Get The App

ઇન્સ્ટાગ્રામ કમેન્ટને નવા રંગરૂપ સાથે કન્ટેન્ટ બનાવવું શક્ય… જાણો કેવી રીતે બનાવશો તેને રીલ્સ

Updated: Jan 19th, 2025


Google NewsGoogle News
ઇન્સ્ટાગ્રામ કમેન્ટને નવા રંગરૂપ સાથે કન્ટેન્ટ બનાવવું શક્ય… જાણો કેવી રીતે બનાવશો તેને રીલ્સ 1 - image


Instagram Comment Reel Feature: ઇન્સ્ટાગ્રામ દ્વારા થોડા સમય પહેલાં એક ફીચર લોન્ચ કરવામાં આવ્યું હતું. આ ફીચરની મદદથી કમેન્ટ્સને કન્ટેન્ટ તરીકે રજૂ કરી શકાય છે. જોકે, ઘણા લોકોને આ ફીચર વિશે ખબર નથી અને ખબર છે તો તેમને એનો ઉપયોગ કરતાં નથી આવડતું. આથી, આ ફીચર શું છે અને એનો ઉપયોગ કેવી રીતે કરી શકાય એ જોઈએ.

શું છે ફીચર?

ઇન્સ્ટાગ્રામ દ્વારા લોન્ચ કરવામાં આવેલા આ ફીચરની મદદથી, યુઝર તેના રીલ્સ પર કરવામા આવેલી કોઈ પણ કમેન્ટને કન્ટેન્ટમાં રૂપાંતર કરી શકે છે. આ કમેન્ટ રીલ્સ પર હાઇલાઇટ થતી રહેશે અને એના બેકગ્રાઉન્ડમાં ફોટો અથવા તો વીડિયોનો સમાવેશ કરી શકાશે. કમેન્ટનો જવાબ આપવા કરતાં હવે યુઝર વધુ ક્રીએટિવ બની શકશે અને જે જવાબ આપવો હોય એ વધુ લોકો સાથે શેર કરી શકશે. કમેન્ટ્સ સેક્શનમાં દરેક યુઝર નથી જતાં, પરંતુ ફોટો અથવા તો વીડિયો બનાવી એનો જવાબ આપવામાં આવે તો એ એક નવી પોસ્ટ તરીકે કામ કરશે. આથી, કમેન્ટનો જવાબ પણ આપી શકાશે અને એને પોસ્ટ તરીકે પણ શેર કરી શકાશે.

કેવી રીતે ઉપયોગ કરશો આ ફીચરનો?

આ ફીચરનો ઉપયોગ કરવા માટે, પ્રોફાઇલમાં જઈને જે પોસ્ટની જે કમેન્ટનો જવાબ આપવો હોય એ પહેલાં ઓપન કરવી. એ કમેન્ટ ઓપન કર્યા બાદ, ત્યાં રિપ્લાઇ લખેલું હશે, એના પર ક્લિક કરવું. એના પર ક્લિક કરતાં જ ચેટ બોક્સ ઓપન થશે. એની બાજુમાં કેમેરાનું ઓપ્શન આપેલું હશે. એના પર ક્લિક કરી એમાં ફોટો અથવા તો વીડિયો પસંદ કરીને, પોસ્ટ તરીકે શેર કરી શકાશે.

ઇન્સ્ટાગ્રામ કમેન્ટને નવા રંગરૂપ સાથે કન્ટેન્ટ બનાવવું શક્ય… જાણો કેવી રીતે બનાવશો તેને રીલ્સ 2 - image

વીડિયો એડિટીંગ

વીડિયો રેકોર્ડ કરવો હોય તો, એ નવો વીડિયો પણ રેકોર્ડ કરી શકાશે. આ સમયે, કમેન્ટ એક સ્ટીકરની જેમ કામ કરશે. આ કમેન્ટને યુઝર તેની જરૂરિયાત મુજબ સ્ક્રીન પર એડજસ્ટ પણ કરી શકશે, તેમ જ કલર પણ બદલી શકશે અને સાઇઝ પણ બદલી શકશે. આ સાથે જ, વીડિયોને પણ એડિટ કરી શકાશે અને એમાં શરૂઆત અને અંતનો ટાઇમ બદલી, એમાં કમેન્ટ સ્ટીકરને યોગ્ય પ્લેસમેન્ટ પણ કરી શકાશે.

આ પણ વાંચો: વિકાસ રોકેટ એન્જિનનો ફરી ઉપયોગ કરવાની ટેસ્ટમાં ISROને મળી સફળતા, જાણો વિગત

શેર કરવું

એક વાર પોસ્ટ તૈયાર થઈ ગયા બાદ, નેક્સ્ટ બટન પર ક્લિક કરી, આગામી સ્ક્રીન પર જવું. ત્યાં, એમાં કોઈ કેપ્શન આપવી હોય તો આપી શકાય છે. જો એ ન આપવી હોય તો, સીધું શેર કરવું. આ વીડિયોને ઓરિજિનલ કમેન્ટ સાથે લિંક કરી દેવામાં આવશે. આ કમેન્ટ ક્યાં રીલ પરથી આવી એ જાણવા માટે, વ્યુઅર્સ એ લિંક પર ક્લિક કરીને, એની શરૂઆત કઈ પોસ્ટ દ્વારા થઈ હતી એ વિશેની સંપૂર્ણ માહિતી મેળવી શકશે.


Google NewsGoogle News