ICCએ AI ટૂલ લોન્ચ કર્યું: સોશિયલ મીડિયા પર પ્લેયર્સને હેરેસમેન્ટથી બચાવવા માટે લીધા પગલાં
ICC AI Tool: ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) દ્વારા AI ટૂલ લોન્ચ કરવામાં આવ્યું છે. આ ટૂલ ખાસ કરીને પ્લેયર્સને ઓનલાઇન હેરેસમેન્ટથી બચાવવા માટે બનાવવામાં આવ્યું છે અને એમાં પણ મહિલા પ્લેયર્સને આવતી કવરેજથી. સોશિયલ મીડિયા પર થતી હેટ સ્પીચ અને અશ્લીલ કમેન્ટથી પ્લેયર્સને દૂર રાખવા માટે આ ટૂલનો ઉપયોગ કરવામાં આવશે. પ્લેયર્સ ટોક્સિક કન્ટેન્ટથી દૂર રહે અને તેમનું ફોકસ જાળવી રાખે એ જ આ ટૂલનો મુખ્ય ઉદ્દેશ છે.
પાર્ટનરશિપ
ICC દ્વારા આ ટૂલને યુનાઇટેડ કિંગડમની સોફ્ટવેર બનાવતી કંપની ગોબબલ સાથે મળીને બનાવવામાં આવ્યું છે. આ માટે તેમણે પાર્ટનરશિપ કરી હતી જેથી કરીને પ્લેયર્સને સારામાં સારી સેવા પૂરી પાડી શકાય.
શું કરશે આ ટૂલ?
આ ટૂલ સોશિયલ મીડિયા પર પ્લેયર્સ વિશે કરવામાં આવતી તમામ કમેન્ટને મોનિટર કરશે. પ્લેયર્સના એકાઉન્ટ અને ICCના ઓફિશિયલ એકાઉન્ટ પર જે પણ વ્યક્તિ ખરાબ કમેન્ટ કરશે એને આ ટૂલ દૂર કરશે અને પ્લેયર્સની સામે નહીં આવવા દે. પ્લેયર્સના દિમાગ પર આ કમેન્ટની અસર ન થાય અને તેમની મેન્ટલ હેલ્થ જળવાઈ રહે એ માટે આ ટૂલ તમામ કમેન્ટને ફિલ્ટર કરશે. આ કરવાથી પ્લેયર્સને એક પોઝિટિવ માહોલ મળી શકશે જેથી તેમના પરફોર્મન્સ પર અસર નહીં પડે.
કેટલા પ્લેયર્સે આ માટે હામી ભરી
ICC દ્વારા આ ટૂલને વિમેન્સ T20 વર્લ્ડ કપ 2024 પહેલાં લોન્ચ કરવામાં આવ્યું છે. આ માટે લગભગ 60 પ્લેયર્સ દ્વારા તેમના સોશિયલ મીડિયાને પ્રોટેક્ટ કરવા માટે તૈયાર દેખાડી છે. આ ટૂલનો ઉપયોગ વર્લ્ડ કપ દરમિયાન કરવામાં આવશે.
વિમેન્સ વર્લ્ડ કપ
આ ટુર્નામેન્ટ 3 ઑક્ટોબરથી શારજાહમાં શરૂ થઈ ગઈ છે અને 20 ઑક્ટોબરે દુબઈમાં ફાઇનલ મેચ રમાશે.