ફિશિંગની સાથે ક્વિશિંગથી પણ બચવું જરૂરી, નવા સ્કેમથી દૂર રહેવા યુઝરે શું કરવું એ જુઓ...
Quishing attacks: આજકાલ ઘણાં લોકો સાથે ‘ક્વિશિંગ’ થઈ રહ્યું છે. ક્વિશિંગ એક પ્રકારનો સાઇબર અટેક છે અને એનાથી બચવું ખૂબ જ જરૂરી છે. ઓનલાઇન છેતરપિંડીની કેસ દિવસે-દિવસે વધી રહ્યાં છે. તેમ જ યુઝર્સ સાથે નવી-નવી રીતે છેતરપિંડી કરવામાં આવી રહી છે. સ્કેમ કરનારા એક નહીં તો બીજી રીત શોધી લાવે છે.
શું છે ક્વિશિંગ?
ક્વિશિંગ એક સ્કેમનો પ્રકાર છે. ફિશિંગ જે રીતે કરવામાં આવે છે જેમાં યુઝરને વાતમાં ભેળવીને તેમની પાસેથી માહિતી પડાવી લેવામાં આવે છે. તેમ જ મોબાઇલમાં મેલવેર દ્વારા માહિતી મેળવી લેવામાં આવે છે. એ જ રીતે ક્વિશિંગ પણ કરવામાં આવે છે. આ ફિશિંગનો જ પ્રકાર છે, પરંતુ એમાં QR કોડ હોવાથી એને ક્વિશિંગ કહેવામાં આવે છે. QR કોડની મદદથી યુઝરને છેતરવામાં આવે છે. આથી કોઈ પણ કોડ સ્કેન કરવા પહેલાં જરૂર સાચવવું.
આ પણ વાંચો: ફેસબુકનો લોગો ચેન્જ થયો, મેટા કંપની દ્વારા ગ્લિચ હોવાનું સ્વીકારવામાં આવ્યું
કેવી રીતે કરવામાં આવે છે સ્કેમ?
URL દ્વારા કરવામાં આવતાં સ્કેમની હવે ઘણાં લોકોને ખબર પડી ગઈ છે. આથી લોકો હવે એના પર ક્લિક નથી કરતાં. આથી સ્કેમ કરનારા પણ વધુ એડ્વાન્સ થઈ ગયા છે. તેઓ હવે QR કોડમાં લિંક મૂકે છે. આ લિંક લોકોને દેખાતી ન હોવાથી એમાં હજી ઘણાં લોકો ભોળવાઈ જાય છે અને છેતરપિંડીનો શિકાર થાય છે. સ્કેન કરતાંની સાથે જ એ સીધી અજાણી લિંક પર લઈ જાય છે અને ત્યાં જ યુઝર સ્કેમનો શિકાર બને છે.
કેવી રીતે દૂર રહેશો?
URL ચેક કરવી : QR કોડ સ્કેન કરતી વખતે નીચે એક URL આવે છે. એના પર આંખ બંધ કરીને ક્લિક કરતાં પહેલાં એક વાર ચેક કરી લેવું.
આ પણ વાંચો: Xનો ઉપયોગ કરનારને થશે એક દિવસનો 7.4 લાખ દંડ, બ્રાઝિલમાં સુપ્રીમ કોર્ટનો ઓર્ડર
સ્પેલિંગ ચેક કરવી : મોટાભાગે કોઈ જાણીતી વેબસાઇટની URL બનાવવામાં આવી હોય તો એમાં સ્પેલિંગમાં એકાદ શબ્દ અલગ હોય છે. એક જ સરખી બે વેબસાઇટ ક્યારેય નહીં બની શકે. આથી કોઈ પણ URLમાં સ્પેલિંગ મિસ્ટેક ચેક કરી લેવી.
શોર્ટ URLથી દર રહેવું : ઘણી વાર URLને શોર્ટ કરી દેવામાં આવે છે જેથી યુઝરને એ ઓરિજિનલ URL શું છે એની જાણ નથી થતી. આથી આ શોર્ટ URL પર ક્લિક કરવા પહેલાં એક વાર ઓરિજિનલ URL શું છે એ જાણી લેવું. આ માટે ગૂગલ પણ કરી શકાય છે.
મલ્ટિ-ફેક્ટર ઓથેન્ટિકેશન : યુઝરે હંમેશાં પાસવર્ડ સ્ટ્રોન્ગ રાખવો. એમાં નંબર, સ્પેશ્યલ કેરેક્ટર અને કેપિટલની સાથે સ્મોલ આલ્ફાબેટનો પણ ઉપયોગ કરવો. આ સાથે જ મલ્ટિ-ફેક્ટર ઓથેન્ટિકેશન ઓન રાખવું. એટલે કે પાસવર્ડ નાખ્યા બાદ પણ વધુ એક વાર પરવાનગી લેવામાં આવે એ જરૂરી છે.
અપ-ટૂ-ડેટ : ઓપરેટિંગ સિસ્ટમ અને એપ્લિકેશન દરેક વસ્તુને એકદમ અપ-ટૂ-ડેટ રાખવું. અપડેટ વર્ઝન હોવાથી એમાં સેફ્ટી અને સિક્યોરિટી વધુ હશે એથી નોર્મલ મેલવેરથી બચી શકાય છે.
QR કોડથી ચેતીને રહેવું : અજાણ્યા વ્યક્તિ તરફથી મેસેજ, ઇમેઇલ અથવા તો ફોન કરીને કહેવામાં આવ્યું હોય કે એક QR કોડ મોકલો છે એને સ્કેન કરો અને ઇનામ જીતો જેવી બાબતોથી દૂર રહેવું. અજાણ્યા વ્યક્તિ પાસેથી આવેલા QR કોડને કોઈ પણ રીતે સ્કેન ન કરવું. સ્કેન ન કરશો તો આ ક્વિશિંગથી બચી શકો છો.