Get The App

પૃથ્વીની ભ્રમણકક્ષામાં હજારો ઉપગ્રહો છે, તો શા માટે એ ફોટોમાં જોઈ શકતા નથી? જાણો તેની પાછળનું કારણ

Updated: Jan 6th, 2024


Google NewsGoogle News
પૃથ્વીની ભ્રમણકક્ષામાં હજારો ઉપગ્રહો છે, તો શા માટે એ ફોટોમાં જોઈ શકતા નથી? જાણો તેની પાછળનું કારણ 1 - image


Satellites in Earth Orbit: પૃથ્વી પર હવામાનની સ્થિતિ જાણવી હોય કે ફોન અને ટીવી દ્વારા મળતા સિગ્નલ, આ બધુ જ ઉપગ્રહ પર આધારિત છે. તેના વગર ફોન, ટીવી અને ઇન્ટરનેટ બધું ઠપ થઇ જાય છે. આ માટે બધા જ દેશને દેશના પોતાના ઉપગ્રહો હોય છે. જ્યારે પણ કોઈ ઉપગ્રહ લોન્ચ કરવામાં આવે છે, ત્યારે મોટાભાગે તેને પૃથ્વીની ભ્રમણકક્ષામાં મૂકવામાં આવે છે. ત્યાં જ આ ઉપગ્રહ ફરતા રહે છે અને જાણકારી આપતા રહે છે. UNના રિપોર્ટ અનુસાર જૂન 2023ના અંત સુધીમાં 11,330 ઉપગ્રહ પૃથ્વીની કક્ષામાં ફરતા હતા. એવામાં હજારો ઉપગ્રહો હવે બિનઉપયોગી પણ બન્યા હશે. એવામાં પ્રશ્ન એ થાય કે જયારે પૃથ્વીની તસ્વીર દેખાય છે ત્યારે આ બધા ઉપગ્રહ દેખાતા કેમ નથી?

ઉપગ્રહ ક્યારેય પોતાની ભ્રમણકક્ષા છોડતો નથી 

પૃથ્વી પરથી જેટલા પણ ઉપગ્રહ છોડવામાં આવે છે એ કાયમ માટે એક જ ભ્રમણકક્ષામાં રહે છે. જેના કારણે જંગી કચરો એકઠો થયો છે. જો કે, આમાંના મોટાભાગના ઉપગ્રહો ખૂબ નાના છે. નાના ક્યુબસેટ્સ માત્ર ચાર ઇંચ લાંબા હોય છે. ત્યાં માત્ર થોડા જ સંચાર ઉપગ્રહો છે જે 100 ફૂટથી વધુ ઊંચા હશે.

શું છે તેની પાછળનું કારણ?

જ્યારે પણ અવકાશમાંથી પૃથ્વીની તસવીર લેવામાં આવે છે, ત્યારે તે સેંકડો કિલોમીટર ઉપરથી લેવામાં આવે છે. આ સિવાય, અવકાશયાત્રીઓ જયારે પૃથ્વીની તસ્વીર લે છે ત્યારે તે કેમેરાના કેનવાસને મોટો કરે છે, જેના કારણે બધું જ નાનું દેખાવા લાગે છે. EPIC ના કેમેરા જોઈ શકે તેવી નાની વસ્તુ પણ જોઈ શકે છે. પરંતુ તે ત્યારે જ દેખાશે કે જયારે વસ્તુ 8 થી 10 કિલોમીટર પહોળી હશે. એવામાં 7,917.5 માઈલના અંતરે ફેલાયેલો નાનો કચરો તો જોવા જ મળવો અસંભવ છે. આજકાલ હાઈ રિઝોલ્યુશન કેમેરા પણ આવી ગયા છે, પરંતુ તે પણ એટલું સારું રીઝોલ્યુશન આપતા નથી. MODIS સેટેલાઇટમાં હાઇ રિઝોલ્યુશન કેમેરા છે, જે કિલોમીટર સુધી પહોળી વસ્તુઓને જોઇ શકે છે. પરંતુ આમાં પણ ભાગ્યે જ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન દેખાશે. 

પૃથ્વીની ભ્રમણકક્ષામાં હજારો ઉપગ્રહો છે, તો શા માટે એ ફોટોમાં જોઈ શકતા નથી? જાણો તેની પાછળનું કારણ 2 - image



Google NewsGoogle News