કેવી રીતે થશે પૃથ્વીનો અંત? વિનાશનું કારણ હશે સૂર્ય
image: @Astronomiaum Twitter
નવી દિલ્હી,તા. 29 સપ્ટેમ્બર 2023, શુક્રવાર
પૃથ્વીના અંતની વાત કરવામાં આવતી હોય ત્યારે લોકો એવું કહેતા હોય છે કે, અંતરિક્ષમાંથી કોઇ મોટું ઉલ્કાપિંડ પૃથ્વી સાથે ટકરાશે, જેના કારણે પૃથ્વી નષ્ટ થઈ જશે અને દુનિયાનો અંત આવશે. વૈજ્ઞાનિકો આ સવાલનો સાચો જવાબ શોઘવા માટે ઘણાં સમયથી સંશોધન તેમજ અભ્યાસ કરી રહ્યા હતા. ત્યારે હવે વૈજ્ઞાનિકોને સફળતા મળી ગઈ છે.
હાઉ સ્ટફ વર્ક્સ વેબસાઈટના રિપોર્ટ અનુસાર, વૈજ્ઞાનિકોએ અનુમાન લગાવ્યું છે કે, પૃથ્વીનો અંત વર્ષ 1,00,00,02,021માં થશે. આ વર્ષ આવવામાં હજુ ઘણો સમય છે, તેથી ચિંતા કરવાની જરૂર નથી. આ સાથે આ રિપોર્ટંમા પૃથ્વીના અંતનું કારણ સૂર્ય જણાવાયુ છે. સૂર્ય એટલો ગરમ થશે કે, તે પૃથ્વીના પર્યાવરણને નષ્ટ કરશે જેના કારણે ઓક્સિજન સંપૂર્ણપણે નાશ પામશે.
નેચર જીઓસાયન્સ જર્નલમાં એક લેખમાં આ દાવો કરવામાં આવ્યો છે. વૈજ્ઞાનિકો કાઝુમી ઓઝાકી અને ક્રિસ્ટોફર રેનહાર્ડ દ્વારા બહાર પાડવામાં આવેલા આ સંશોધનમાં દાવો કરવામાં આવ્યો છે કે, ડીઓક્સિજનેશનને કારણે પૃથ્વી ખતમ થઈ જશે.
જો કે, હાઉ સ્ટફ વર્ક્સ વેબસાઈટ અનુસાર, માનવી તે વર્ષ પહેલા જ પૃથ્વીનો નાશ કરવામાં સફળ થઈ શકે છે. વર્ષ 1947માં, બુલેટિન ઓફ એટોમિક સાયન્ટિસ્ટ્સે ડૂમ્સડે ક્લોકની શોધ કરી હતી. આ ઘડિયાળ લોકોને જણાવે છે કે માનવીઓ દ્વારા લાવવામાં આવેલી વધતી જતી ટેક્નોલોજીને કારણે પૃથ્વી કેટલા સંકટનો સામનો કરી રહી છે. જો આપણે ગ્રહ પર ટકી રહેવું હોય તો આપણે આ સમસ્યાઓનું સમાધાન કરવુ પડશે.
1940ના દાયકામાં આ ઘડિયાળે પરમાણુ હથિયારોને પૃથ્વી માટે સૌથી ખતરનાક ગણાવ્યા હતા. 2007 માં, ઘડિયાળએ જલવાયુ પરિવર્તનને એક ખતરો ગણાવ્યો હતો કારણ કે તે દરિયાની સપાટીમાં વધારો કરી શકે છે. તાજેતરમાં આ ઘડિયાળના કાંટાને આગળ ખસેડવામાં આવ્યો છે, જે દર્શાવે છે કે મધ્યરાત્રિમાં 90 સેકન્ડ બાકી છે. આ ઘડિયાળ એ બતાવવા માંગતી હતી કે રશિયા-યુક્રેન યુદ્ધને કારણે દુનિયા કેટલા જોખમનો સામનો કરી રહી છે.