સાવધાન ! મોબાઈલમાં આવું સિગ્નલ મળે તો તુરંત બદલો સેટિંગ, નહીં તો થશે મોટો ખતરો
માહિતી પ્રમાણે હેકર્સ ગુપ્ત રીતે યૂઝર્સના ફોન સ્ક્રીનનું રેકોર્ડિંગ કરે છે
તો તમારા ફોનની જમણી બાજુમાં ગ્રીન કલરની લાઈટ ચાલુ થઈ જશે
Image Twitter |
Mobile Screen Recording : વર્તમાન સમયમાં રોજબરોજના કામ મોબાઈલ દ્વારા થઈ રહ્યા છે. દિવસે- દિવસે મોબાઈલની માંગમાં સતત વધારો થઈ રહ્યો છે. અને તેમા પણ સ્માર્ટફોન આવતાંની સાથે યૂઝર તેના જરુરી ડોક્યૂમેન્ટની હાર્ડ કોપી પોતાની સાથે રાખવાના બદલે પોતાના ફોનમાં સોફ્ટ કોપી સ્ટોર કરીને તમામ કામ ચલાવે છે. પરંતુ જેમ-જેમ ફોન દ્વારા વિવિધ પ્રકારની સુવિધા મળી રહી છે, તેની સાથે ફોન હેકિંગનો ખતરો પણ ઘણો વધી રહ્યો છે.
હેકર્સ ગુપ્ત રીતે યૂઝર્સના ફોન સ્ક્રીનને રેકોર્ડ કરે છે
હેકર્સ દરરોજ નવી નવી ટેકનીક અપનાવી નિર્દોષ લોકો સાથે છેતરપિંડી કરે છે. હાલમાં મળતી માહિતી પ્રમાણે હેકર્સ ગુપ્ત રીતે યૂઝર્સના ફોન સ્ક્રીનને રેકોર્ડ કરે છે, પરંતુ નવાઈની વાત એ છે કે જ્યારે ફોનની સ્ક્રીન રેકોર્ડ થઈ રહી હોય છે ત્યારે યૂઝર્સને કોઈપણ પ્રકારનો ખ્યાલ જ નથી આવતો. અને હેકર્સ મહત્ત્વના ડેટા ચોરી કરીને છેતરપિંડીના ખેલ શરુ કરે છે. ફોનમાં આપણો કેટલોક મહત્ત્વનો ડેટા રહેલો હોય છે, તેના કારણે ખૂબ ડર રહે છે ક્યાંક આપણો પ્રસનલ ડેટા કોઈના હાથમાં ન જતો રહે.
કેવી રીતે ખ્યાલ આવે કે કોઈ સ્ક્રીન રેકોર્ડ કરી રહ્યું છે
હા, દરેક લોકોના મનમાં એક સવાલ એ થાય કે, કેવી રીતે ખબર પડે કે આપણા ફોનનું કોઈ સ્ક્રીન રેકોર્ડિંગ કરી રહ્યું છે? આ વાતનો માહિતી લેવી સરળ નથી, પરંતુ ફોનમાં એવા કેટલાક ફીચર્સ આપવામાં આવ્યા હોય છે, તેમા હેકર્સ દ્વારા જો તમારો ફોનના કેમેરાનો અથવા માઈકનો ઉપયોગ કરવામાં આવતો હોય તો તમારા ફોનની જમણી બાજુમાં ગ્રીન કલરની લાઈટ ચાલુ થઈ જાય છે.
ગ્રીન ડોટ એક એવું ટુલ્સ છે કે જેનાથી તમે એ જાણી શકો છો કે, કોઈ એપ્લિકેશન દ્વારા હાલમાં ફોનના કેમેરા અથવા માઈક્રોફોનનો ઉપયોગ કરી રહ્યું છે.
તો તરત આ સેટિંગ બદલી નાખો
જો સ્ક્રીન કોઈ એપ દ્વારા રેકોર્ડ થઈ રહી છે તો સૌથી પહેલા એ જોવો કે રેકોડિંગ કઈ એપ દ્વારા થઈ રહ્યું છે. ખબર પડ્યા પછી તરત એ એપને ડિલીટ કરી દો. આ સિવાય બીજી રીત એ છે કે, જો તમને થોડો પણ શખ છે કે તમારો ફોન હેકરના હાથમાં લાગી ચુક્યો છે તો તમારે વધારે કાઈ વિચાર્યા વગર ફોનને રિસેટ કરી લેવો જોઈએ.