Get The App

ઈલોન મસ્કે જણાવ્યું Mars Missionનો ગેમ પ્લાન, કેવી રીતે લાખો લોકોને મંગળ પર લઈ જશે?

Updated: Feb 12th, 2024


Google NewsGoogle News

ઈલોન મસ્કે જણાવ્યું Mars Missionનો ગેમ પ્લાન, કેવી રીતે લાખો લોકોને મંગળ પર લઈ જશે? 1 - image

નવી દિલ્હી,તા. 12 ફેબ્રુઆરી 2024,સોમવાર 

ઈલોન મસ્ક વિશ્વના સૌથી ધનિક લોકોમાંના એક છે. તેમના પ્લાન પણ અચંબામા મુકી દે તેવા હોય છે. મસ્કે પોતાની લેટેસ્ટ પોસ્ટમાં ખુલાસો કર્યો છે કે તે લાખો લોકોને મંગળ પર લઈ જશે. તેણે આ પોસ્ટ કોઈ અન્યના પોસ્ટમાં રિપ્લાઇ આપતાં કરી છે.  મસ્ક મંગળ પર કોલોની બનાવવાની વાત કરી ચૂક્યા છે. હવે આ અઠવાડિયે તેમણે ફરી એકવાર તેમના આ પ્લાન વિશે વાત કરી હતી. મસ્કે કહ્યું છે કે તે 10 લાખ લોકોને મંગળ પર લઈ જશે. જો કે તેમાં કોઈ ટાઇમલાઇનનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.

મસ્કનો  મંગળ મિશનનો ગેમ પ્લાન

મસ્કે X પર એક પોસ્ટ શેર કરી, જેમાં લખ્યું હતું કે, અમે એક ગેમ પ્લાન બનાવી રહ્યા છીએ, જે 10 લાખ લોકોને મંગળ પર લઈ જવામાં આવશે. મસ્કે પોતાની પોસ્ટમાં જણાવ્યું કે એક ટ્રીપમાં તેઓ મંગળ પર પહોંચી જશે. તે ફ્લાઇટમાં મુસાફરી કરવા જેવું હશે. મંગળ પર રહેવા માટે હજુ ઘણું કામ કરવાની જરૂર છે.

મસ્કનો મહત્ત્વાકાંક્ષી  મૂન પ્લાન 

આ પહેલા એક યુઝરે રેડ પ્લેનેટ પર સ્ટારશિપ લોન્ચ કરવા વિશે પૂછ્યું  ત્યારે મસ્કે જવાબ આપ્યો હતો કે, સ્ટારશિપને 5 વર્ષની અંદર ચંદ્ર પર પહોંચાડવાની છે. મસ્ક પહેલા જ વિશ્વાસ  જતાવી ચૂક્યા છે કે, સ્પેસએક્સની મદદથી 8 વર્ષની અંદર મનુષ્યને ચંદ્ર પર મોકલવામાં આવશે.


Google NewsGoogle News