Get The App

Huaweiનો એન્ડ્રોઇડને ઝટકો: ગૂગલ પર નિર્ભરતા ઘટાડવા ઓપરેટિંગ સિસ્ટમ લોન્ચ

Updated: Mar 22nd, 2025

GS TEAM


Google News
Google News
Huaweiનો એન્ડ્રોઇડને ઝટકો: ગૂગલ પર નિર્ભરતા ઘટાડવા ઓપરેટિંગ સિસ્ટમ લોન્ચ 1 - image


Huawei Ditch Android: Huawei દ્વારા તાજેતરમાં તેમનો નવો ફોલ્ડેબલ ફોન લોન્ચ કરવામાં આવ્યો છે, જેને પ્યુરા એક્સ નામ આપવામાં આવ્યું છે. આ સ્માર્ટફોનની વિશેષતા એ છે કે તેમાં એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. વર્ષો પછી પહેલીવાર એવું બન્યું છે કે એપલ ઉપરાંત કોઈ બીજી કંપની પણ પોતાની ઓપરેટિંગ સિસ્ટમ તરફ પ્રયાણ કરી રહી છે. એક સમય હતો જ્યારે દરેક કંપની પોતાની ઓપરેટિંગ સિસ્ટમ ધરાવતી હતી, પરંતુ એન્ડ્રોઇડના માર્કેટમાં પ્રવેશ પછી એવું જોવા મળી રહ્યું નથી. એન્ડ્રોઇડ અને એપલ વચ્ચે હંમેશા હરિફાઈ રહી છે. હવે Huawei પણ પોતાની ઓપરેટિંગ સિસ્ટમ હાર્મનીઓએસ સાથે માર્કેટમાં પ્રવેશ કરી રહી છે. કંપનીએ આ નિર્ણય લઈને રિસ્ક લીધો છે, ખાસ કરીને તેમની લેટેસ્ટ ડિવાઇસ માટે ઓપરેટિંગ સિસ્ટમ બદલીને.

એન્ડ્રોઇડ પર અસર

વિશ્વના સ્માર્ટફોન માર્કેટમાં એન્ડ્રોઇડનું પ્રભુત્વ રહ્યું છે. ઓપન-સોર્સ પ્લેટફોર્મ તરીકે, એન્ડ્રોઇડનો ઉપયોગ અનેક કંપનીઓ કરે છે, પરંતુ એન્ડ્રોઇડ ઇકોસિસ્ટમમાં ગૂગલનું પ્રભુત્વ સ્પષ્ટ રહ્યું છે. હવે Huawei, સ્વતંત્ર કાર્ય માટે તેમની પોતાની ઓપરેટિંગ સિસ્ટમ હાર્મનીઓઓએસ સાથે આવ્યો છે. અમેરિકાએ Huawei પર પ્રતિબંધ મૂકતાં કંપનીએ ગૂગલની ઇકોસિસ્ટમમાંથી દૂર રહેવાનું પસંદ કર્યું છે. Huaweiનો આ પ્રયત્ન હવે ઓપ્પો, વિવો અને શાઓમી જેવી અન્ય ચીની કંપનીઓને પણ પ્રેરણા આપી શકે છે કે તેઓ તેમની પોતાની ઓપરેટિંગ સિસ્ટમ વિકાસમાં લાગણીશીલ બને. જો ચીનની કંપનીઓ આમ કરે છે, તો એન્ડ્રોઇડ માટે આ ખરાબ સમાચાર છે. એન્ડ્રોઇડ પરનો ઉપયોગ ઓછો થતા ગૂગલની ઇકોસિસ્ટમ અને તેનાથી થતી આવક પર અસર થશે.

અન્ય કંપનીઓ માટે પડકાર

Huaweiનો આ નિર્ણય અન્ય કંપનીઓ પર દબાણ વધારી શકે છે. સેમસંગ અને મોટોરોલા જેવી કંપનીઓ, જે ફોલ્ડેબલ સ્માર્ટફોનના માર્કેટમાં આગવું સ્થાન ધરાવે છે, તે હવે તેમના પોતાના ઓપરેટિંગ સિસ્ટમ વિકસાવવાનું વિચારે. આ પછી, ગ્રાહકો માટે કસ્ટમાઇઝ્ડ સોફ્ટવેર ઉપલબ્ધ કરાવવું તેમનું મુખ્ય લક્ષ્ય રહેશે. પ્યુરા એક્સની વિશાળ સ્ક્રીન અને એઆઈ આસિસ્ટન્ટ જેવી અનોખી સુવિધાઓ માર્કેટમાં ઉચ્ચ ધોરણ સુસ્થાપિત કરે છે. જો Huaweiનો આ નિર્ણય સફળ રહે છે, તો અન્ય કંપનીઓ પણ આ પડકારને સ્વીકારી પોતાની ઓપરેટિંગ સિસ્ટમ બનાવે એવી સંભાવના છે.

Huaweiનો એન્ડ્રોઇડને ઝટકો: ગૂગલ પર નિર્ભરતા ઘટાડવા ઓપરેટિંગ સિસ્ટમ લોન્ચ 2 - image

HarmonyOSમાં ડીપસીકનો ઉપયોગ

Huawei દ્વારા તેમના પોતાના પેન્ગુ એઆઈ મોડલ અને ડીપસીકને એકીકૃત કર્યું છે. જેમકે Apple તેમના ઇન્ટેલિજન્સ માટે ChatGPTનો ઉપયોગ કરે છે, તેમ Huawei HarmonyOSમાં ડીપસીકના ફાયદા મેળવી રહ્યો છે. આ એઆઈ ટૂલની મદદથી સંભવિત યુઝર્સ માટે વધારે સ્માર્ટ અને વ્યક્તિગત સેવાઓ ઉપલબ્ધ થાય છે, જે હાલમાં એન્ડ્રોઇડ અથવા અન્ય ઓપરેટિંગ સિસ્ટમમાં ઉપલબ્ધ નથી.

આ પણ વાંચો: ટેસ્લાના શેર્સમાં 40%ના કડાકા બાદ મસ્ક માટે રાહતભર્યા સમાચાર, રોબોટેક્સી માટે એપ્રૂવલ મળ્યું

વિશ્વભરમાં એની થશે અસર

હાલમાં પ્યુરા એક્સ ફક્ત ચીનમાં જ ઉપલબ્ધ છે, પરંતુ તેની સફળતા ગ્લોબલ સ્તરે તેની અસર ઊંચી કરી શકે છે. જો HarmonyOS લોકોને ગમતું નીવડે, તો એ એન્ડ્રોઇડ અને એપલ માટે સ્પર્ધામાં એક નવી દિશા લાવશે. હવે પ્રશ્ન એ છે કે ફક્ત Huawei જ નહીં, પણ અન્ય કંપનીઓ પણ પોતાની ઓપરેટિંગ સિસ્ટમ વિકસાવી શકે છે. Huaweiનું આ ઉત્પાદન ઇનોવેશન અને સ્વતંત્રતાનું પ્રતિક છે, જે ગૂગલની ઇકોસિસ્ટમ પર કંપનીઓની નિર્ભરતા ઘટાડવામાં મદદરૂપ થાય છે.

Tags :