Get The App

આધાર કાર્ડ પરનો ફોટો સારો નથી? આવી રીતે લગાવો તમારો લેટેસ્ટ ફોટો

UIDAI દ્વારા આધારકાર્ડમાં ફોટો બદલવા માટેની સુવિધા આપવામાં આવી છે

ફોટો બદલવા માટે તમારે માત્ર 100 રુપિયાનો ચાર્જ ભરવો પડશે.

Updated: Nov 22nd, 2023


Google NewsGoogle News
આધાર કાર્ડ પરનો ફોટો સારો નથી? આવી રીતે લગાવો તમારો લેટેસ્ટ ફોટો 1 - image

તા. 22 નવેમ્બર 2023, બુધવાર 

Aadhar Card નો ઉપયોગ હવે મોટાભાગે દરેક જગ્યાએ કરવામાં આવે છે. સરકારી પરીક્ષાઓમાં ઓળખપત્રથી લઈને બેંકમાં એકાઉન્ટ ખોલાવવા સુધીની દરેક બાબતે ઉપયોગ કરવામાં આવે છે.  કેટલાક લોકોના આધાર કાર્ડમાં વર્ષો જુના ફોટો હોય છે. જે હાલમાં ખૂબ અલગ લાગતા હોય છે. 

આધાર કાર્ડ પર જુના ફોટોઝને બદલાવી શકાય છે

આજે અમે તમને બતાવીશું કે કેવી રીતે તમે તમારા આધારકાર્ડ પર જુનો ફોટો હટાવી નવો ફોટો બદલી શકો છો. આવો તેની પ્રોસેસ જાણીએ. 

કેટલો ચાર્જ થશે

UIDAI દ્વારા આધારકાર્ડમાં ફોટો બદલવા માટેની સુવિધા આપવામાં આવી છે. ફોટો બદલવા માટે તમારે માત્ર 100 રુપિયાનો ચાર્જ ભરવો પડશે.

ક્યા જવાનું રહેશે...

ફોટો બદલાવવા માટે તમારે નજીકના આધાર સેવા કેન્દ્રમાં જવાનું રહેશે. દેશના કેટલાય શહેરોમાં આધારકાર્ડ માટે ઓનલાઈન અપોઈન્ટમેન્ટ પણ મળી શકતી હોય છે. 

ફોટો બદલાવવા માટે Enrolment કરેક્શન ફોર્મ ભરવાનું રહેશે

ફોટો બદલાવવા માટે તમારે Aadhar Enrolment/Currection /Update ફોર્મ ભરવાનું રહેશે. આ ફોર્મ UIDAI ની વેબસાઈટ પરથી ડાઉનલોડ પણ કરી શકાય છે. 

જરૂરી દરેક ડિટેલ્સ ભરી ફોર્મ જમા કરાવવાનું રહેશે

આધાર કેન્દ્ર પર જઈને એક્ઝીક્યુટિવને ફોર્મ જમા કરાવ્યા બાદ તે તમારો ત્યાજ નવો ફોટો ક્લિક કરશે. એટલા માટે તમારે બરોબર બેસીને નવો ફોટો ક્લિક કરાવવાનો રહેશે. જો આ ક્લિક થયેલો ફોટો તમારે જોવો હોય તો તેનું પ્રિવ્યું પણ જોઈ શકો છો. 



Google NewsGoogle News