તેને તેના સૌથી સસ્તા બેઝ વેરિએન્ટમાં પણ તમને બે એરબેગ મળી જશે. બીજી તરફ જો તમે વધુ પૈસા ખર્ચવા તૈયાર હોવ તો તમે 4 અથવા 6 એરબેગ વાળા વેરિઅન્ટ પણ ખરીદી શકો છો.

એરબેગની સંખ્યા સાથે વધે છે સુરક્ષા

એરબેગની સંખ્યા એ જણાવે છે કે, અકસ્માત સમયે કાર તમારા માટે કેટલી સુરક્ષિત છે. ભારતમાં મોટાભાગના લોકો 2 એરબેગવાળી કાર ખરીદે છે. જો અકસ્માત નાનો હોય તો બે એરબેગ પણ જીવ બચાવવામાં મદદરૂપ બને છે. બે એરબેગ વાળી કારોમાં ડ્રાઈવર અને ફ્રન્ટ પેસેન્જર માટે એક-એક એરબેગ આપવામાં આવે છે જ્યારે પાછળના મુસાફરો માટે એરબેગ ઉપલબ્ધ નથી હોતી. જ્યારે ચાર એરબેગવાળી કારમાં ડ્રાઈવર અને ફ્રન્ટ પેસેન્જર સાથે બે પાછળના પેસેન્જર માટે પણ એરબેગ ઉપલબ્ધ હોય છે. ચાર એરબેગવાળી કાર અકસ્માત દરમિયાન પાછળના મુસાફરોને પણ સુરક્ષા પૂરી પાડે છે. છ એરબેગવાળી કારમાં આગળ અને પાછળની સીટમાં ચાર એરબેગની સાથે-સાથે બંને દરવાજામાં પણ એક-એક એરબેગ હોય છે. છ એરબેગવાળી કારોમાં અંદર બેઠેલા મુસાફરોની સંપૂર્ણ સુરક્ષા સુનિશ્ચિત હોય છે અને અકસ્માત દરમિયાન તેમને ઈજા થવાની શક્યતાઓ ખૂબ જ ઓછી હોય છે.

એરબેગ સાથે સીટ બેલ્ટ પણ જરૂરી

તમારી કારમાં 6 એરબેગ હોવા છતાં પણ જો તમે સીટ બેલ્ટ ન લગાવ્યો હોય તો અકસ્માત સમયે તે કંઈ કામ નહીં આવશે. ઘણા અકસ્માતોમાં એવું જોવા મળ્યું છે કે, કારમાં 6 એરબેગ હોવા છતાં સીટ બેલ્ટ ન લગાવવાના કારણે લોકોએ જીવ ગુમાવ્યા છે. અકસ્માત સમયે શરીરને ઝડપથી આગળની તરફ ધક્કો લાગે છે. જો આ દરમિયાન સીટ બેલ્ટ ન લગાવવામાં આવ્યો હોય તો કારની અંદર જોરદાર ટક્કર થવાથી તમારું મૃત્યુ થઈ શકે છે. આવી સ્થિતિમાં એરબેગ ખુલ્યા બાદ પણ તમને જોરથી ઝટકો લાગી શકે છે. થોડા સમય પહેલા જ ટાટા ગ્રૂપના ભૂતપૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રીનું આ જ કારણસર માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયું હતું.

શું તમારે 6 એરબેગ વાળી કાર ખરીદવી જોઈએ?

તમે કારમાં કેટલી એરબેગ ખરીદો છો તે તમારા બજેટ અને સુરક્ષાના દૃષ્ટિકોણ પર નિર્ભર કરે છે. જો તમારું બજેટ વધારે છે તો તમારે ચોક્કસપણે 6 એરબેગવાળી કાર ખરીદવી જોઈએ. જો તમે મોટે ભાગે હાઈવે પર ડ્રાઈવિંગ છો તો સુરક્ષાના દૃષ્ટિકોણથી 4 અથવા 6 એરબેગવાળી કાર તમારા માટે વધુ સારી રહેશે. જો કે, જો તમે મોટે ભાગે નજીકના વિસ્તારોમાં ડ્રાઇવ કરો છો તો તમારા માટે બે એરબેગ્સવાળી કાર પણ યોગ્ય રહેશે.



Google NewsGoogle News