રોજે રોજ આવતાં સ્પેમ કોલથી કંટાળી ગયા છો? તો આ રીતે એને બ્લોક કરો...
Stop Spam Calls: સ્પેમ કોલ્સ આજકાલ ઘણાં લોકોને આવે છે. કેટલાક લોકોને તો એક કરતાં વધુ એવા ફોન કોલ્સ આવતાં હોય છે. આવા કોલને કારણે યુઝર્સ સાથે છેતરપિંડી થવાના ચાન્સ વધી જાય છે. યુઝર પર મોટાભાગે માર્કેટિંગ અને પ્રમોશનલ કોલ્સ વધુ આવતાં હોય છે. જોકે આ પ્રકારના કોલ્સ રોજ રોજ આવતાં હોવાથી કંટાળો આવી જાય છે. આથી આ પ્રકારના ફોનને સ્પેમ કરવું જરૂરી છે.
ડો નોટ કોલ રજિસ્ટર કરવું
નેશનલ કસ્ટમર પ્રેફરન્સ રજિસ્ટરમાં પોતાનો નંબર રજિસ્ટર કરી સ્પેમ કોલ્સને અટકાવવું એ સૌથી પહેલો રસ્તો છે. આ કરવાથી રજિસ્ટર ટેલિમાર્કેટિંગ કોલ્સ નહીં આવે. આ માટે યુઝર દ્વારા START મેસેજ ટાઇપ કરીને એને 1909 નંબર પર સેન્ડ કરી દેવું. આટલું કરવાથી યુઝરને અલગ-અલગ કેટેગરી અને એન કોડનો મેસજ આવશે. આ મેસેજમાં જે કેટેગરીને બ્લોક કરવું હોય એ કોડ લખીને ફરીથી એ જ નંબર પર સેન્ડ કરી દેવું. આટલું કરવાથી ડો નોટ ડિસ્ટર્બ સેવા શરૂ થઈ જશે. જોકે આ માટે 24 કલાકનો સમય લાગે છે.
ટેલિકોમ ઓપરેટર દ્વારા કેવી રીતે બ્લોક કરશો નંબર?
જિયો : માયાજિયો એપ્લિકેશનમાં જઈને સેટિંગ્સમાં જવું. ત્યાર બાદ સર્વિસ સેટિંગ્સમાં જઈને ડૂ નોટ ડિસ્ટર્બમાં જઈને સર્વિસ શરૂ કરી શકાય છે.
એરટેલ : airtel.in/airtel-dnd વેબસાઇટ પર જઈને મોબાઇલ નંબર એન્ટર કરવો. ત્યાર બાદ વન ટાઇમ પાસવર્ડ દાલ કરવાથી કેટેગરી આવશે અને એને સિલેક્ટ કરવાથી ડૂ નોટ ડિસ્ટર્બ શરૂ થઈ જશે.
વોડાફઓન આઇડિયા : discover.vodafone.in/dnd વેબસાઇટ પર જઈને યુઝર ડૂ નોટ ડિસ્ટર્બ સેવા શરૂ કરી શકે છે.
બીએસએનએલ : start dnd મેસેજ ટાઇપ કરીને એને 1909 પર સેન્ડ કરવો. ત્યાર બાદ કેટેગરી પસંદ કરીને આ સર્વિસ શરૂ કરી શકાય છે.
મેન્યુઅલી કેવી રીતે સ્પેમ કોલ્સને બ્લોક કરશો?
આ માટે ફોનની એપ્લિકેશન ઓપન કરવી અને કોલ હિસ્ટરીમાં જવું. આ માટે જે નંબર પરથી ફોન આવ્યો હોય એ નંબરને ઓપન કરી એને બ્લોક કરી દેવો.
આ પણ વાંચો: સેમસંગ ઇન્ડિયામાં મંદી વચ્ચે છટણીની જાહેરાત, ઉચ્ચ અધિકારીઓની પણ હકાલપટ્ટી કરાશે
કોલ ફિલ્ટર કેવી રીતે કરવા?
આ માટે એન્ડ્રોઇડ ડિવાઇઝમાં ફોન એપ ઓપન કરવી. એમાં ત્રણ ડોટ પર ક્લિક કરવું અને સેટિંગ્સમાં જવું. એમાં કોલર આઇડી એન્ડ સ્પેમમાં જઈને ફિલ્ટર સ્પેમ કોલ્સને પસંદ કરવું.
એપલમાં સેટિંગ્સમાં જઈને ફોન મેન્યુમાં જઈને Silence Unknown callersને ઓન કરી દેવું. તેમ જ કોલ બ્લોકિંગ એન્ડ આઇડેન્ટીફિકેશનમાં જઈને ટ્રૂ કોલર્સ જેવી કોઈ એપ્લિકેશન હોય તો એ ત્યાં દેખાશે. એને ઓન કરી દેતા સ્પેમ કોલર્સ હશે તો એ ખબર પડી જશે.