એપલના એરડ્રોપને ટક્કર આપશે માઇક્રોસોફ્ટ, હવે એન્ડ્રોઇડ અને વિન્ડોઝ વચ્ચે ફાઇલ શેરિંગ પણ સરળ
Android File Share: માઇક્રોસોફ્ટ હવે ડાઇરેક્ટ એપલને ટક્કર આપવા જઈ રહ્યું છે. એપલની ડિવાઇઝ વચ્ચે ફાઇલ શેર કરવું ખૂબ જ સરળ છે. આઇફોન અને મેકબૂક વચ્ચે જો ફાઇલ શેર કરવું હોય તો એરડ્રોપનો ઉપયોગ કરી શકાય છે. આથી હવે માઇક્રોસોફ્ટે તેની વિન્ડોઝ પ્રોડક્ટમાં કેટલાક બદલાવ કર્યા છે. આ બદલાવને કારણે હવે એન્ડ્રોઇડ યુઝર્સ ખૂબ જ સરળતાથી તેમના વિન્ડોઝ લેપટોપની સાથે ફાઇલ શેર કરી શકશે. આ માટે વિન્ડોઝ તેનું નિયરબાય શેર ફીચરનો ઉપયોગ કરી રહ્યું છે. નિયરબાય શેર, વિન્ડોઝ ફોન લિન્ક અને લિન્ક ટૂ વિન્ડોઝ ફીચરની મદદથી એન્ડ્રોઇડ યુઝર માટે હવે ફાઇલ ટ્રાન્સફર કરવું ખૂબ જ સરળ બની ગયું છે. આ ફીચર ઘણાં સમયથી હતું, પરંતુ તેની લેટેસ્ટ અપડેટ બાદ એને એકદમ સરળ બનાવવામાં આવ્યું છે.
આ પણ વાંચો: ગેમ રમવાના શોખીન છો તો જાણો કેવી રીતે બંધ કરી શકાશે આઇફોનમાં એડ્સ
લેપટોપમાંથી એન્ડ્રોઇડમાં કેવી રીતે શેર કરશો?
- એક વાર મોબાઇલને લેપટોપ સાથે લિન્ક કર્યા બાદ એ લેપટોપના નિયરબાય શેર ઓપ્શનમાં જોવા મળશે.
- આ માટે લેપટોપમાં જે પણ ફાઇલ શેર કરવી હોય એના પર રાઇટ ક્લિક કરવાનું રહેશે.
- ત્યાર બાદ નિયરબાય શેર ઓપ્શન પર ક્લિક કરીને એન્ડ્રોઇડ મોબાઇલનું નામ દેખાશે એના પર ક્લિક કરવું.
- આ ક્લિક કર્યા બાદ મોબાઇલની સ્ક્રીન પર એક રીક્વેસ્ટ આવશે. ફાઇલને સેન્ડ કરવા માટે મોબાઇલમાં એક્સેપ્ટ બટન પર ક્લિક કરવું જરૂરી છે.
- ફાઇલ ટ્રાન્સફર થઈ ગયા બાદ લેપટોપની સ્ક્રીન પર નોટિફિકેશન દ્વારા એ જણાવવામાં આવશે. આ ફાઇલ એન્ડ્રોઇડમાં ડાઉનલોડ ફોલ્ડરમાં જોવા મળશે. આ ફીચર વિન્ડોઝ 10 અને 11માં જ ઉપલબ્ધ છે.
મોબાઇલમાંથી લેપટોપમાં કેવી રીતે શેર કરશો?
- આ માટે મોબાઇલ અને લેપટોપ પહેલેથી કનેક્ટ હોવા જરૂરી છે.
- એન્ડ્રોઇડ ફોનમાં જે-તે ફાઇલને સિલેક્ટ કરો અને એના મેન્યુમાં જઈને શેર ઓપ્શન પર ક્લિક કરો.
- એમાં લિન્ક ટૂ વિન્ડોઝ- સેન્ડ ટૂ પીસી ઓપ્શનને પસંદ કરો.
- આ ઓપ્શન પસંદ કર્યા બાદ પ્રોસેસને ફોલો કરો. જો લેપટોપમાં ફાઇલને મેળવવા માટે એક્સેપ્ટનું ઓપ્શન આવે તો એના પર ક્લિક કરવું.
- એ કરતાંની સાથે જ ફાઇલ નિયરબાય શેર માટેના ડિફોલ્ટ ફોલ્ડરમાં સેવ થઈ જશે.
આ પણ વાંચો: રિસ્કી છે પિક્સેલ ફોન, મોટાભાગના એન્ડ્રોઇડ ફોનમાંથી ગૂગલ કાઢશે આ એપ્લિકેશન
સેમસંગ યુઝર માટે વધુ સરળ
સેમસંગ ગેલેક્સી મોબાઇલનો ઉપયોગ કરતાં યુઝર્સ પાસે સેમસંગનું ગેલેક્સી બૂક હોય તો તેમના માટે ફાઇલ શેર કરવું ખૂબ જ સરળ છે. આ માટે સેમસંગમાં ક્વીક શેર ફીચર આપ્યું છે. આ ફીચરની મદદથી સેમસંગની ડિવાઇઝ વચ્ચે ખૂબ જ સરળતાથી ફાઇલની આપ-લે કરી શકાય છે.