આર્ટમિસ :નાસાના અધિકારી આશાસ્પદ ,2030 પહેલા મનુષ્ય ચંદ્ર પર રહેશે તથા કામ પણ કરશે
- મનુષ્ય 2030 પહેલા ચંદ્ર પર સક્રિય થઈ શકશે- હૉવર્ડ હૂ
નવી દિલ્હી,તા. 21 નવેમ્બર 2022, સોમવાર
નાસાના એક અધિકારીએ જણાવ્યું છે કે આ દસકામાં મનુષ્ય લાંબા સમય સુધી ચંદ્ર પર રહી શકશે. નાસાના ઓરિયન ચંદ્ર અવકાશીયાનના નેજા હેઠળ કામ કરી રહેલ હૉવર્ડ હૂ એ જણાવ્યું છે કે મનુષ્ય 2030 પહેલાં ચંદ્ર પર સક્રિય થઈ શકશે કે જેમાં રહેઠાણ તેમજ કામકાજના સમર્થન માટે રોવર્સ હશે .તેમણે જણાવ્યું કે આ દસકામાં આપણે થોડા લાંબા સમયની અવધિ માટે ચંદ્ર પર રહી શકીશું કે જ્યાં મનુષ્ય માટે રહેવા લાયક જગ્યા હશે અને તેની પાસે જમીન પર રોવર્સ પણ હશે. અમે ચંદ્ર પર મનુષ્ય ને મોકલીશું અને તે ત્યાં રહીને વૈજ્ઞાનિક કાર્ય કરશે અને સત્વરે ત્યાંનાં વાતાવરણ માં ઢળી જશે.
લગભગ 50 વર્ષ બાદ નાસા એ ચંદ્ર પર પોતાનું મિશન લોન્ચ કર્યું છે. અમેરિકી અવકાશી સંસ્થાએ બુધવારે ચંદ્ર પર મનુષ્ય મિશનની શરુઆત કરી છે.પોતાના ત્રીજા પ્રયાસમાં નાસાએ આર્ટમિસ-1 મિશન લોન્ચ કર્યું. તેની પહેલા નાસાએ 50વર્ષ પહેલા ચંદ્ર પર એપોલો મિશન મોકલ્યું હતું. જાણકારી અનુસાર 32 માળ જેટલી ઊંચાઈ ધરાવતું અવકાશી લોન્ચ સિસ્ટમ (એસ એલ એસ )રોકેટ કેનેડી સ્પેસ સેન્ટરથી લોન્ચ કરવામાં આવ્યું.
અત્યાર સુધીનું સૌથી શક્તિશાળી રોકેટ
અવકાશી રોકેટ આર્ટમિસ -1 અને ઓરિયન સ્પેસક્રાફ્ટની પરીક્ષણ માટેની પહેલી ઉડાન છે. 322ફૂટ (98 મીટર)લાંબુ આ રોકેટ નાસા દ્વારા બનાવવામાં આવેલું સૌથી શક્તિશાળી રોકેટ છે. તેના દ્વારા ચાલકદળ વગરનું ઓરિયન સ્પેસક્રાફ્ટ ચંદ્ર પર છોડવામાં આવ્યું. લગભગ 42 દિવસ સુધી ઓરિયન ચંદ્ર પર પરીક્ષણ કરશે.
2025માં નાસાનું ત્રીજું ચંદ્ર મિશન
નાસાના આર્ટમિસ ચંદ્ર કાર્યક્રમ અંતર્ગત આ પહેલું મિશન હશે. 2025માં નાસા પોતાના ત્રીજા મિશન અંતર્ગત અવકાશી યાત્રીઓને ચંદ્ર પર ઉતારવાની યોજના પર કામ કરી રહ્યું છે. નાસાએ ચંદ્રની સમીપ જતાં પહેલા તેની સપાટીથી 60 માઈલ ઉપર ઓરિયન ઉપગ્રહથી પરીક્ષણ ની યોજના બનાવી છે.