હવે એક જ WhatsApp બે ફોનમાં ચાલશે, અપનાવો આ સરળ રીત

આ ફિચરની મદદથી તમે એક જ એકાઉન્ટને બે અથવા વધારે ડિવાઈસમાં ઉપયોગ કરી શકશો

Updated: Dec 24th, 2023


Google NewsGoogle News
હવે એક જ WhatsApp બે ફોનમાં ચાલશે, અપનાવો આ સરળ રીત 1 - image
Image Envato 

તા. 24 ડિસેમ્બર 2023, રવિવાર

વોટ્સએપમાં દરરોજ નવા નવા અપડેટ આવતા જ રહે છે. હાલમાં ફરી એક નવુ અપડેટ આવ્યું છે જેમા હવે એક જ વોટ્સએપ બે ફોનમાં પણ ચલાવી શકશો. વોટ્સએપ દ્વારા એપમાં કમ્પેનિયન મોડ (Companion Mode) નામના ફિચરને જોડવામાં આવ્યું છે. એટલે આ ફિચરની મદદથી તમે એક જ એકાઉન્ટને બે અથવા વધારે ડિવાઈસમાં ઉપયોગ કરી શકો છો.

શું કરવુ પડશે?

તેના માટે તમારે વોટ્સએપના એક ફિચરનો ઉપયોગ કરવો પડશે. સૌથી પહેલા તમારે ફોનમાં વોટ્સએપ ડાઉનલોડ કરવાનું રહેશે. ત્યાર બાદ જ્યારે તમે એકાઉન્ટ સેટઅપ માટે પ્રોસેસ કરો ત્યારે કેટલીક બાબતનું ધ્યાન રાખવુ પડશે. જ્યારે તમે એકાઉન્ટ બનાવવા માટે નંબર એન્ટર કરવાનું ઓપ્શન પર જશો, ત્યારે તમને ટોપ ઉપર જમણી બાજુના કોર્નર પર Companion Mode નું ઓપ્શન જોવા મળશે, તમારે તેના પર ક્લિક કરવાનું રહેશે.

હવે બીજા ફોન પર જવાનુ રહેશે

એ પછી તમારે મેઈન ડિવાઈસ પર વોટ્સએપ ઓપન કરવાનું રહેશે, અહીં તમારે Linked Devices નું ઓપ્શન પર જવાનું રહેશે. અહીં તમારી સ્ક્રીન પર કેમેરા ઓપન થઈ જશે. તમારે બીજા ફોન પર દેખાઈ રહેલા QR Code ને સ્ક્રેન કરવાનું રહેશે.  

ચેટ, કોલ દરેક સુવિધા મળશે

કોડને સ્કેન કરતાની સાથે તમારે બીજા ફોન પર બીજુ એકાઉન્ટ જોવા મળશે. જેમા તમને દરેક ચેટ, કોલ્સ અને સ્ટેટસ દરેક વસ્તુ જોવા મળશે.

માત્ર આ ફિચર જોવા નહી મળે

જો કે, Companion Modeમાં તમને દરેક ફિચરનો ઉપયોગ કરવા નહીં મળે. આ ફોન પર તમે સ્ટેટસ જોઈ તો શકશો,પરંતુ અપડેટ નહીં કરી શકો. 


Google NewsGoogle News