Get The App

બાળકોને અશ્લિલ કન્ટેન્ટથી કેવી રીતે દૂર રાખશો? એન્ડ્રોઇડ અને એપલની ડિવાઇઝમાં આ રીતે પેરન્ટ કંટ્રોલ ફીચરનો ઉપયોગ કરી શકાશે...

Updated: Sep 6th, 2024


Google NewsGoogle News
બાળકોને અશ્લિલ કન્ટેન્ટથી કેવી રીતે દૂર રાખશો? એન્ડ્રોઇડ અને એપલની ડિવાઇઝમાં આ રીતે પેરન્ટ કંટ્રોલ ફીચરનો ઉપયોગ કરી શકાશે... 1 - image

Parental Control: બાળકો આજે ખૂબ જ જલદી દરેક વસ્તુ સામે એક્સપોઝ થાય છે. આથી તેમના પર નજર રાખવી ખૂબ જ જરૂરી છે. આજે બાળકો ખૂબ જ જલદી પોર્ન જોતા થઈ જાય છે. નાની ઉંમરમાં તેમને ખબર નથી હોતી કે શું સારું છે અને શું ખરાબ. તેમ જ વધુ પડતું પોર્ન જોવું પણ મગજ પર અસર કરી શકે છે. આથી તેમને આ સેક્સ એજ્યુકેશન આપવાની સાથે તેમના પર નજર રાખવી પણ જરૂરી છે. આ માટે ગૂગલ ફેમિલી લિંક ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે. આ સાથે જ એપલમાં પણ પેરેન્ટ કન્ટ્રોલનું ફીચર આપ્યું છે.

એન્ડ્રોઇડ ફોનમાં કેવી રીતે કરશો સેટિંગ?

બાળક પાસે જ્યારે એન્ડ્રોઇડ ફોન હોય ત્યારે પેરન્ટ પાસે એન્ડ્રોઇડ અથવા તો આઇફોન કોઈ પણ હશે ચાલી જશે. આ માટે નીચેની પ્રોસેસને ફોલો કરો.

બાળકોને અશ્લિલ કન્ટેન્ટથી કેવી રીતે દૂર રાખશો? એન્ડ્રોઇડ અને એપલની ડિવાઇઝમાં આ રીતે પેરન્ટ કંટ્રોલ ફીચરનો ઉપયોગ કરી શકાશે... 2 - image

  • સૌથી પહેલાં એન્ડ્રોઇડ અથવા તો આઇફોનમાં ગૂગલ ફેમિલી લિંક એપ્લિકેશન ડાઉનલોડ કરો અને એમાં પેરન્ટના ગૂગલ અકાન્ટથી લોગ ઈન કરો.
  • ત્યાર બાદ બાળકનો મોબાઇલ હાથમાં લો. એ મોબાઇલમાં જીમેલ અકાઉન્ટ ન હોય તો પહેલાં બનાવી દેવું.

બાળકોને અશ્લિલ કન્ટેન્ટથી કેવી રીતે દૂર રાખશો? એન્ડ્રોઇડ અને એપલની ડિવાઇઝમાં આ રીતે પેરન્ટ કંટ્રોલ ફીચરનો ઉપયોગ કરી શકાશે... 3 - image

  • બાળકના મોબાઇલમાં સેટિંગ્સમાં જઈને ગૂગલ અકાઉન્ટ પર ક્લિક કરવું. ચિલ્ડ્રન અને ફેમિલી પર ક્લિક કરી એમાં પેરન્ટ્લ કન્ટ્રોલ્સ પર ક્લિક કરવું.
  • એમાં પેરન્ટ્સનું જીમેલ અકાઉન્ટ દાખલ કરવું અને પાસવર્ડ નાખવું. ત્યાર બાદ બાળકનું એકાઉન્ટ આઇડી નીચે જોવા મળશે અને ત્યાર બાદ એમાં પાસવર્ડ નાખવું અને પ્રોસેસ પૂરી કરવી.

બાળકોને અશ્લિલ કન્ટેન્ટથી કેવી રીતે દૂર રાખશો? એન્ડ્રોઇડ અને એપલની ડિવાઇઝમાં આ રીતે પેરન્ટ કંટ્રોલ ફીચરનો ઉપયોગ કરી શકાશે... 4 - image

  • અકાઉન્ટ લીંક થઈ ગયા બાદ પેરન્ટના મોબાઇલમાં ફેમિલી લિંક એપ્લિકેશનમાં ડન કરવું અને એ કરતાંની સાથે જ મોબાઇલ લિંક થયેલો જોઈ શકાશે.

બાળકોને અશ્લિલ કન્ટેન્ટથી કેવી રીતે દૂર રાખશો? એન્ડ્રોઇડ અને એપલની ડિવાઇઝમાં આ રીતે પેરન્ટ કંટ્રોલ ફીચરનો ઉપયોગ કરી શકાશે... 5 - image

  • આ દરમ્યાન બાળકના મોબાઇલમાં પણ રિસ્ટ્રિક્શન માટેના સેટિંગ્સ કરી શકાશે અને પેરન્ટના મોબાઇલમાં પણ એ સેટિંગ્સ કરી શકાશે. ગૂગલ ક્રોમમાં કઈ વેબસાઇટ ઓપન કરી શકાયથી લઈને કઈ એપ્લિકેશન અને કોને ફોન કરી શકાશેથી લઈને કઈ મૂવી જોઈ શકાશે અને કેવી એપ્લિકેશન ડાઉનલોડ કરી શકશે દરેક વસ્તુ પર કન્ટ્રોલ રાખી શકાશે. આ સાથે જ બાળકના મોબાઇલની લોકેશન સતત પેરન્ટના મોબાઇલમાં પણ જોઈ શકાશે.

એપલમાં કેવી રીતે પેરન્ટ્લ ક્ન્ટ્રોલનું સેટિંગ્સ કરશો?

  • આ માટે બાળકના આઇફોન અથવા તો આઇપેડના સેટિંગ્સમાં જઈને સ્ક્રીન ટાઇમમાં જવું.
  • સ્ક્રીન ટાઇમમાં ગયા બાદ નીચે લોક સ્ક્રીનટાઇમ સેટિંગ્સ પર ક્લિક કરવું અને નવો પાસવર્ડ આપવો. આ પાસવર્ડ મોબાઇલ અનલોક કરવામા પાસકોડથી અલગ હોવો જોઈએ અને બાળક એ વિચારી ન શકે એવો હોવો જોઈએ.
  • આ સ્ટેપ બાદ સ્ક્રીન ટાઇમમમાં કન્ટેન્ટ અને પ્રાઇવસી રિસ્ટ્રિક્શન પર ક્લિક કરવું અને એ ઓન કરવું.

બાળકોને અશ્લિલ કન્ટેન્ટથી કેવી રીતે દૂર રાખશો? એન્ડ્રોઇડ અને એપલની ડિવાઇઝમાં આ રીતે પેરન્ટ કંટ્રોલ ફીચરનો ઉપયોગ કરી શકાશે... 6 - image

  • આ સેટિંગ ઓન કર્યા બાદ એક મેન્યુ નીચે આવી જશે. આ મેન્યુમાં એપ્લિકેશન ડાઉનલોડ કરવાની પરવાનગી, એપ્લિકેશનનો ઉપયોગ કરવા દેવું કે નહીં એની પરવાનગી અને એપ સ્ટોર, વેબ, સિરી અને ગેમ સેન્ટર વગેરે કન્ટેન્ટનું રિસ્ટ્રિક્શન માટેના સેટિંગ્સ હશે.
  • આ સાથે જ પેરન્ટ્સ પ્રાઇવસીને લગતાં પણ ઢગલાબંધ સેટિંગ્સ કરી શકશે જે એ સેક્શનમાં જોઈ શકાય છે. જોકે એન્ડ્રોઇડની જેમ કેટલા કલાક મોબાઇલનો ઉપયોગ કર્યો છે જેવા કેટલાક ફીચર્સને મોનિટર નહીં કરી શકાશે, પરંતુ એના પર કન્ટ્રોલ જરૂર રાખી શકશે.


Google NewsGoogle News