માનવી પૃથ્વી ખતમ કરવાની દિશામાં? જાનવરોને લઈને ચોંકાવનારો રિપોર્ટ આવ્યો સામે

પ્રાણીસંગ્રહાલયના જીવોની પરિસ્થિતિ જોતા એવુ લાગી રહ્યું છે હવે તેમને સામાન્ય સ્થિતિમાં લાવવા મુશ્કેલ

વૈજ્ઞાનિકોના મત પ્રમાણે માનવીય ગતિવિધિઓએ ધરતીને વિનાશના આરે લાવીને ઊભા કરી દીધી છે

Updated: Mar 2nd, 2023


Google NewsGoogle News
માનવી પૃથ્વી ખતમ કરવાની દિશામાં? જાનવરોને લઈને ચોંકાવનારો રિપોર્ટ આવ્યો સામે 1 - image
Image Envato

તા. 2 માર્ચ 2023, ગુરુવાર

ઘરતી પર જીવનના વિકાસ  સાથે સાથે કેટલીક નવી પ્રજાતિ ઉત્પન્ન થઈ તો કેટલીક પ્રજાતિઓ લુપ્ત થઈ રહી છે. તો કેટલીક પ્રજાતિઓ એવી છે કે તેમણે પોતાની આસપાસના વાતાવરણને અનુકુળ બનાવી લીધી. અને કેટલીક જંગલી પ્રજાતિઓ જળવાયુ અને પર્યાવરણને અનુકુળ ન બનાવી શક્યા અને ધીરે ધીરે આવી પ્રજાતિઓ લુપ્ત થવા લાગી. હવે વૈજ્ઞાનિકોનું કહેવુ છે કે જંગલી જાનવરોની કેટલીક પ્રજાતિઓ લુપ્ત થઈ રહી છે. એટલુ જ નહી આ પ્રજાતિઓમાં પ્રાણીસંગ્રહાલયમાં રાખેલા પ્રાણીઓની પરિસ્થિતિ જોતા એવુ લાગી રહ્યું છે હવે તેમને સામાન્ય સ્થિતિમાં લાવવા મુશ્કેલ છે. અને તેેેમાથી કેટલાક જંગલી પ્રાણીઓની પ્રજાતિ બિલકુલ પુરી રીતે લુપ્ત થવાના આરે છે. 

પ્રાણીસંગ્રહાલયના જીવોની પરિસ્થિતિ જોતા એવુ લાગી રહ્યું છે હવે તેમને સામાન્ય સ્થિતિમાં લાવવા મુશ્કેલ

આ બાબતે નિષ્ણાતોનાં જણાવ્યા મુજબ લુપ્ત થઈ રહેલા પ્રાણીઓની રફતાર પ્રલયકાળથી પણ વધુ તેજ ગતિથી લુપ્ત થઈ રહી છે. નિષ્ણાતોના કહેવા પ્રમાણે જંગલી પ્રાણીઓ તેમના પ્રાકૃતિક રહેઠાણમાં હવે માત્ર 10 થી પણ ઓછા રહ્યા છે. અને તેમાથી બચેલા પ્રાણીઓને પ્રાણીસંગ્રહાલયમાંથી જંગલોમાં છોડી દેવામાં આવે છે. નવા સંશોધન પછી વૈજ્ઞાનિકોનું કહેવુ છે કે આ રીતે જંગલી પ્રાણીઓને બચાવવાનો એક નવો જુગાડ છે પરંતુ તેમને બચાવવા ન બરાબર છે. વાસ્તવમાં પ્રાણીસંગ્રહાલયના પ્રાણીઓને બચાવવા ખૂબ મુશ્કેલ છે. આવા સમયે પ્રાણીસંગ્રહાલયમાંથી જંગલમાં છોડેલા પ્રાણીઓ પણ મરી રહ્યા છે. 

સામાન્યથી 1000 ગણી વધારે ઝડપથી લુપ્ત થઈ રહ્યા છે વન્ચજીવો

કેટલાક સંશોધન કર્તાઓએ પોતાના સંશોધનમાં નોધ્યુ છે અને તેમા લુપ્ત થઈ રહેલા વન્યજીવોની લાલ યાદી તૈયાર કરી છે. જે લાલયાદી પ્રમાણે વન્યજીવોની આબાદી વધારવા માટે ઘણા જાનવરોને જંગલમાં છોડવામાં આવ્યા છે. પરંતુ તેમાથી માત્ર 12 એવી પ્રજાતિઓ છે કે તેમની સંખ્યામાં થોડા વધારો નોધાયો છે. બાકીના પ્રાણીઓની સંખ્યામાં કોઈ વધારો થઈ શક્યો નથી. વૈજ્ઞાનિકોના મત પ્રમાણે માનવીય ગતિવિધિઓના કારણે ધરતી વિનાશ થવાના આરે ઊભી છે. માનવી વિકાસની દોડમાં કુદરતના ક્રમથી વિરુદ્ધ જઈ રહ્યો છે અને અંતે ઘરતીનો વિનાશ કરી રહ્યો છે. હજુ પણ માનવી ચેતી જાય તો સમય છે. 

વૈજ્ઞાનિકોના મત પ્રમાણે માનવીય ગતિવિધિઓએ ધરતીને વિનાશના આરે લાવીને ઊભી કરી દીધી છે

આપને જણાવી દઈએ કે વર્ષ 1994માં પુરી રીતે લુપ્ત થવાનો ખતરો દેખાઈ રહ્યો હતો ત્યારે આવા જાનવરોની એક લાલ યાદી તૈયાર કરવામાં આવી હતી. તેમા જંગલોમાં લુપ્ત થનારી શ્રેણીમાં આવતા પ્રાણીઓની તપાસ કરવામાં આવી હતી. જાણકારોએ આપેલી માહિતી પ્રમાણે 66 કરોડ વર્ષ પહેલા એક વિશાળ ઉલ્કા પિંડ ધરતી પર ટકરાવાના કારણે ડાયનાસોર જેવા વિશાળકાય જીવ પણ નષ્ટ થઈ ગયા હતા. વર્તમાન સમયમાં મોટાભાગના જીવ સંકટનો સામનો કરી રહ્યા છે. વૈજ્ઞાનિકોના મત પ્રમાણે માનવીય ગતિવિધિઓએ ધરતીને વિનાશના આરે લાવીને ઊભી કરી દીધી છે. અત્યારના સમયમાં આ પ્રજાતિઓ સામાન્યથી 1000 ગણી વધારે ઝડપથી લુપ્ત થઈ રહી છે. 


Google NewsGoogle News