Get The App

કેવી કેવી રીતે બદલાઈ જશે લાઈફ ?

Updated: Aug 7th, 2021


Google NewsGoogle News
કેવી કેવી રીતે બદલાઈ જશે લાઈફ ? 1 - image


- WÃkh sýkðu÷kt {wÏÞ ûkuºkku WÃkhktík, ykÃkýk SðLkLku MÃkþoíke çkeS ½ýe çkkçkíkku{kt {uxkðMkoÚke yk{q÷ ÃkrhðíkoLkku ykðþu

ðåÞwoy÷ xÙkðu÷Lke Lkðe heíkku

ગયા વર્ષે, ઇજિપ્ત દેશે તેની અમુક ઐતિહાસિક સાઇટ્સની વર્ચ્યુઅલ ટુર્સ લોન્ચ કરી. ગૂગલના  અર્થ, સ્ટ્રીટવ્યૂ કે બીજી રીતે દુનિયાભરનાં સ્થળો કે મ્યુઝિયમ્સની ઘેરબેઠાં વિઝિટ્સ કરી શકાય છે. છતાં, આ અનુભવ હજી ‘રૂબરૂ ત્યાં ગયા’ જેવો નથી. મેટાવર્સમાં ટેલિપ્રેઝન્સથી, મિત્રો સાથે આપણે વિવિધ જગ્યાએ રૂબરૂ ગયા જેવા અનુભવ સાથે, ‘લાઇવ ટ્રાવેલ’ કરી શકીશું!

જુઓ https://artsandculture.google.com/

ykuLk÷kRLk õ÷kMk çkku®høk Lknª ÷køku

કોરોનાને પાપે એજ્યુકેશન ધરાર ઓનલાઇન થયું. શિક્ષણનું આ નવું સ્વરૂપ હજી ઘણા ટીચર-સ્ટુડન્ટને ગોઠ્યું નથી, પણ તેનું કારણ ટેક્નોલોજીની હાલની મર્યાદા છે. હાલના ઓનલાઇન ટીચિંગમાં સ્કૂલનો લાઇવ ટચ છૂટી ગયો છે. મેટાવર્સમાં આ અનુભવ જુદો જ હશે. શિક્ષણ વધુ જીવંત, વધુ રસપ્રદ, વધુ ઇન્ટરેક્ટિવ બનશે ને ખરા અર્થમાં ક્લાસરૂમની બહાર વિસ્તરશે. અન્ય તમામ પ્રકારની ટ્રેનિંગને પણ આ વાત લાગુ થશે. જુઓ https://studio.gometa.io/

ykuxku RLzMxÙe {kxu Lkðku Þwøk

ઓટો ઇન્ડસ્ટ્રીનો ઇન્ફર્મેશન ટેક્નોલોજી સાથેનો સંબંધ સતત વધુ ગાઢ બનતો જાય છે. એક તરફ ડ્રાઇવરલેસ કારની વાત છે તો બીજી તરફ, કાર મેન્યુફેક્ચરિંગ માટે વર્ચ્યુઅલ કોલાબોરેશનની વાત  છે. મેટાવર્સમાં દુનિયાના અલગ અલગ ખૂણેથી એન્જિનીયર્સ કાર ડિઝાઇન, મેન્યુફેકચર અને ટેસ્ટ કરી શકશે. ઘણી કાર કંપનીના એન્જિનીયર્સ હવે વીઆર હેડસેટ પહેરીને કામ કરે છે. આપણે કાર પસંદ કરવા ફેમિલી સાથે વર્ચ્યુઅલ શોરૂમ વિઝિટ કરી શકીશું!

heÞ÷ yuMxuxLke Lkðe rMkf÷

અત્યારે આપણે ઘર કે ઓફિસ સ્પેસ ખરીદવી હોય તો હવા-ઉજાસ તપાસવા જાતે સાઇટ પર જવું પડે છે. હવે ઘણા બિલ્ડર્સ સાઇટ પર પાયા ખોદાતા હોય ત્યાં ૩૬૦ ડિગ્રી વીઆર એક્સ્પિરીયન્સ કરાવવા લાગ્યા છે. ‘મેટરપોર્ટ’ નામની એક મલ્ટિનેશનલ કંપની તેના પ્લેટફોર્મ પર વિવિધ ઇન્ડસ્ટ્રીની સાથોસાથ રીયલ એસ્ટેટ સેક્ટર માટે ‘ડિજિટલ ટ્વિન્સ’ તૈયાર કરે છે!

જુઓ https://matterport.com/

heÞ÷ yuMxuxLke Lkðe rMkf÷

અત્યારે આપણે ઘર કે ઓફિસ સ્પેસ ખરીદવી હોય તો હવા-ઉજાસ તપાસવા જાતે સાઇટ પર જવું પડે છે. હવે ઘણા બિલ્ડર્સ સાઇટ પર પાયા ખોદાતા હોય ત્યાં ૩૬૦ ડિગ્રી વીઆર એક્સ્પિરીયન્સ કરાવવા લાગ્યા છે. ‘મેટરપોર્ટ’ નામની એક મલ્ટિનેશનલ કંપની તેના પ્લેટફોર્મ પર વિવિધ ઇન્ડસ્ટ્રીની સાથોસાથ રીયલ એસ્ટેટ સેક્ટર માટે ‘ડિજિટલ ટ્વિન્સ તૈયાર કરે છે!

rVxLkuMk ðfoykWx, ðåÞwoy÷ heíku

લોકડાઉનથી ઘણી ઇન્ડસ્ટ્રીને મરણતોલ ફટકો પડ્યો છે, તેમાંના એક છે જિમ્સ. કોરોના પહેલાંથી, જેમને પોસાતું હતું તેઓ હોમ જિમમાં પર્સનલ ટ્રેઇનર્સની મદદ લેતા હતા. હવે મેટાવર્સમાં, આ બધું વર્ચ્યુઅલ સ્પેસમાં થવા લાગ્યું. લોકો પોતાના ઘરમાં સ્ક્રીન સામે એક્ચ્યુઅલ વર્કઆઉટ કરે છે અને ટ્રેઇનર્સ એપ પર તેમને વર્ચ્ચુઅલી ગાઇડ કરે છે! ફ્રેન્ડ્સ સાથે કનેક્ટેડ રહીને મોટિવેટ થઈ શકાય એ વધારાનો લાભ! જુઓ www.onepeloton.com


Google NewsGoogle News