સોશિયલ મીડિયા પર વાઈરલ ફેક વિડીયોની ઓળખ કઈ રીતે કરી શકાય છે? જાણીએ
હાલ ડીપફેકના કારણે પૂરી દુનિયામાં ફેક વિડીયો અને ફોટોએ લોકોનું ધ્યાન ખેંચ્યું છે
ત્યારે આજે જાણીએ કે કેવી રીતે ફેક વિડીયો તેમજ ફોટોની ઓળખ કરી શકાય છે
Identify fake videos on Social Media: હાલ ઇઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધના સોશિયલ મીડિયા પર 2 વિડીયો વાઈરલ છે. જેમાં એક વિડીયોમાં એક બાળક તેના પિતાના મૃતદેહ પાસે બેસીને રડે છે. તેમજ બીજા વિડિયોમાં એક ગર્ભવતી મહિલાનું પેટ ખુલ્લું છે અને તે 7 ઓક્ટોબર 2023ના રોજ ઇઝરાયેલમાં હમાસના હુમલા બાદ પીડિતોના મૃતદેહોને સંભાળતી અર્ધલશ્કરી દળની જુબાનીના દસ્તાવેજીકરણનો દાવો કરે છે.
ડીપફેક બન્યું છે પડકારજનક
આ બંને વીડિયો વાસ્તવિક હોવા છતાં, તેઓ જે ઘટનાઓ વિશે દાવો કરે છે તેની સાથે કોઈ સંબંધ નથી. બાળકની ક્લિપ 2016ની સીરિયાની છે જ્યારે મહિલાનો વીડિયો 2018નો મેક્સિકોનો છે. તાજેતરના ઘણા સમાચારોમાં ડીપફેકના અંગે જાણકારીઓ મળી છે. આ પ્રકારના વિડીઓ બનાવવા માટે વધુ સંસાધનોની જરૂર નથી. તેમ આમતે માત્ર તારીખ તેમજ લોકેશન બદલવામાં આવે છે અથવા તો વિડીયો ગેમમાંથી ક્લિપનો ઉપયોગ કરીને તેને યુદ્ધભૂમિ તરીકે રજૂ કરવું ખૂબ જ સરળ છે.
સોશિયલ મીડિયા વાઈરલના કારણે લોકો થાય છે ભ્રમિત
અમુક સાવચેતી રાખવાથી આ પ્રકારના ફેક વિડીયોથી બચી શકાય છે. જેના માટે તે વિડીયોના સ્ત્રોત અંગે જાણકારી મેળવવી જરૂરી છે. જો કે તે અંગે જાણકારી મેળવવી ખુબ જ મુશ્કેલ છે. કારણે કે મોટાભાગના લોકો જાણ્યા કે સમજ્યા વગર જ સોશિયલ મીડિયામાં જે જોવા મળે છે તેના પર વિશ્વાસ કરીને તેને પ્રોત્સાહન આપે છે. કારણકે મોટાભાગના લોકો એ માનવા માટે તૈયાર જ નથી હોતા કે તેમને પણ કોઈ છેતરી શકે છે.
ફેક વિડીયોની ઓળખ કરવી ખુબ સરળ
લોકલાગણીને ઉશ્કેરતી તસવીરો કે વીડિયો નકલી હોવા છતાં સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ જાય છે. લોકો ગુસ્સામાં આ વાત સમજી શકતા નથી કે તેઓ જે વિડિયો પ્રમોટ કરી રહ્યા છે તે સાચો છે કે ફેક. જ્યારે માત્ર કેટલીક બાબતોને ધ્યાનમાં રાખીને, સાચા અને ફેક વિડીયો વચ્ચેનો તફાવત જાણી શકાય છે. જેમકે શું તમે ખરેખર જાણો છો કે તમે શું જોઈ રહ્યાં છો? ફૂટેજ પોસ્ટ કરનાર વ્યક્તિ સ્થાપિત રિપોર્ટર છે કે જેની વિશ્વસનીયતા શંકાસ્પદ છે? શું લાંબા વિડિયોની કોઈ લિંક છે? યાદ રાખો, ક્લિપ જેટલી નાની, તમારે તેટલી વધુ સાવચેતી રાખવી જરૂરી છે.