Spam Calls થી હેરાન છો? ફોનમાં આ સેટિંગ્સ કરી લો ફટાફટ, કાયમી નિકાલ આવી જશે!
Spam Calls Setting : Spam Callsના કારણે ઘણા લોકો પરેશાન થાય છે. આજે અમે તમને આનાથી છુટકારો કેવી રીતે મેળવવો તે વિશે જણાવવા જઈ રહ્યા છીએ. Android સ્માર્ટફોનની અંદર એક ખાસ સેટિંગ છે. તેને ચાલુ કરીને તમે Spam Callsથી છૂટકારો મેળવી શકો છો.
કેવી રીતે એક્ટિવેટ કરશો ?
એન્ડ્રોઇડ સ્માર્ટફોનની આ સેટિંગ્સ દરેક મોબાઈલમાં ઉપલબ્ધ હોય છે. ચાલો જાણીએ કે તેને કેવી રીતે તેને એક્ટિવ કરીએ.
આ પણ વાંચો : ગેમના રસિયાઓ માટે દુખની વાત છે કે સોની PS5 પ્રો ઇન્ડિયામાં લોન્ચ નહીં થાય, જાણો કેમ...
ફોલો કરો આ પ્રોસેસ
તેના માટે મોબાઈલ યુઝર્સને ફોનમાં જ ડાયલપેડ ઓપન કરવાનું રહેશે. ત્યાર બાદ તમારે રિસેન્ડ કોલ્સમાં જવાનું રહેશે. ત્યાર બાદ ટોપ સાઈડમાં જમણી બાજુએ આપેલા ત્રણ ટપડાંઓ પર ક્લિક કરો. હવે યુઝર્સ માટે Block Spam Callsનો વિકલ્પ ખુલી જશે.
આ ઓપ્શન પસંદ કરો
Block Spam Calls પર ક્લિક કર્યા પછી વધુ એક ઓપ્શન ખુલશે. ત્યાર બાદ તમારે સ્પામ કૉલ્સના ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે. આ ઉપરાંત બીજા અન્ય ઓપ્શન પણ ખુલશે. જો તમે ઇચ્છો તો જાહેરાતો અથવા રિયલ એસ્ટેટવાળા સ્પામ કૉલ્સ ધરાવતા ઇનકમિંગ કૉલ્સને પણ બંધ કરી શકો છો.
અજાણ્યા નંબરો બ્લોક કરવામાં આવશે
અહીં યુઝર્સને તમામ અજાણ્યા નંબરો પરથી આવતા કોલને બ્લોક કરવાનો વિકલ્પ મળે છે. અહીં તમે તમારી જરૂરિયાત પ્રમાણે ઓપ્શન જોઈ શકો છો, અને તેને ચાલુ કરી શકો છો. આ સેટિંગ્સ Vivo હેન્ડસેટમાં અજમાવવામાં આવી છે. અન્ય હેન્ડસેટમાં અન્ય રીતે હોઈ શકે છે.