Get The App

એપલ મ્યુઝિકના પ્લેલિસ્ટને યૂટ્યુબ મ્યુઝિકમાં કેવી રીતે ટ્રાન્સફર કરશો?

Updated: Aug 31st, 2024


Google NewsGoogle News
એપલ મ્યુઝિકના પ્લેલિસ્ટને યૂટ્યુબ મ્યુઝિકમાં કેવી રીતે ટ્રાન્સફર કરશો? 1 - image

Apple Music Playlist Transfer: એપલ દ્વારા નવું ફીચર લોન્ચ કરવામાં આવ્યું છે જેના દ્વારા એપલ મ્યુઝિકનું પ્લેલિસ્ટને હવે યૂટ્યુબ પ્લેલિસ્ટમાં ટ્રાન્સફર કરી શકાશે. બન્ને એપ્લિકેશનનો ઉપયોગ કરનારા અથવા તો એપલમાંથી યૂટ્યુબમાં સ્વીચ કરનારા માટે આ ફીચર ખૂબ જ કામનું છે. એપલની યુઝરને સરળ અને ફ્લેક્સિબલ સર્વિસ પૂરી પાડવાના હેતુસર આ ફીચર લોન્ચ કરવામાં આવ્યું છે.

શું બદલાવ આવ્યો?

આ નવા ફીચરની મદદથી એપલ મ્યુઝિક યુઝર તેમના પ્લેલિસ્ટને સીધુ યૂટ્યુબમાં એક્સપોર્ટ કરી શકે છે. એનો મતલબ એ થયો કે એપલ મ્યુઝિકમાં લિસ્ટ રહેશે એમ છતાં અન્ય એપ્લિકેશનમાં યુઝર તેના મનપસંદ ગીતને ટ્રાન્સફર કરી શકશે.

આ પણ વાંચો: ફોટોમાંથી અજાણ્યા વ્યક્તિને રિમૂવ કરવી છે, તો આઇફોનમાં ક્લિન-અપ ફીચરનો ઉપયોગ કરો

આ ફીચરનો ઉપયોગ કોણ કરી શકશે?

એપલ મ્યુઝિક સબસ્ક્રિપ્શનનો ઉપયોગ કરનાર દરેક વ્યક્તિ આ ફીચરનો ઉપયોગ કરી શકે છે. જોકે એની પણ કેટલીક લિમિટેશન છે. આ ફીચર ચાઇલ્ડ એકાઉન્ટમાં અથવા તો મેનેજ કરવામાં આવી રહ્યું હોય એ એકાઉન્ટમાં નહીં ચાલે. આ સાથે જ યૂટ્યુબ મ્યુઝિક પણ એક્ટિવ હોવુ જરૂરી છે.

એપલ મ્યુઝિકના પ્લેલિસ્ટને યૂટ્યુબ મ્યુઝિકમાં કેવી રીતે ટ્રાન્સફર કરશો? 2 - imageશું ટ્રાન્સફર નહીં થઈ શકે?

યૂટ્યુબ મ્યુઝિકમાં એપલ મ્યુઝિકની ફાઇલ્સને ટ્રાન્સફર નહીં કરી શકાય. આ સાથે જ એકમેક સાથે શેર કરેલા પ્લેલિસ્ટને પણ ટ્રાન્સફર નહીં કરી શકાશે. તેમ જ ફોલ્ડરની અંદર બનાવેલા પ્લેલિસ્ટને પણ ટ્રાન્સફર નહીં કરી શકાશે. પોડકાસ્ટ, ઓડિયોબૂક અને યુઝર દ્વારા અપલોડ કરવામાં આવેલા મ્યુઝિકને પણ ટ્રાન્સફર નહીં કરી શકાશે.

કેવી રીતે ટ્રાન્સફર કરશો?

આ માટે એપલના ડેટા એન્ડ પ્રાઇવસી પેજ પર જવું અને ત્યાં જઈને એપલ આઇડી દ્વારા લોગ ઇન કરવું. ત્યાર બાદ ટ્રાન્સફર અ કોપી ઓફ યોર ડેટાને પસંદ કરવું અને ત્યાર બાદ ઓપ્શનને ફોલો કરવું. એ દરમ્યાન યૂટ્યુબ મ્યુઝિક અકાઉન્ટ પણ ઓપન કરવું. કેટલાક ટ્રાન્સફર ખૂબ જ જલદી થઈ જાય છે, પરંતુ કેટલા પ્લેલિસ્ટ છે એના પર ડિપેન્ડ છે કે સમય કેટલો લાગે.

એક વાર ટ્રાન્સફર પૂરું થઈ ગયા બાદ એપલ દ્વારા ઇમેલ દ્વારા એ જણાવવામાં આવશે. ત્યાર બાદ યૂટ્યુબ મ્યુઝિકની લાઇબ્રેરીમાં એ જોઈ શકાશે. જો કોઈ સોન્ગ મિસિંગ હોય તો એ સોન્ગ યૂટ્યુબ પર ઉપલબ્ધ નહીં હોય એ માટે હશે.


Google NewsGoogle News